Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 374
________________ 330 ૧) એકત્વાનુપ્રેક્ષાઃ જીવ એકલો પરિભ્રમણ કરે છે અને સુખ દુઃખ એકલો જ ભાગવે છે, તે પ્રકારનું ચિંતના કરવું. ૨) અનિત્યાનુપ્રેક્ષાઃ જગતના પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું. ૩) અશરણાનુપ્રેક્ષા: આ સંસારમાં કોઇ કોઇને શરણભૂત નથી, તે પ્રકારનો વિચાર કરવો. ૪) સંસારાનુપ્રેક્ષા: ચતુર્ગતિરૂપ સંસારનો વિચાર કરવો. એકત્વ અનુપ્રેક્ષા અહંકારનો નાશ કરે છે. અનિત્ય અનુપ્રેક્ષા મમકારનો વિલય કરે છે. અશરણા અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા જીવને સ્વાવલંબી બનાવી આત્મભાવમાં સ્થિર કરે છે. આ રીતે ધર્મધ્યાનના આલંબન અને અનુપ્રેક્ષાથી ધર્મધ્યાન પરિપુષ્ટ થાય છે. | ધર્મધ્યાનના પ્રકારોથી તેના ધ્યેયનું જ્ઞાન થાય છે. જ્ઞાનની પ્રક્રિયામાં લક્ષણો અને આલંબનો. સમજવા જરૂરી છે. એકત્વ આદિ ચાર અનુપ્રેક્ષા દ્વારા ધર્મધ્યાનમાં સ્થિર થવાય છે. (૪) શુકલધ્યાનઃ વજaષભનાચ નામના ઉત્તમ સંઘયણના ધારક અપ્રમત્ત સંયત મોહનીય કર્મનું ઉપશમના કે ક્ષપણ કરવા ઉધત થાય છે ત્યારે પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધિથી પ્રવર્ધમાન પરિણામવાળા બને છે ત્યારે અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકમાં પ્રવેશે છે. ત્યાં પ્રથમ શુકલધ્યાનનો પ્રારંભ થાય છે. ઉપશાંતા કષાયી અને સમભાવી સાધક આ ધ્યાન કરી શકે છે. શુકલધ્યાનના ચાર પ્રકાર છે: (૧) પૃથકત્વ વિતર્ક સવિચાર (૨) એકત્વ વિતર્ક અવિચાર (૩) સૂમક્રિયા અનિવૃત્તિ (૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. યોગની દષ્ટિની તરતમત્તા આ પ્રકારોમાં દર્શાવેલી છે. મન, વચન અને કાયાનું નિર્ધન એકી સાથે થતું નથી. પ્રથમના બે પ્રકાર છગ્રસ્થ સાધક માટે છે અને પછીના બે પ્રકાર કેવળજ્ઞાની માટે છે. ૧) પૃથત્વ વિતર્ક સવિચારઃ કૃતનું અવલંબન લઇને કોઇ એક દ્રવ્યને ધ્યાનનો વિષય બનાવીને તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપ ભંગોનું તથા મૂર્તત્વ, અમૂર્તત્વ આદિ પર્યાયોનું અનેક નયની અપેક્ષાએ ચિંતન કરતાં એક પર્યાયથી બીજી પર્યાય પર, એક અર્થથી બીજા અર્થ તરફ, એક યોગથી બીજા યોગ પર આ રીતે ચિત્તવૃત્તિનું પરિવર્તન (સંક્રમણ) કરતાં જે ધ્યાન થાય છે તે પૃથફત્વ વિતર્ક સવિચાર' કહેવાય છે. (વિતર્ક= ભાવશ્રુતના આધારેદ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન કરવું. સવિચાર= અર્થ, વ્યંજન અને યોગનું પરિવર્તન) ૨) એકત્વ વિતર્ક અવિચારઃ શ્રુતના આધારથી અર્થ, વ્યંજન, યોગના સંક્રમણથી રહિત એક પર્યાય વિષયક ધ્યાન તે એકત્વ વિતર્ક અવિચાર' છે. આ શુકલધ્યાનના બીજા પાયામાં વિતર્ક એટલે શ્રુતનું અવલંબન હોય, છે પરંતુ ચિત્તવૃત્તિ (વિચાર) નું પરિવર્તન નથી હોતું. કોઇ એક પર્યાય પર નિષ્કપ દીપશિખાની જેમ મન સ્થિર બની જાય છે અને પરિણામ સ્વરૂપ તેની પ્રજવલિત અગ્નિમાં સમસ્ત કષાયો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની સર્વ પ્રકૃતિઓનો નાશ થાય છે. ઘાતી કર્મોનું આવરણ દૂર થતાં અનંતજ્ઞાન, દર્શનના ધારક સયોગી જિન બની તેરમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. . ૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિઃ તેરમાં ગુણસ્થાનક વર્તી સયોગી જિનનું આયુષ્ય જયારે અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે સયોગી જિન બાદર તથા સૂક્ષ્મ મનયોગ, વચનયોગનો વિરોધ કરી, સૂક્ષમ કાયયોગનું આલંબન લઇ જે ધ્યાનની પ્રક્રિયા કરે છે, તે સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ' કહેવાય છે. આ સમયે શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયા શેષા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386