________________
આનંદઘનજી
૫૦૩-૫૦૪
૫૦૩. સમયસાર ગાથા-૨૯૨ જેમ બંધોને છેદીને જ બંધનબદ્ધ વિમોક્ષ પામે છે, તેમ બંધોને છેદીને જ જીવ વિમોક્ષ પામે છે.’
કર્મબદ્ધનો બંધછેદ મોક્ષહેતુ, હેતુત્વથી,નિગડાદિબદ્ધના બંધ છેદની જેમ.'
સમયસાર : આત્મખ્યાતિ
આથી પૂર્વ ઉભય પણ આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપારાય છે.
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ, તે કારણ છેદક દશા, મોક્ષ પંથ ભવ અંત.’ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૯૯ બંધનો છેદ કરી આત્મા અને કર્મનો ભેદ કરો, આત્મા અને કર્મને જૂદા પાડો - પૃથક્ પૃથક્ કરો, એ જ કર્મપ્રપંચ વર્ણવનારા કર્મગ્રંથ ગોમઢસાર ખંડાગમ આદિ શાસ્ત્રોના ઉપદેશનું પરમાર્થ રહસ્ય છે, તેને તમે ચરિતાર્થ કરો ! આ બધા કર્મપ્રપંચરૂપ બંધના હેતુઓ છે, તેને અપૂર્વ આત્મ પુરુષાર્થથી અનન્ય આત્મ પરાક્રમથી હઠથી હઠાવી આત્મામાંથી વિસર્જન કરો ! શુદ્ધ આત્માને પ્રગટ કરો !
-
-
૫૦૫. સમયસાર ગાથા-૨૯૩
૫૦૫-૧૦૬ જે જ નિર્વિકાર ચૈતન્યમાત્ર આત્મસ્વભાવના અને તેનો વિકારકારક બંધોનો સ્વભાવને વિશેષથી જાણીને બંધોથી વિરમતિ, તે જ સકલ કર્મમોક્ષ કરે. આથી આત્મા અને બંધન દ્વિધાકરણનું મોક્ષ હેતુત્વ નિયમાય છે' : આત્માને તથારૂપ નિર્વિકાર કર્યાથી મોક્ષ છે : આત્મા અને બંધનું દ્વિધાકરણ કર્યાથી જ મોક્ષ છે. એમ ટૂંકોત્કીર્ણ અમૃત શબ્દબ્રહ્મમાં પરંબ્રહ્મ સ્વરૂપ અમૃતચંદ્રજીએ ત્રિકાલાબાધિત અખંડ નિશ્ચય સિદ્ધાંત વજ્રલેપ દઢપણે સ્થાપિત કર્યો છે. ‘રાગ દ્વેષ અજ્ઞાન છે, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ‘આત્મા સત્ ચૈતન્ય, સર્વાભાસ રહિત, જેથી
૨૮
કેવલ પામીએ, તે મોક્ષ પંથ તે રીત.'
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૦૦-૧૦૧
·
૫૦૭, સમયસાર ગાથા-૨૯૪
૫૦૭-૫૧૧
આત્મા અને બંધના કાર્યમાં : ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક કરણ
‘જીવ અને બંધ સ્વનિયત લક્ષણથી એવા પ્રકારે છેદવામાં આવે છે, કે જેમ પ્રજ્ઞા-છેદનકથી છિન્ન થયેલા તે નાનાત્વને આપન્ન થઈ જાય.'
આત્માનું ચૈતન્ય સ્વ લક્ષણ : બંધનું તો આત્મદ્રવ્યને અસાધારણ રાગાદિ સ્વ લક્ષણ રાગાદિ અને ચૈતન્યની અત્યંત પ્રત્યાસત્તિથી : અનાદિ ‘એકત્વ વ્યામોહ' ભ્રાંતિ તે તો પ્રજ્ઞાથી જ છેદાય છે.
‘સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ શુદ્ધ અનુભવ સ્વરૂપ હું છું. ઈ.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૪
૫૧૨-૫૧૩ તીક્ષ્ણ પ્રજ્ઞા-છીણી આત્મા અને કર્મનો ભેદ કેવી રીતે કરે છે, તેનો સમસ્ત વિધિ મહાકવિ અમૃતચંદ્રજીએ તાદેશ્ય શબ્દ ચિત્ર આલેખતી સ્વભાવોક્તિથી વર્ણવી દેખાડ્યો
છે.
૫૧૨. સમયસાર કલશ-૧૮૧
અમૃતચંદ્રજીના આ અદ્ભુત કલશ કાવ્યનો મર્મ: સૂતારનું ‘સૂત્રધારનું' દેષ્ટાંત ભાવન યોગ્ય છે : આ કલશ કાવ્યમાં ‘આત્મખ્યાતિ’ સૂત્રકાર મહાજ્ઞાની સૂત્રધારે સ્વભાવોક્તિ અલંકારમય શબ્દચિત્ર હજારો ગ્રંથોથી ન આલેખી શકાય એવી અજબ કુશળતાથી આલેખ્યું છે.
આત્મા ચૈતન્ય લક્ષણ (પ્રજ્ઞા-છીણી): બંધ રાગાદિ લક્ષણ : આત્મા ચૈતન્ય પૂરમાં : બંધ અજ્ઞાન ભાવમાં
૫૧૪-૫૧૫ આત્મા-બંધ નિયત સ્વ લક્ષણ વિજ્ઞાનથી
૫૧૪. સમયસાર ગાથા-૨૯૫