Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૫૩
સૂત્ર-૬
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯ ભાષ્યકાર તો સ્વયં જ આશંકા કરીને આ પ્રમાણે કહે છે–
તત્ કર્થ ક્ષમતવ્યમ' તિ, ક્ષમતવ્ય એ પ્રયોગમાં ભાવમાં કૃત્ય (તવ્ય) પ્રત્યય છે. ક્ષમા પણ ભાવ છે. આથી માત્ર સામાન્યને આશ્રયીને તમ્ શબ્દનો પ્રયોગ છે. વાક્યર્થ આ પ્રમાણે થાય- તે ક્ષમા કેવી રીતે કરવી? જો કોઈ એમ માને કે મદોન્મત્ત હાથીના વેગની જેમ ક્રોધનો વેગ મુશ્કેલીથી ભેદી શકાય=રોકી શકાય તેવો છે, તો અમારાથી કહેવાય છે“ક્રોધના નિમિત્તના આત્મામાં ભાવ-અભાવના ચિંતનથી ક્રોધને રોકી શકાય છે.” ભાવ એટલે હોવું. અભાવ એટલે ન હોવું. ક્રોધનિમિત્ત આત્મામાં હો કે ન હો એમ બંને રીતે ક્રોધ કરવો યોગ્ય નથી. બીજાએ યોજેલા જે નિમિત્તથી મને ક્રોધ ઉત્પન્ન થાય છે તે નિમિત્ત મારામાં શું સાચે જ છે ? કે બીજો (મારામાં તે નિમિત્ત ન હોવા છતાં કેવળ) મને અભ્યાખ્યાન આપે છે?=મારા ઉપર ખોટા દોષનો આરોપ મૂકે છે? જો એ નિમિત્ત મારામાં સાચે જ છે તો ક્રોધ કરવાથી શું? મેં એ ખરેખર કર્યું છે. આથી આમાં સત્યવાતનું પ્રકાશિત કરતા બીજાનો અલ્પ પણ અપરાધ નથી. પોતાના કરેલા દુગરિતને કહે છે. આ પ્રમાણે વિચારવું. આને જ ભાષ્યકાર કહે છે. માન્તનાત્, મારામાં આ દોષો છે, આમાં આ શું ખોટું કહે છે? અર્થાત્ કંઈ પણ ખોટું કહેતો નથી. આ પ્રમાણે વિચારીને ક્ષમા કરવી. તથા “સમાન્તનાપ ક્ષમતવ્યમ્' રૂત્યવિ, અભાવના ચિંતનથી પણ ક્ષમા કરવી. બીજો જે દોષોનો મારા ઉપર આરોપ મૂકે છે તે દોષો મારામાં નથી=અભાવ જ છે. બીજો તો અજ્ઞાનતાથી આ પ્રમાણે કહે છે. જાણ્યા વિના જ મારા ઉપર દોષોનો આરોપ મૂકે છે. આ પ્રમાણે પોતાને નિર્દોષ જાણીને ક્ષમા કરવી જ જોઇએ.
વળી સહન કરવામાં બીજું શું આલંબન છે તે કહે છેશમી જશે. આ વિષે કોદં સર્વ વિજ્ઞા (ઉત્તરા. અ.૧ ગા.૧૪) એ મહાવીર પ્રભુના વચનને યાદ કરીને ક્રોધને નિષ્ફળ બનાવવો જોઈએ. આ વિષે ઉત્તરા. અ.૧ ગા.૧૪ માં આપેલું દષ્ટાંત અત્યંત મનનીય છે. ક્રોધને નિષ્ફળ બનાવવાથી એ નિમિત્તે નવો કર્મ બંધ ન થાય તથા આત્મામાં ક્રોધના સંસ્કારો દઢ ન બને એ મોટામાં મોટો લાભ થાય.