________________
-
શ્રીરાધનપંચકસ્તોત્ર.
સજાતીય ભેદ કહેવાય છે, ને અન્ય જાતિવાળાથી ભેદ વિજાતીય ભેદ કહેવાય છે. આત્મા નિરવયવ હોવાથી તેમાં સ્વગત ભેદ સંભવ નથી, આત્માથી ભિન્ન બીજે કઈ આત્મા અહિં નહિ હોવાથી તેમાં સજાતીયભેદ સંભવ નથી,-જીવાત્માઓને ઉપાધિને લીધે ભલે વ્યાવહારિક સજાતીયભેદ હેાય, પણ નિરુપાધિક આત્માનો તો કઈ અન્ય આત્મા નહિ હેવાથી તેમની સાથે સજાતીય ભેદ સંભવ નથી, ને વિજાતીય એવાં માયા ને માયાનાં કાર્યો તે કલ્પિત લેવાથી આત્માની સાથે વાસ્તવિક વિજાતીયભેદ ઉપજાવવા સમર્થ થતાં નથી, તેથી આમામાં વિજાતીયભેદ પણ સંભવ નથી. દેશપરિચ્છેદ, કાલપરિચ્છેદ ને વસ્તુપરિચ્છેદ આ ત્રણ પ્રકારના પરિચ્છેદ પણ આત્મામાં નથી. આત્મા સર્વવ્યાપક હેવાથી તેમાં દેશપરિચ્છેદ સંભવે નહિ, આત્મા ત્રણે કાલમાં રહેનાર હોવાથી તેમાં કાલપરિચ્છેદ સંભવે નહિ, ને આત્મા સર્વ વસ્તુઓના આત્મારૂપ હોવાથી તેમાં વસ્તુપરિચ્છેદ પણ સંભવે નહિ. આ મનનનું પરિણામ પ્રતીત થતા ભેદમાં અભેદને નિ. થય કરવામાં લાવવાનું હોવાથી સર્વપ્રમાણમાં શ્રેષ્ઠ ઉપનિષદના પક્ષનો સારી રીતે આશ્રય કરવો જોઈએ. મનન યુક્તિઓ વડે થાય છે. યુક્તિઓ એટલે તકેનું કાંઈ ઠેકાણું નથી. નિર્બલ તર્ક તેથી ચઢિયાતા તકેથી અવશ્ય બાધ પામે છે. એમ તર્કનો પ્રવાહ ચાલ્યા કરે છે. મનુષ્ય જે તર્કની પરંપરાના પ્રવાહમાં તણાયા કરે તો તેને વિશ્રાંતિનું
સ્થાન પ્રાપ્ત થાય જ નહિ, માટે આચાર્ય ભગવાન કહે છે કે પ્રતિસ્મતિથી વિપરીત તર્કથી સારી રીતે ઉપરામ પામવું, ને શ્રુતિસ્મૃતિને અનુકૂલ હોય તેવા તર્કનું મનનની દઢતામાટે અનુસંધાન કરવું. મનનવડે બ્રહ્મનું પરોક્ષજ્ઞાન થાય છે. તે પરોક્ષજ્ઞાનનું અપરોક્ષજ્ઞાનરૂપ પરિણામ લાવવા માટે નિદિધ્યાસન કરવું જોઈએ. હું બ્રહ્મજ છું દેહાદિ હું નથી