Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 372
________________ • તિપનથી : સાસુવહાવવા, જ પરિદેવનથી કરુણાજનક વિલાપ કરવો. (૨) રૌદ્રધ્યાનઃ નિર્દયી, દૂર, ઘાતકી કૃત્યો કરતી વખતે ચિત્ત કઠોર ભાવવાળો બને છે. તે વખતના આત્મપરિણામને રૌદ્રધ્યાન કહેવાય છે. જેમાં જીવ સ્વભાવથી દરેક પ્રકારના પાપાચાર કરવામાં તત્પર હોય છે. તેને પાપનો ડર લાગતો નથી, પરલોકની ચિંતા હોતી નથી. રૌદ્રધ્યાનના ચાર પ્રકાર છે: ૧) હિંસાનુબંધી હિંસક ચિંતન - જીવોને મારવા, પીટવા, દુઃખ દેવાના વિચાર કરવા અને તેવી પ્રવૃત્તિમાં અત્યંત આનંદમાનવો. ૨)મૃષાનુબંધી અસત્ય ભાષણ ચિંતન જૂઠું બોલવું, બીજાને ઠગવા, કઠોર વચન બોલી બીજાને ત્રાસ આપવામાં આનંદમાની તેવા જ વિચારો અને કાર્યોમાં રમવું. ૩) સેનાનુબંધી : ચૌર્ય કર્મ ચિંતન - ચોરી, લૂંટવગેરેના વિચારો. ૪) સંરક્ષણાનુબંધી : સ્વસંરક્ષણ હેતુ કલુષિત અને પરોપઘાતકારી ચિંતન - ધન, ધાન્ય, પરિગ્રહ પૈસા વગેરેના સંરક્ષણમાં જ વ્યાકુળ રહે. રૌદ્રધ્યાનનાં ચારલક્ષણો: ૧) ઉત્સજ દૌષ એક પાપમાં સંલગ્ન રહેવું- હિંસા, અસત્ય વગેરેમાંથી કોઇએકપાપમાં પ્રવૃત્તિ કરવી. ૨) બહુદોષ અનેકપાપોમાં સંલગ્ન રહેવું. હિંસાદિ સર્વપાપકારી પ્રવૃત્તિમાં નિમગ્ન રહેવું. ૩) અજ્ઞાન દોષ: પાપકર્મને જ ધર્મ માનવો અને તેવા પ્રકારની પ્રરૂપણા કરવી. કુશાસ્ત્રના સંસ્કારથી હિંસાદિ અધાર્મિક કાર્યને ધર્મરૂપ માનવાં. ૪) આમરણાન્ત દોષઃ પાપનો કયારેય પશ્ચાતાપ ન કરવો. મરણકાળ સુધી હિંસાદિ કાર્યોનું પ્રાયશ્ચિતન લેવું. (૩) ધર્મધ્યાન : ધર્મધ્યાન = તત્ત્વનો સાક્ષાત્કાર. આત્મગુણોનું ધ્યાન તે ધર્મધ્યાન છે. આત્મતત્ત્વના સાક્ષાત્કાર માટે થતી પ્રવૃત્તિને અને તેમાં થતી ચિત્તવૃત્તિની એકાગ્રતાને ‘ધર્મધ્યાન' કહેવાય છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, મૈત્રી આદિ ચાર ભાવનાઓનું ચિંતન કરવું તે ધર્મધ્યાન છે. • માનસિક ચંચલતા દૂર કરી ચિત્તને ધ્યાનમાં સ્થિર કરવા ધર્મધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે. ૧) આજ્ઞા વિચય: જિનાજ્ઞાનું ચિંતન કરવું. આગમમાં નિરૂપિત તત્ત્વોની તેમજ કર્મબંધનથી મુકિતની અને અરિહંતની આજ્ઞાની વિચારણા કરવી. ૨) અપાય વિજય : ચારે ગતિનાં દુઃખોનું ચિંતન કરવું તેમજ તેનાથી દૂર રહેવાના ઉપયોની વિચારણા કરવી. ૩) વિપાક વિચયઃ શુભાશુભ કર્મનાં ફળ વિષે ચિંતન કરવું, કર્મના પ્રભાવથી પ્રતિક્ષણ ઉદિત થવાવાળી પ્રક્રિયાઓના સંબંધમાં વિચાર કરવો. ૪) સંસ્થાન વિચયઃ આગમોકત ત્રણે લોકના સંસ્થાન સ્વરૂપનાં ચિંતનમાં મનને એકાવા કરવું અને સંસારના નિત્યાનિત્ય સ્વરૂપનું ચિંતન કરવું જેથી વૈરાગ્ય ભાવના સુદઢ બને છે. ઉપરોક્ત ચાર ભેદોના માધ્યમે સાધક ધર્મધ્યાનમાં પ્રવિષ્ટ થાય છે. ધર્મધ્યાન જીવને મુકિત પામવામાં સહાયક હોવાથી સમકિત પામ્યા પછી જ ધર્મધ્યાનની શરૂઆત થાય છે. ધર્મધ્યાનના અન્ય પ્રકારે ચાર ભેદ જોવા મળે છે. (૧) પિંડરથ ધ્યાન (૨) પદસ્થ ધ્યાન (૨) રૂપસ્થા ધ્યાન (૪) રૂપાતીત ધ્યાન; જેમાં ક્રમશઃ શરીર, અક્ષર (પદ), સર્વજ્ઞ અને નિરંજન સિદ્ધનું ચિંતન કરવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386