________________
૩૩૯
પાંચમા અધ્યાયના છઠ્ઠા ઉદેશ આદિમાં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે. ૧) અશરીરી સિદ્ધ ભગવાન અશરીરી છે કારણકે કર્મજન્ય ઔદારિક, તેજસ અને કામણ શરીરથી સર્વથા મુકત છે. ૨) જીવઘનઃ સિદ્ધ થતાં પહેલાં જ શૈલેશીકરણના સમયે આત્મપ્રદેશો ઘનીભૂત - નક્કર થઇ જાય છે તેથી સિદ્ધોને ‘જીવઘન' કહેવાય છે. યોગનિરોધની પ્રક્રિયાના સમયે શરીરમાં મુખ, કાન, પેટ આદિ પોલાણવાળા ભાગો આત્મ પ્રદેશોથી પરિપૂર્ણ થાય છે. શરીરના અન્ય ભાગો સંકોચાતા જાય છે. પ્રત્યેક મનુષ્યના શરીરમાં ૧/૩ (ત્રીજો) ભાગ જેટલું પોલાણ હોય છે. તેથી આત્મપ્રદેશો પણ ત્રીજા ભાગ જેટલા સંકોચાઇને ઘનરૂપ થાય છે. તે ઘનભૂત થયેલા આત્મપ્રદેશો જ સિદ્ધ ક્ષેત્રમાં શાશ્વતકાળ પર્યત સ્થિત થાય છે. તેથી સિદ્ધોની અવગાહના અંતિમ શરીરની અવગાહનાથી ત્રીજો ભાગ ન્યૂન રહે છે. દા.ત. બદષભદેવ ભગવાનની ચરમ શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની હતી. તેમના સિદ્ધ સ્વરૂપની અવગાહના ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગુલની છે. ૩) સિદ્ધાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ ક્રમશઃ સાકાર અને અનાકાર ઉપયોગ યુક્ત હોય છે. સમસ્ત કર્મોનો ક્ષય થતાં આત્મગુણો પ્રગટે છે, તેમ છતાં જ્ઞાન અને દર્શન આ બે ગુણની પ્રધાનતાની અપેક્ષાએ સિદ્ધો જ્ઞાન-દર્શન સહિત તેમજ સાકાર-નિરાકાર ઉપયોગ સહિત હોય છે. કેવળજ્ઞાનથી ત્રણે લોકના ત્રણે કાળના સર્વ પદાર્થોને વિશિષ્ટ રીતે જાણે છે જયારે કેવળદર્શન દ્વારા તે પદાર્થોને સામાન્યપણે જાણે છે. ૪) નિષ્ઠિતાર્થ, કૃતાર્થ, કૃતકૃત્ય: સિદ્ધ ભગવાનનાં સર્વ કાર્યો સિદ્ધ થઇ ગયાં હોવાથી તે કૃતકૃત્ય બન્યા છે. તેમને હવે કોઇ કાર્યશેષ કરવાનું રહેતું નથી. ૫) કર્મરાજ રહિતઃ સિદ્ધો બધ્યમાન અને ઉદયમાન બંને પ્રકારના કર્મોથી રહિત છે. ૬) નિષ્કપઃ સિદ્ધોમાં કંપન ક્રિયાનો અભાવ હોવાથી તેમના આત્મપ્રદેશો સંપૂર્ણ રીતે નિષ્કપ છે. (૦) વિતિમિરાઃ અજ્ઞાનરૂપી અંધકારથી સિદ્ધો રહિત છે. ૮) વિશુદ્ધાઃ સિદ્ધો વિજાતીય દ્રવ્યોના સંયોગથી રહિત પૂર્ણ વિશુદ્ધ છે. ૯) શાશ્વત અનાગત ભવિષ્યમાં તેઓ કયારેય અવતાર ધારણ કરશે નહિ તેમજ સદાકાળ શાશ્વત સ્થિતિમાં સિદ્ધાલયમાં સ્થિત રહેશે. ૧૦) અનિયતાકાર સંરથાનઃ ચરમ શરીરનો પોલાણવાળો ભાગ પૂરાઇ જતાં પૂર્વનો આકાર બદલાઇ ભિન્ન પ્રકારનું અનિચત આકૃતિવાળું સંસ્થાન થાય છે. વાણી વડે તેનો આકાર કહી શકાતો નથી. ૧૧) અવેદી: સિદ્ધ ભગવાન સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદથી રહિત છે. તેઓ અશરીરી હોવાથી દ્રવ્ય વેદ નથી અને નોકષાય ચારિત્રમોહનીય કર્મનો અભાવ હોવાથી ભાવવેદ પણ નથી. તેઓ અવેદી છે. ૧૨) અવેદનાઃ શાતા કે અશાતા વેદનીય કર્મનો અભાવ હોવાથી વેદનારહિત છે. ૧૩) નિર્મમ-નિસંગઃ સિદ્ધ ભગવાન બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી રહિત હોવાથી નિર્મમ અને અસંગ હોય છે. ૧૪) સંસારથી મુકતઃ તેઓ ચાર ગતિના ભ્રમણરૂપ સંસારથી સર્વથા મુકત અને અલિપ્ત છે. ૧૫) અસંસ્થાનઃ સિદ્ધોમાં શરીરન હોવાથી કોઇ સંસ્થાન (આકાર)નથી. ૧૬) તેઓ ઔત્સુકય આદિવૈભવિક ભાવોથી સર્વથા નિવૃત્ત હોવાથી પરમ સંતુષ્ટ છે. અનંતકાળ સુધી તેઓ ત્યાં તૃપ્ત રહે છે.
શ્રી આચારાંગ સૂત્ર'ના પ્રથમ શ્રુતસ્કંધના “લોકસાર' નામના પાંચમા અધ્યયનના છઠ્ઠા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org