Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૧ પ્રતિપાદન કર્યું. અને નિર્જરા પણ થાય છે. આનાથી પૂર્વે બંધાયેલા કર્મોના અભાવનો સ્વીકાર થયો. આમ તપ સંવર-નિર્જરાનો હેતુ છે. (૯-૩)
અહીં કહે છે- આ ભરતક્ષેત્રમાં વર્તમાનકાલીન પુરુષોને વીર્ય અલ્પ હોવાથી સર્વયોગનિરોધ રૂપ સંવરનો અભાવ થયે છતે જો ગુતિ આદિના સામર્થ્યથી હલનચલનવાળા પણ જીવોના સંવરના અસ્તિત્વનો આધાર લેવામાં આવે છે તો ગુપ્તિ આદિ જ સ્વરૂપથી કહેવા જોઈએ. આથી ક્રમથી ગુપ્તિ આદિના સ્વરૂપનો નિર્ણય કરવો જોઇએ. તેમાં ગુપ્તિનું સ્વરૂપ જ કહેવાય છે. સારી રીતે યોગનો નિગ્રહ કરવો તે ગુતિ છે.
ભાષ્યકાર તો કેટલાક વિશેષથી બીજી રીતે સૂત્રના સંબંધને કહે છે. (૯-૩)
भाष्यावतरणिका- अत्राह- उक्तं भवता गुप्त्यादिभिरभ्युपायैः संवरो भवतीति । तत्र के गुप्त्यादय इति । अत्रोच्यते
ભાષ્યાવતરણિતાર્થ–અહીં કહે છે- આપે ગતિ આદિ ઉપાયોથી સંવર થાય છે એમ (અ.૯ સૂ.૨ માં) કહ્યું છે. તેમાં ગુપ્તિ આદિ કોણ છે?= ગુપ્તિ આદિનું સ્વરૂપ શું છે? અહીં કહેવાય છે
टीकावतरणिका- अत्राहोक्तमित्यादि गुप्त्यादिभिः संवरो भवतीत्यत्रावसरे कश्चित् प्रश्नयति, उक्तं भवता गुप्त्यादिभिरभ्युपायैः संवरो भवति, तत्र तेषु संवरकारणेषु के गुप्त्यादयः, किंस्वरूपा गुप्त्यादय इति ?, अत्रोच्यते-प्रतिपादयितुर्वचनम्, अत्र प्रश्ने निर्वचनमभिधीयते
ટીકાવતરણિકાર્થ– ‘મત્રાદ ૩' રૂત્યાદિ ગુપ્તિ આદિથી સંવર થાય છે. આથી આ અવસરે કોઈક પ્રશ્ન કરે છે- આપે ગતિ આદિ ઉપાયોથી સંવર થાય છે એમ કહ્યું છે, તે સંવરકરણોમાં ગુપ્તિ આદિ કોણ છે? અર્થાત ગુતિ આદિ કેવા સ્વરૂપવાળા છે?
અહીં કહેવાય છે એ વચન પ્રતિપાદન કરનારનું છે. અહીં પ્રશ્નના ઉત્તરને કહેવાય છે–