Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૨
દર્શાવતું પ્રત્યેક પદ ખમાસમણ દઈને જ બોલવાનું હોય છે, એટલે તેમાં વંદન કરું છું—એવો ભાવ અધ્યાહાર રહેલો છે.
ભવાનદં તીર્થકર ભગવંતોને તથા ધર્માચાર્યને.
ઉપા. શ્રી સોમવિજયજીગણિએ શ્રીવિજયસેનસૂરિને નીચેનો પ્રશ્ન પૂક્યો હતો. (સ. પ્ર. ભાષાંતર : પૃષ્ઠ ૩૨.) :
“દેવસિય-પડિક્કમણમાં દેવવંદન પછી ચાર ખમાસમણાં દેવાય છે, તેમાં માવાનદં પદમાં માવાન શબ્દનો શો અર્થ ? કેટલાક “તીર્થકર' એવો અર્થ કરે છે, બીજાઓ “ધર્માચાર્ય” એવો અર્થ કરે છે, ત્યારે કોઈક “દેવવંદન પછી ચાર ખમાસમણાથી ગુરુ મહારાજને વાંદે,” એમ પ્રતિક્રમણહેતુગર્ભ ગ્રન્થમાં કહ્યા પ્રમાણે “ગુરુ જ વંદાય છે. જેની પાસે પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરાય, તે ગુરુ મનાય' એમ બોલે છે, આમાં કયા અર્થ ન્યાયયુક્ત છે ?'
આનો ઉત્તર નીચે મુજબ આપવામાં આવ્યો હતો -
પહેલે ખમાસમણે તીર્થકર અને ધર્માચાર્યને સંબોધીને વંદન કરાય છે.'
૫. ધનહર્ષગણિએ શ્રીવિજયસેનસૂરિને નીચેનો પ્રશ્ન પૂછ્યો હતો. (સ. પ્ર. ભા. પાનું. ૨૩૮.) :
પ્રતિક્રમણમાં ખમાસમણ આપીને ભગવાહ, આચાર્યહં ઇત્યાદિક ચાર ખમાસમણમાં પહેલું ભગવાહં બોલાય છે. આ પદમાં ભગવાનશબ્દનો અર્થ શો થાય ? કોઈક કહે છે કે “સુધર્માસ્વામી થાય અને કોઈક “મંડલીના સ્વામી ગીતાર્થ મુનિવર થાય” એમ કહે છે. અને કોઈક “તીર્થકર અર્થ થાય” એમ બોલે છે. અને પ્રતિક્રમણ-હેતુગર્ભ ગ્રંથના બાલબોધમાં “વ્યરે રવાસમને રિક્તાદિ વાં' એમ લખ્યું છે. અને લઘુ પ્રતિક્રમણહેતુગર્ભમાં ભગવ–શબ્દના ચાર અર્થ બતાવ્યા છે, માટે શો અર્થ થાય ?'
તેનો ઉત્તર નીચે મુજબ આપવામાં આવ્યો હતો :પરંપરાએ ભગવ–શબ્દનો અર્થ ધર્માચાર્ય સંભળાય છે અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org