Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-પ
સમિતિ તે આદાન-નિક્ષેપણા સમિતિ. ત્યાગ કરવો તે ઉત્સર્ગ. આહારઉપધિ-શય્યા-મળ આદિનો પ્રવચનની અપેક્ષા રાખીને ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ. ઇર્યા વગેરે શબ્દોનો દ્વન્દ્વ સમાસ કર્યો છે તથા (ઇર્યા વગેરે શબ્દો) સમિતિ શબ્દની સાથે સમાનાધિકરણ સમાસવાળા છે. આ જ અર્થને ભાષ્યથી ‘સભ્યશીર્વા’ વગેરેથી સ્પષ્ટ કરે છે—
સમ્યગ્=આગમપૂર્વક(=આગમ પ્રમાણે) સ્વ-પરને પીડા ન થાય તે રીતે ઇર્યા=જવું તે ઇર્યાસમિતિ. કહ્યું છે કે-“ધુંસરી પ્રમાણ પૃથ્વીને આગળ જોતો અને સચિત્ત બીજો, વનસ્પતિ, બેઇંદ્રિય આદિ ત્રસ જીવો(મટ્ટિયં=)પાણી અને પૃથ્વીને ત્યજતો(=ન વિરાધતો) ચાલે.” (દશ.અ.પ ઉ.૧ ગા.૩) “રસ્તે ચાલતાં ઓવાયં=ખાઇ-ખાડાને, વિસમાં=ખાઇ-ટેકરાને, હાળું=ખીલા-ખૂંટા વગેરેને અને વિન્નતં= કાદવને સર્વ રીતે તજે. સંયમ અને શરીર ઉભયની રક્ષા માટે વિઘ્નમાળે પરમે–બીજો સ્થિર માર્ગ હોય તો સંજ્મ=સંક્રમ માર્ગે (પાણી કે ખાડા વગેરેના ઉલ્લંઘન માટે મૂકેલા કાષ્ઠ-પથ્થર વગેરે) અસ્થિર માર્ગે ન જાય.” (દશ વૈ. અ.પ ઉ.૧ ગા.૪)
સમ્યગ્ ભાષા પણ આગમને અનુસરનારી બોલે. “સાવદ્ય હોવાથી (૧) જે સત્ય છતાં નહિ બોલવા યોગ્ય (૨) સત્યામૃષા(=મિશ્ર), (૩) સર્વથા અસત્ય (૪) અને આમંત્રણ વગેરે વ્યવહાર ભાષા છતાં સાધુને બોલવા યોગ્ય નહિ હોવાથી બુદ્ધેત્તિ નાશ્ત્રા જ્ઞાનીઓએ નહિ આચરેલી તાતે ભાષાને પન્નવં=બુદ્ધિમાન સાધુ 7 માસિખ્ત=બોલે નહિ.” (દશ વૈ. અ.૭ ગા.૨)
આગમોક્ત વિધિથી પિંડ આદિની સમ્યક્ એષણા=ગવેષણા તે એષણાસમિતિ. પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જનાપૂર્વક સમ્યગ્ આદાન-નિક્ષેપ તે આદાન-નિક્ષેપ સમિતિ. જીવોથી રહિત સ્થંડિલમાં સમ્યગ્ ઉત્સર્ગ તે ઉત્સર્ગ સમિતિ. રૂતિ શબ્દ સ્વરૂપના પ્રતિપાદન માટે છે. આવા સ્વરૂપવાળી પાંચ જ સમિતિઓ છે. તે જ સ્વરૂપને વિસ્તારે છે- ‘તંત્ર'