Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૬૧
‘ભાવવિશુદ્ધિ:’ રૂતિ કાયા-વચન-મન ભાવો છે. તેમની વિશુદ્ધિ એટલે વક્રપણાનો અભાવ, અર્થાત્ શઠતાનો અભાવ. મનના પણ પરિણામનો કાયા અને વચનમાં ઉપચાર કરાય છે. કારણ કે મનમાં જે થયું હોય તેનું(=મનના પરિણામનું) કાયા અને વચનમાં અનુસરણ થાય છે. માયાવી તો બધાને છેતરવામાં તત્પર હોવાથી બધાને શંકા કરવા યોગ્ય બને છે. કપટરૂપ પટથી ઢાંકી દીધી છે કાયાદિની ક્રિયા જેણે એવો તે મિત્રનો પણ દ્રોહ કરે છે.
સૂત્ર-૬
'
અવિસંવાદન, અવિનાશન, અહિંસન એ પ્રમાણે એક અર્થ છે. વિસંવાદન એટલે અન્ય પરિણામને પ્રાપ્ત કરવો. અન્ય પરિણામને પ્રાપ્ત કરવો તે વિસંવાદન કહેવાય છે. વિસંવાદનનો અભાવ તે અવિસંવાદન. અવિસંવાદન એટલે અન્ય પરિણામને પ્રાપ્ત ન કરવો. યોગોના તે જ અવિપર્યાસને(=ઉલટાપણાના અભાવને) ૠનુમાનઃ ઇત્યાદિથી બતાવે છે- ઉપધિ અને નિકૃતિમાં ભેદ છે- ઉપધિ એટલે કપટ, અર્થાત્ પોતાના અભિપ્રાયને ઢાંકવો. નિકૃતિ એટલે વિરુદ્ધપણું, અર્થાત્ પરાભવ કરવામાં તત્પર બુદ્ધિ વડે પોતાના અભિપ્રાયને સફળ બનાવવો. તેથી આવા પ્રકારનો આર્જવ ધર્મ છે.
હવે લોભના વિરોધી શૌચના લક્ષણને પ્રગટ કરતા ભાષ્યકાર કહે છે— ‘અજ્ઞોમ:' તિલોભનો અભાવ એ શૌચનું લક્ષણ છે. ભાવથી= ૫રમાર્થથી ચેતન, અચેતન અને મિશ્ર વસ્તુમાં રાગ એ લોભ છે. લોભદોષથી ક્રોધ-માન-માયા-હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ-પરિગ્રહાર્જન
રૂપ મળસમૂહથી લેપાતો આત્મા અશુચિ થાય છે. તેમાં અલોભ એટલે લોભનો અભાવ=ક્યાંય મમત્વ નહિ. લોભથી રહિત જીવ લોભદોષથી મુક્ત હોવાથી નિર્ભય બને છે. તેથી સ્વ-પરનું હિત થાય તેવી પ્રવૃત્તિ થાય છે. આ જ આત્માનું મુખ્ય શૌચ નેમિસૂરિ-શાન
આને જ સ્પષ્ટ કરે છે—
9.