Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 377
________________ 3४० ઉદ્દેશકમાં સિદ્ધોનું સ્વરૂપ અવર્ણનીય છે, તેવું કહે છે. “મુકતાત્માનું સ્વરૂપ શબ્દોથી કહી શકાતું નથી. ત્યાં કોઇ તર્ક નથી, તર્કથી જાણી શકાય નહીં. ત્યાં મતિ પ્રવેશી શકતી નથી, તે બુદ્ધિ ગ્રાહય નથી. તે સર્વ કર્મરૂપી મેલથી રહિત છે. મોક્ષ અને સંસાર સ્વરૂપના જાણનાર છે. તે પરમાત્મા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી અતીત છે. તેનું જ્ઞાન કરાવવા કોઇ ઉપમા નથી. તે અરૂપી, અમૂર્ત છે. તે પદાતીત, વચનથી અગોચર છે.” સિદ્ધોનું સુખઃ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર', પદ-૨ અને “શ્રી ઉવવાદ સૂત્ર'માં સિદ્ધોનાં સુખનું વર્ણન છે. સિદ્ધો શાશ્વત કાળ પર્યત અવ્યાબાધ સુખની જ અનુભૂતિ કરે છે. તેવું સુખ ચક્રવર્તી આદિ મનુષ્યોને કે સમસ્ત દેવોને પણ હોતું નથી. જેમ કોઇ મલેચ્છ પુરુષ નગરના અનેક પ્રકારના ગુણોને જાણતો હોતા છતાં તેની પાસે કોઇ ઉપમા ના હોવાથી કહેવામાં અસમર્થ બને છે, તેમ સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઇ ઉપમા નથી. ' સમસ્ત દેવોનાં સમસ્ત સુખને સર્વકાળના અનંત સમય સાથે એકત્રિત કરવામાં આવે, પછી તેને અનંતગણું કરવામાં આવે (આવેલા ગુણાકારને) ફરી અનંત વર્ગોથી વર્ગિત કરવામાં આવે તો પણ મુકિતના સુખની તુલનામાં આવી શકતું નથી. દેવલોકનું સુખ પણ કર્મજન્ય હોવાથી નાશવંત છે. સિદ્ધોનું સુખ અનંતકાળ પર્યત તે જ સ્વરૂપે રહેતું હોવાથી અનંતગુણ અધિક છે. સિદ્ધોનું અવસ્થાનઃ જે આકાશપ્રદેશ પર એક સિદ્ધ છે ત્યાં ભવક્ષય કરી મુકત અનંત સિદ્ધો એક સાથે રહેવા છતાં સ્વરૂપથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. જેમ એક ઓરડામાં એક દીપકનો પ્રકાશ પણ સમાઇ શકે અને એકથી વધુ દીપકનો પ્રકાશ પણ સમાઇ શકે તેમ એક સિદ્ધ હોય ત્યાં અનંત સિદ્ધો પણ શક્ય છે. સિદ્ધના ગુણઃ સિદ્ધના જઘન્ય-૮, મધ્યમ-૩૧ અને ઉત્કૃષ્ટ અનંતગુણ છે. સિદ્ધના આઠ ગુણ છે. (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવળજ્ઞાન ગુણ પ્રગટ થયો છે. જેથી સર્વદ્રવ્યને જાણે છે. (૨) દર્શનાવરણીય કર્મના ક્ષચથી કેવળદર્શન ગુણ પ્રગટ થયો છે. જેથી સર્વદ્રવ્યને દેખે છે. (૩) વેદનીય કર્મના ક્ષયથી નિરાબાધ - અવ્યાબાધ સુખ ગુણ પ્રગટ થયો છે. (૪) મોહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક સમકિત અને સર્વગુણોની સ્થિરતાપામ્યા છે. (૫) આયુષ્ય કર્મના ક્ષયથી અક્ષય સ્થિતિ ગુણ પ્રગટ થયો છે. (૬) નામ કર્મના ક્ષયથી અમૂર્ત (નિરાકાર) થયા છે. (૦) ગોત્ર કર્મના ક્ષયથી અગુરુલઘુ થયા છે. (૮) અંતરાય કર્મના ક્ષયથી અનંત શકિતવંત થયા છે. સિદ્ધના ૩૧ગુણઃ (શ્રી સમવાયાંગ સૂત્રના ૩૧મા સમવાયના સૂત્ર-૧માં સિદ્ધના ૩૧ ગુણો છે.) (૧)ક્ષીણ આભિનિબોધિજ્ઞાનાવરણ (૨) ક્ષીણ શ્રુતજ્ઞાનાવરણ (૩) ક્ષીણ અવિધિજ્ઞાનાવરણ (૪) ક્ષીણ મન:પર્યવજ્ઞાનાવરણ (૫) ક્ષીણ કેવળજ્ઞાનાવરણ (૬) ક્ષીણ ચક્ષુ દર્શનાવરણ (૯) ક્ષીણ અચક્ષુદર્શનાવરણ (૮) ક્ષીણ અવધિદર્શનાવરણ (૯) ક્ષીણ કેવલદર્શનાવરણ (૧૦) ક્ષીણ નિદ્રા (૧૧) ક્ષીણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386