SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સૂત્ર-૬ શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૯ બાલ એટલે મૂઢ. (૧) બાળજીવ પરોક્ષ આક્રોશ કરે ત્યારે ક્ષમા કરવી જ જોઈએ. બાળજીવો આવા જ સ્વભાવવાળા હોય છે. એટલું સારું છે કે મને પરોક્ષ આક્રોશ કરે છે, પ્રત્યક્ષ નહિ. આથી લાભ જ માનવો જોઇએ. (૨) બાળ પ્રત્યક્ષ પણ આક્રોશ કરે ત્યારે ક્ષમા કરવી જોઇએ. બાળજીવોમાં આ હોય જ. એટલું સારું છે કે તાડન કરતો નથી. બાળજીવોમાં આ પણ હોય. આથી લાભ જ માનવો જોઇએ. (૩) બાળજીવ તાડન કરે ત્યારે પણ ક્ષમા કરવી જોઇએ. બાળજીવો આવા સ્વભાવવાળા જ હોય છે. એટલું સારું છે કે તાડન કરે છે પણ પ્રાણોથી અલગ કરતો નથી. બાળજીવોમાં આ પણ હોય છે. (૪) બાળજીવ પ્રાણોથી અલગ કરે ત્યારે પણ ક્ષમા કરવી જોઇએ. એટલું સારું છે કે પ્રાણોથી અલગ કરે છે, ધર્મથી ભ્રષ્ટ કરતો નથી. એમ ક્ષમા કરવી જોઈએ. બાળજીવોમાં આ પણ હોય છે. આથી લાભ જ માનવો જોઈએ. સ્વકૃત કર્મફળના આગમનનો આશ્રય કરીને ક્ષમા કરવી જોઇએ. મારા પોતાના કરેલા કર્મના ફળનું આ આગમન છે. બીજો તો માત્ર નિમિત્ત છે. એ પ્રમાણે ક્ષમા કરવી જોઇએ. વળી, ક્ષમા કરવાના મનવાળા જીવે બીજું કયું આલંબન કરવું(=લેવું) જોઇએ એમ કહે છે– અનાયાસ વગેરે ક્ષમાગુણોનું સ્મરણ કરીને ક્ષમા કરવી જ જોઇએ. આ પ્રમાણે ક્ષમાધર્મ છે. નીચવૃત્તિ અને અનુસેક માર્દવનું લક્ષણ છે. મૂદુનો ભાવ અથવા મૂદુનું કર્મ તે માર્દવ. મદનિગ્રહ અને માનનો વિઘાત એ પ્રમાણે માર્દવનો અર્થ છે. તેમાં માનના આઠ સ્થાનો છે. તે આ પ્રમાણે- જાતિ, કુળ, રૂપ, ઐશ્વર્ય, વિજ્ઞાન, શ્રુત, લાભ અને વીર્ય. (એ મદ સ્થાનો છે.) આ જાત્યાદિ આઠ મદસ્થાનોથી અભિમાની બનેલો, પરનિંદાસ્વપ્રશંસામાં મશગૂલ અને તીવ્ર અહંકારથી હણાયેલી મતિવાળો જીવ
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy