________________
દ્રવ્યની અપેક્ષાએ છે, પર દ્રવ્યની અપેક્ષાએ નથી અને પોતાના ધર્મો એક સાથે કહી શકાતા પણ નથી. સપ્તભંગીને સમજવા વ્યાવહારિક ઉદાહરણઃ
મરણ પથારીએ રહેલા રોગીની હાલતના વિષયમાં ડૉક્ટરનો અભિપ્રાય સપ્તભંગીના સંદર્ભમાં નીચે પ્રમાણે હશે. (૧) તબિયત સારી છે (અસ્તિ) (૨) તબિયત સારી નથી (નાસ્તિ) (૩) કાલથી તો સારી છે પણ એવી સારી નથી કે આશા રાખી શકાય (અસ્તિ + નાસ્તિ) (૪) સારી છે કે ખરાબ છે કંઈ કહી શકાતું નથી (અવક્તવ્ય) (૫) કાલથી તો સારી છે છતાં શું થશે તે કહી શકાતું નથી (અસ્તિ + અવક્તવ્ય) (૬) કાલથી તો સારી નથી છતાં શું થશે તે કહી શકાતું નથી (નાસ્તિ + અવક્તવ્ય) (0) આમ તો સારી નથી પણ કાલ કરતાં સારી છે, તો પણ કહી શકાતું નથી કે શું થશે (નાસ્તિ + અસ્તિ + અવક્તવ્ય) દરેક વસ્તુમાં પરસ્પર ભિન્ન છતાં જુદી જુદી અપેક્ષાએ સિદ્ધ થતાં એકત્વ- અનેકત્વ આદિ ગુણધર્મને લીધે સપ્તભંગી થાય છે.
સપ્તભંગીનો વિશદ બોધ મોક્ષ માર્ગે પ્રયાણ કરાવનાર છે. સમવસરણમાં જિનવાણી સ્યાદ્વાદયુક્ત હોય છે. સમવસરણ: .
સમવસરણ એ જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. તીર્થંકર પરમાત્માની દેશના માટે આ શબ્દ વપરાય. સમવસરણ એટલે એકત્ર મળવું, મિલન, સમુદાય, સંચય, રાશિ, સમૂહ, આગમન, પધારવું, ધર્મવિચાર ઈત્યાદિ વિવિધ અર્થો થાય છે.
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્ર, શ્રી કલ્પસૂત્ર, શ્રી વિશેષાવશ્યકભાષ્ય, લલિતવિસ્તરા, કુવલયમાળા, વીતરાગસ્તવ, ઉપદેશસપ્તતિકા, લોકપ્રકાશ જેવા જિનાગમો અને અન્ય ગ્રંથોમાં જિનાતિશય અને સમવસરણનું વર્ણન જોવા મળે છે.
ઈન્દ્રો કેવળજ્ઞાનનો મહિમા કરવા પરિવાર સાથે ધરતી પર આવે છે. તેઓ ભગવાનને પ્રણામ કરી આઠ પ્રતિહાર્યયુક્ત સમવસરણ રચે છે. સમવસરણ રચનામાં ભવનપતિ, વાણવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિક દેવો પોતાનું નિર્ધારિત કાર્ય કરે છે. સૌ પ્રથમ વાયુદેવતા એક યોજન ભૂમિને કાંટા, કાંકરા અને કચરા વિનાની સ્વચ્છ અને સમતલ બનાવે છે. ઉડતી રજને ઠારવા અને વાતાવરણને મધમધતું રાખવા મેઘકુમાર દેવ સુગંધી જળનો છંટકાર કરે છે, જેથી વાતાવરણમાં પરિમલ પ્રસરે છે. છ તુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પવૃષ્ટિ કરે છે. વ્યંતર દેવતાઓ પીઠની રચના કરે છે. આ પીઠ જમીનથી સવા કોશ ઊંચી સુવર્ણ અને રત્નોથી ખચિત હોય છે.
પ્રથમ ગઢ ચાંદીનો બનેલો છે. બીજો ગઢ સુવર્ણનો બનેલો છે. ત્રીજો ગઢ રત્નોનો બનેલો છે. ત્રણે ગઢનાં મળીને ૮૦,૦૦૦ (મતાંતરે - ૨૦,૦૦૦) પગથિયાં છે. સમવસરણના પ્રથમ ગઢની ભૂમિમાં ત્યાં આવનાર વ્યક્તિના વાહનોને રાખવાની વ્યવસ્થા છે. અહીં પાલખી, શિબિકા આદિ વાહનો મૂકાય છે. બીજા ગઢમાં પશુ-પક્ષી વગેરે તિર્યંચોને બેસવાની વ્યવસ્થા છે. ત્રીજા ગઢમાં દેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org