________________
પોતાની પરમ પ્રિયતમ જ્ઞાનજ્યોતિનો પરમ મહિમાશય ઉત્કીર્તન કરતો આ કાવ્ય કલશ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી એ અત્રે અ સમયસાર' તત્ત્વમંદિર પર ચઢાવ્યો છે
કારણો એવા રાગાદિના ઉદયને અદયપણે દારતી, કાર્ય બંધને હમણા સઘ જ ડેલી દઈને, તિમિર ક્ષપિત કર્યું છે જેણે એવી આ શાન જ્યોતિ એવી તો સાધુ-સમ્યક્ સન્નદ્ધ (સજ્જ થઈને બેઠી છે), કે જેમ અપર કોઈ પણ એના પ્રસરને આવરતો નથી. એમ બંધ નિષ્કાંત થયો આ અધ્યાત્મ રંગભૂમિમાંથી નીકળી ગયો.
॥ इति बंधप्ररूपकः सप्तमो अंकः ॥
अथ मोक्षाधिकारः ॥८॥
સમયસાર વ્યાખ્યા ‘આત્મખ્યાતિ’માં મોક્ષ પ્રરૂપક અષ્ટમ અંક
૪૯૪. સમયસાર કળશ
૪૯૪-૪૯૬
પરમ પરમાર્થ કવિ અમૃતચંદ્રજી કૃતકૃત્ય એવી પૂર્ણ પરમ જ્ઞાન જ્યોતિનો મુક્તકંઠે વિજય ઉદ્ઘોષે છે પ્રજ્ઞા-કરવત વડે દલનથી બંધ-પુરુષને દ્વિધા કરી, ઉપતંત્મક નિયત પુરુષને ‘સાક્ષાત્ મોક્ષે લઈ જતું, હમણાં ઉન્મજતું ઉગ્ન થતું, સહજ પરમાનંદથી સરસ પરં પૂર્ણ જ્ઞાન સકલ નૃત્ય જેણે કરી લીધું છે એવું વિજય પામે છે.
-
-
-
સૂત્રધાર (સુતા૨) તે કાષ્ઠ બે ભાગ કરવા હોય ત્યારે ક્રચનો (કરવત) ઉપયોગ કરે છે ઃ તેમ આ સમયસાર સૂત્રના સાર રૂપ જ્ઞાન ‘સૂત્રધાર' છે, તે બંધ-પુરુષના બે ભાગ કરવા પ્રજ્ઞારૂપ ઝીણી કરવતનો ઉપયોગ કરે છે. આમ જ્ઞાન-સૂત્રધાર બંધ-પુરુષને દ્વિધા કરે છે બે ભાગમાં વિભક્ત કરે છે. એટલે કેવલ શુદ્ધ આત્મસ્વભાવ અવશિષ્ટ રહે છે, આત્મા એક ‘ઉપરંભમાં' જ આત્માનુભવમાં જ વા કરે છે, આમ એક શુદ્ધ આત્માનુભવનિષ્ઠ
જ
૨૭
પુરુષને આત્માને શાન સાક્ષાત્ મોક્ષે લઈ જાય છે. ઈ.
૪૯૭, સમયસારગાથા-૨૮૮-૨૯૦ ૪૯૭-૨૦૦ આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ : જ્ઞાન-કરવતથી આત્મા અને બંધને સ્પષ્ટ બે ભાગમાં જૂદા પાડવા તે મોક્ષ
બંધના સ્વરૂપનું ‘જ્ઞાન માત્ર' મોક્ષનો હેતુ છે એમ કોઈ એક કહે તે ‘અસત્' છે અહેતુપણું છે માટે.' અત્રે આ બેડી આદિથી બંધાયેલા પુરુષનું દૃષ્ટાંત. બંધનને બંધન હેતુ છોડ્યાથી કે ત્રોફ્સાથી જ મુક્ત થવાય છે. આ પરથી ‘કર્મબંધ પ્રપંચ રચના રચનાના પરિજ્ઞાન માત્રથી સંતુષ્ટો ઉત્થાપવામાં આવે છે.
અને એ જ કર્મબંધ પ્રપંચ વિસ્તારનાર કર્મગ્રંથ, ગોમøસાર, ખંડાગમ વગેરે તે તે મહાશાસ્ત્રોનો પરમાર્થ-રહસ્ય છે. શુદ્ધ સ્વભાવ ધર્મરૂપ. શુદ્ધ આત્માને પ્રગટ કરવાનો શુદ્ધોપયોગરૂપ પુરુષાર્થ કરો ! પુરુષાર્થ કરો ! એ જ જ્ઞાની ભગવંતોના બોધનો ડિંડિમ નાદ પોકારીને પોકારીને કહે છે.
૫૦૧, સમયસાર ગાથા-૨૯૧
૫૦૧-૧૦૨
બંધ ચિંતા પ્રબંધ મોક્ષહેતુ એમ અન્ય કહે છે, તે પણ અસત્ છે. કર્મબદ્ધના બંધ ચિંતા પ્રબંધ મોક્ષહેતુ નથી, અહેતુત્વાત્, નિગડાદિ બદ્ધના બંધ ચિંતા પ્રબંધવત્. આ પરથી કર્મબંધ વિષય ચિંતા પ્રબંધ વિશુદ્ધ ધર્મધ્યાન અંધબુદ્ધિઓ બોધવામાં આવે છે.
કર્મબંધનના સ્વરૂપ ચિંતન માત્રથી સંતોષ નહિ પામતા તમે કર્મબંધને ભેદી નાંખી, છેદી નાંખી, અકર્મ બંધ દશા પ્રગટાવશો, તો જ તમારૂં મોક્ષ કાર્ય સિદ્ધ થશે. ઈ. ‘કારણ જોગે હો બાંધે બંધને, કારણ મુક્તિ મૂકાય; આસવ સંવર નામ અનુક્રમે, હેયોપાદેય સુગ્ણાય.' શ્રી