Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૫ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૫ રૂત્યાદિ તે સમિતિઓમાં ઇસમિતિ આવા સ્વરૂપવાળી છે- “ગાવવર્ષે તિ આગમમાં કહેલું વિહારાદિ માટે પૃથ્વી ઉપર ચાલવા રૂપ કાર્ય અવશ્ય કાર્ય છે. તેને જ ફરી સ્પષ્ટ કરે છે- “સંયમથેન તિ, સંયમ સત્તર પ્રકારનું છે. સંયમ જ અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક કાર્ય છે. “સર્વત:' રૂતિ સર્વસ્થળે યુગપ્રમાણ ભૂમિ પ્રદેશમાં, અર્થાત્ પગના આગળના ભાગથી પ્રારંભી જેટલું યુગનું પ્રમાણ થાય તેટલું નિરીક્ષણ કરે. યુક્ત એટલે આયુક્ત ઉપયોગવાળો. આવા પ્રકારની ચેષ્ટા કરતા અને ઉતાવળ કર્યા વિના ચરણોને ધીમે ધીમે મૂકતા તેને ઇર્યાસમિતિ હોય છે.
હવે ભાષાસમિતિનું નિરૂપણ કરવા માટે કહે છે– ‘હિત ફત્યાતિ હિતને પોતાને અને બીજાને ભવિષ્યમાં અને વર્તમાનમાં ઉપકારક હોય તેવું વચન મુખને મુખવસ્ત્રિકાથી ઢાંકીને બોલવું. મિત- ઘણું નહિ, માત્ર પ્રયોજનને સિદ્ધ કરે તેવું વચન બોલવું. અસંદિગ્ધને સારી રીતે કહેલા અક્ષરોવાળું અથવા સંદેહ ન કરે તેવું વચન બોલવું. નિરવદ્યાર્થ- છ જવનિકાયોના ઉપઘાત કરનારું ન હોય તેવું વચન. નિયત- સદાય આવા પ્રકારનું વચન બોલવું તે ભાષાસમિતિ છે.
એષણાસમિતિના સ્વરૂપનો નિર્ણય કરવા માટે કહે છે– “અન્નપાનરૂત્યાદ્રિ અન્ન અશન-ખાદિમ-સ્વાદિમ એમ ત્રણ પ્રકારનું છે. ઉગમાદિ દોષોથી પરિશુદ્ધ કાંજી અને ચોખાનું ધોવણ વગેરે પાણી છે. મુખવસ્ત્રિકા સહિત રજોહરણ, બે પાત્ર, ચોલપટ્ટો વગેરે વસ્ત્ર છે. આદિ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી વિરકલ્પને યોગ્ય ઔપગ્રહિકથી સહિત ચૌદ પ્રકારના ઉપધિનું અને જિનકલ્પને યોગ્ય ઉપધિનું ગ્રહણ કરવું.
ધર્મસાધનાના તિ સાક્ષાત્ કે પરંપરાએ શ્રુત-ચરિત્રરૂપ ધર્મના સાધક એવો અર્થ છે. પાત્ર વગેરે વિના મહાવ્રતોનું સંરક્ષણ કરવાનું શક્ય નથી.
આ પ્રમાણે આહાર અને ઉપકરણ સંબંધી એષણાનું પ્રતિપાદન કરીને ઉપાશ્રયની એષણાને જણાવવા માટે કહે છે- આશ્રય એટલે શવ્યાનું ઉપાશ્રય. શય્યા પણ ઉગમાદિ દોષોથી રહિત હોય તેવી જ વાપરવા