Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૪ मार्तरौद्रध्यायित्वं चलचित्ततया वा यदवद्यवच्चिन्तयति तस्य निरोध:अकरणमप्रवृत्तिर्मनोगुप्ति:, तथा च कुशलसंकल्पानुष्ठानं सरागसंयमादिलक्षणं येन धर्मोऽनुबध्यते यावान् वाऽध्यवसायः कर्मोच्छेदाय यतते सोऽपि सर्व: कुशलसंकल्पो मनोगुप्तिः, अथवा न कुशले - सरागसंयमादौ प्रवृत्तिः नाप्यकुशले- संसारहेतौ योगनिरोधावस्थायामभावादेव मनसो गुप्तिः मनोगुप्तिः, तत्काले च ध्यानसम्भवात् सकलकर्मक्षयार्थ एवात्मनः परिणामो भवतीति ॥९४॥
૧૫
ટીકાર્થ— સમ્યક્ એટલે પ્રશસ્ત. મુમુક્ષુનો પ્રશસ્ત યોગનિગ્રહ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે આત્માનું રક્ષણ કરવું. મન-વચન-કાયા એ ત્રણ યોગો છે. તેમનો નિગ્રહ કરવો એટલે શાસ્ત્રોક્ત વિધિથી માર્ગમાં રાખવા અને ઉન્માર્ગમાં જતા રોકવા. આથી યોગનિગ્રહના વિશેષણ માટે સમ્યક્ શબ્દ છે, અર્થાત્ સમ્યક્ શબ્દ યોગનિગ્રહનું વિશેષણ છે. આગમ પ્રમાણે રાગ-દ્વેષના અભાવની પરિણતિની સાથે વિચરનારા (સાધુના) માનસિકવાચિક-કાયિક વ્યાપાર અથવા વચન-કાયાના વ્યાપારનો અભાવ એ સમ્યગ્યોગનિગ્રહ છે. આવો સમ્યગ્યોગનિગ્રહ ગુપ્તિ છે. જેનું પાપ તાજું છે, જે ગાઢ બંધનથી બંધાયેલ છે, જેનો હૃદયપ્રદેશ અતિશય પીડિત છે, જેના નાકના વિવર(=નસકોરા) દબાવી દીધા છે અને જે પરાધીન છે એવા ચોરના જેવી નિવૃત્તિમાં યોગનિગ્રહ ઇષ્ટ નથી.
હવે ભાષ્યથી સૂત્રના અર્થને સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે
‘સમ્યગ્’ ફત્યાદ્રિ સમ્યગ્ એવા શબ્દના અર્થને કહે છે- ‘વિધાનત:’ કૃતિ યોગને ભેદો સહિત જાણીને તેમાં કાયયોગના ઔદારિક-વૈક્રિયઆહારક-તૈજસ-કાર્મણ એ ભેદો સંભવે છે. વચનયોગના સત્યામૃષા વગેરે, મનના સાવઘનો સંકલ્પ વગેરે ભેદો છે.
‘જ્ઞાત્વા’રૂતિ આગમથી યથાર્થ જાણીને.
‘અમ્યુòત્ય સમ્યવર્ણનપૂર્વમ્' કૃતિ, આ યોગો આ પ્રમાણે પરિણત થયા હોય તો કર્મબંધ માટે થાય અને આ પ્રમાણે પરિણત થયા હોય તો કર્મનિર્જરા