Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૪ આ પ્રમાણે આ ગમનાદિમાં કાયાના વ્યાપારનો નિયમ એટલે કે આ પ્રમાણે કરવું અને આ પ્રમાણે ન કરવું એમ વ્યવસ્થાનું નિયમન કરવું એ કાયમુર્તિ છે. કહ્યું છે કે- “કાયાના વ્યાપારની નિવૃત્તિરૂપ કાયોત્સર્ગ શરીરગુપ્તિ છે અથવા હિંસાદિ દોષોથી વિરતિ મનોગુપ્તિ છે.”
જો કે અહીં કાયવ્યાપાર મનોવ્યાપારથી યુક્ત છે તો પણ કાયક્રિયા સાક્ષાત્ કાયાથી જ ઉત્પન્ન કરાયેલી હોવાથી અને બહાર દેખાતી=જણાતી હોવાથી પ્રધાનપણે કાયાની વિવલા છે. વચનગુપ્તિના વિષયને બતાવવા માટે કહે છે–
યવને ફત્યાદ્ધિ, યાચન એટલે ગૃહસ્થ વગેરે પાસેથી આહાર, ઉપધિ અને વસતિની માગણી કરવી. મુખવસ્ત્રિકાથી મુખના ભાગને ઢાંકીને અને શાસ્ત્રમાં વિહિત વાક્યશુદ્ધિના અનુસારે બોલનારનું વાચન વચનગુપ્તિ થાય છે તથા સંદેહ દૂર થાય ઈત્યાદિ માટે પાસે જઈને જાણકારને આગમોક્ત વિધિપૂર્વક પૂછવું એ વચનગુપ્તિ છે. તથા કોઈક શ્રાવકવડે ધર્મને કહો એમ પૂછાયેલો=કહેવાયેલો સાધુ સમ્યગુ ઉપયોગ રાખીને નિશીથગ્રંથમાં કહેલી મર્યાદાથી જવાબ આપે અથવા આ સાવદ્ય છે કે નિરવદ્ય છે એમ પૂછાયેલો સાધુ ઉપયુક્ત બનીને લોકમાં અને આગમમાં વિરોધ ન આવે તે રીતે કહે. આ પ્રમાણે પૃચ્છન આદિમાં વાણીનું નિયમન એ વચનગુપ્તિ છે અથવા મૌન જ રહેવું બોલવું જ નહીં તે વચનગુપ્તિ છે. કહ્યું છે કે “અસત્યાદિથી નિવૃત્તિ અથવા મૌન એ કાયગુપ્તિ છે.” મનોગુણિના સ્વરૂપનું વ્યાખ્યાન કરવા માટે કહે છે–
સાવિદ્ય' ફત્યાદ્રિ અવદ્ય એટલે ગહિત=પાપ. અવદ્યથી સહિત તે સાવદ્ય. સંકલ્પ એટલે ચિંતન=વિચાર, અર્થાત્ આર્ત-રૌદ્રધ્યાન અથવા અસ્થિરચિત્તથી અવદ્યવાળું જે ચિંતવે તે સાવદ્ય સંકલ્પ છે. તેનો નિરોધ એટલે ન કરવું અપ્રવૃત્તિ તે મનોગુપ્તિ છે. તથા સરાગ-સંયમાદિ રૂપ કુશળ સંકલ્પ કરવો કે જેથી ધર્મનો અનુબંધ થાય અથવા જેટલો અધ્યવસાય કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે, અર્થાત્ જેટલા અધ્યવસાયથી કર્મક્ષય થાય તે