Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ विक्रीडिते द्वे, सप्तसप्तमिकाद्याः प्रतिमाश्चतस्रः, भद्रोत्तरमाचाम्लवर्धमानं सर्वतोभद्रमित्येवमादि । तथा द्वादश भिक्षुप्रतिमा मासिक्याद्या आसप्तमासिक्यः सप्त, सप्तरात्रिक्याः तिस्रः, अहोरात्रिकी, रात्रिकी चेति । बाह्याभ्यन्तरोपधिशरीरानपानाद्याश्रयो भावदोषपरित्यागस्त्यागः । शरीरधर्मोपकरणादिषु निर्ममत्वमाकिञ्चन्यम् ।
व्रतपरिपालनाय ज्ञानाभिवृद्धये कषायपरिपाकाय च गुरुकुलवासो ब्रह्मचर्यम् । अस्वातन्त्र्यं गुर्वधीनत्वं गुरुनिर्देशस्थायित्वमित्यर्थं च पञ्चाचार्याः प्रोक्ताः-प्रव्राजको दिगाचार्यः श्रुतोद्देष्टा श्रुतसमुद्देष्टा आम्नायार्थवाचक इति । तस्य ब्रह्मचर्यस्येमे विशेषगुणा भवन्ति । अब्रह्मविरतिव्रतभावना यथोक्ता इष्टस्पर्शरस-रूप-गन्ध-शब्दविभूषानभिनन्दित्वं चेति ॥९-६॥
ભાષ્યાર્થ– આ પ્રમાણે આ દશ પ્રકારનો સાધુધર્મ ઉત્તમગુણોના પ્રકર્ષથી યુક્ત હોય છે.
તેમાં ક્ષમા, તિતિક્ષા, સહિષ્ણુતા, ક્રોધનિગ્રહ એ પ્રમાણે એક અર્થ છે. તેને કેવી રીતે સહન કરવું એમ (જો તમે પૂછતા હો તો અમારાથી) કહેવાય છે- ક્રોધ નિમિત્તના આત્મામાં ભાવ-અભાવના ચિંતનથી સહન થાય.
બીજાએ યોજેલ ક્રોધ નિમિત્ત આત્મામાં “છે એવા ચિંતનથી કે નથી” એવા ચિંતનથી ક્ષમા કરવી જોઇએ. “છે' એવા ચિંતનથી મારામાં આ દોષો વિદ્યમાન છે, આમાં આ શું ખોટું બોલે છે? એમ ક્ષમા કરવી જોઇએ.
નથી' એવા ચિંતનથી પણ ક્ષમા કરવી જોઇએ. આ અજ્ઞાનતાથી જે દોષોને બોલે છે તે દોષો મારામાં નથી એમ ક્ષમા કરવી જોઇએ.
તથા ક્રોધથી થતા દોષોના ચિંતનથી ક્ષમા કરવી જોઇએ. ગુસ્સે થયેલાને વિદ્વેષ-આસાદન સ્મૃતિભ્રંશ-વ્રતલોપ વગેરે દોષો થાય છે.
તથા બાલસ્વભાવના ચિંતનથી અને પરોક્ષ-પ્રત્યક્ષ-આક્રોશ-તાડનમારણ-ધર્મબંશોમાં ઉત્તરોત્તરનું રક્ષણ થાય છે માટે ક્ષમા કરવી જોઈએ.