Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬
‘નીચૈવૃત્ત્વનુત્તેૌ’ કૃતિ નીચૈવૃત્તિ એટલે ઊભા થવું, આસન આપવું, અંજલિ જોડવી, યથાયોગ્ય વિનય કરવો એમ નમ્ર વર્તન કરવું, ઉત્સેક એટલે ગર્વરૂપ ચિત્તપરિણામ. તેનાથી વિપરીત તે અનુન્સેક. સંસારના અયોગ્ય સ્વભાવને વિચારતા તેને ભાન થાય છે કે વિશિષ્ટ જાતિ અને કુળ વગેરે સંપત્તિઓ ક્યારેક જ પ્રાપ્ત કરાય છે. ક્યારેક(=મોટા ભાગે) જાતિ-કુળ વગેરે હીન પ્રાપ્ત થાય છે. એથી તે ગર્વ પરિણામમાં ચઢતો નથી, અર્થાત્ ગર્વને આધીન બનતો નથી. આને જ ભાષ્યકાર કહે છેમનિગ્રહો માનવિષાતક્ષેત્વર્થ:, (મદ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-) માઘત્યનેનેતિ મ: જાતિ આદિનો ગર્વ કરવો તે મદ. તેનો નિગ્રહ કરવો એટલે તેના ઉદયને અટકાવવો અથવા ક્યારેક ઉદયને પામેલા મદને નિષ્ફળ બનાવવો. ‘માનવિધાતશ્ર્વ’ રૂતિ, માન મૂળ સ્વભાવ છે કે જેનો વિકાસ થવાથી આ જાતિ આદિ મદો પ્રગટ થાય છે. તેનો વિઘાત કરવો એટલે તેને મૂળમાંથી ઉખેડી નાખવો. તેનો ઘાત થયે છતે જાત્યાદિમદનો અવશ્ય વિનાશ થાય. જાત્યાદિમદના નિરૂપણ માટે કહે છે- ‘તંત્ર માનસ્ય’ ત્યાદ્રિ, તત્ર એવો પ્રયોગ વાક્યના ઉપન્યાસ માટે છે. સ્થાનો એટલે ભેદો. માન્ એવા પ્રયોગથી સ્થાનોને પ્રત્યક્ષ કરે છે=અન્યના અનુભવને ઉત્પન્ન કરે છે, અર્થાત્ પરને થતા અનુભવને પ્રગટ કરે છે.
૫૬
તદ્યા ઇત્યાદિથી ઉદાહરણોને=મદસ્થાનોને કહે છે. જાતિથી પ્રારંભી વીર્ય સુધીના આઠ મદસ્થાનો છે.
જાતિ— જાતિ એટલે અતિશય પ્રસિદ્ધ હોય તેવો પિતાનો વંશ. (જાતિશબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે-) જાતિ એટલે જન્મ, અર્થાત્ આત્મલાભ અથવા પંચેન્દ્રિય વગેરે જાતિ. તેનાથી જીવ “હું વિશિષ્ટ જાતિવાળો છું” એમ ગર્વને ધારણ કરે છે. કર્મ પરિણામનો જ્ઞાતા જીવ તો જાતિમદને રોકે છે. પોતે કરેલા કર્મોના ફળને ભોગવનારા જીવો વિવિધ પ્રકારની ઊંચી-નીચી જાતિને પામે છે. એથી જાતિમદ શ્રેયસ્કર નથી.