Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 378
________________ ૩૪૧ નિદ્રાનિદ્રા (૧૨) ક્ષીણ પ્રચલા (૧૩) ક્ષીણ પ્રચલામચલા (૧૪) ક્ષીણ થીણદ્ધિનિદ્રા (૧૫) ક્ષીણ સાતાવેદનીય (૧૬) ક્ષીણ અસાતાવેદનીય (૧૦) ક્ષીણ દર્શન મોહનીય (૧૮) ક્ષીણ ચારિત્રમોહનીય (૧૯) ક્ષીણ નરકાયુ (૨૦) ક્ષીણ તિર્યંચાયુ (૨૧) ક્ષીણ દેવાયુ (૨૨) ક્ષીણ મનુષ્યાયુ (૨૩) ક્ષીણ ઉચ્ચગોત્ર (૨૪) ક્ષીણ નીચગોત્ર (૨૫) ક્ષીણ શુભનામ (૨૬) ક્ષીણ અશુભનામ (૨૦) ક્ષીણ દાનાન્તરાય (૨૮) ક્ષીણ લાભાંતરાય (૨૯) ક્ષીણ ભોગાંતરાય (૩૦) ક્ષીણ ઉપભોગાંતરાય (૩૧) ક્ષીણ વીતરાય. સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રઃ તિસ્તૃલોકમાં અઢીદ્વીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર ૪૫ લાખ યોજનાનું છે. તેનાથી બરાબર ઉપર સાત રાજુજતાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજના ઉપર સિદ્ધશિલા છે. તે પણ ૪૫ લાખ યોજન લાંબી અને પહોળી છે. મધ્યમાં ૮ યોજન જાડી છે અને ઘટતાં ઘટતાં બંને કિનારા પર માખીની પાંખ થકી પણ પાતળી એટલે કે અંગુલના અસંખ્યાતમાભાગની છે. આ લોકમાં આઠ પૃથ્વી છે. સાત નરક પૃથ્વી અધોલોકમાં છે. આઠમી ઇષત્નાભારા પૃથ્વી ઉદ્ગલોકમાં છે. તેને સિદ્ધશિલા કહેવાય છે. તે શ્વેતવર્ણ, નિર્મળ અને ઉલટા છત્રના આકારવાળી છે. તે સિદ્ધશિલાના એક યોજનના ઉપરના અંતિમ ગાઉના છઠ્ઠા ભાગમાં અર્થાત્ ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ પ્રમાણ સિદ્ધ ક્ષેત્ર છે. જેમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. શ્રીમદ્જ ચંદ્રજી અપૂર્વઅવસર' કાવ્યની ગા. ૧૮માં સિદ્ધોનું વર્ણન કરે છે. એક પરમાણુમાત્રની મળે ન સ્પેશના, પૂર્ણ કલંકરહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો.” અર્થ: (હવે તો) પુદ્ગલના એક પણ પરમાણુનો સ્પર્શ રહ્યો નથી. કોઇ પણ જાતની મેળવણી કે ડાઘ વિનાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું છે. આથી આત્મા પરમ વિશુદ્ધ, નિરંજન, ચૈતન્યમૂર્તિ, અજોડ, અગુરુલઘુ, અમૂર્ત એવા પોતાના સહજ પદપર અચળ સ્થિરતા પામે છે. આમ, અવ્યવહારરાશિથી લઇ મોક્ષ સુધીની ભવ્ય જીવોની યાત્રા અહીં સુખદ વિરામ પામે છે. સમાધિશતકમાં હિતોપદેશ આપતાં પૂર્વચર્ય કહે છે: : - રાગાદિકપરિણામ યુત, મન હિ અનંત સંસાર; તે હિજરાગાદિકરહિત, જાને પરમ પદ સાર.”(સમાધિશતક-૩૮) અર્થ: સંસાર અને સિદ્ધ શિલાનો ભેદ જાણવા ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવાની જરૂર નથી. બંધન અને મુકિતની લક્ષ્મણ રેખા ઘણી જ સ્પષ્ટ છે. રાગ દ્વેષના પરિણામવાળું મન એ જ અનંત સંસાર છે. રાગાદિથી રહિત મન પોતે જ સિદ્ધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386