Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 375
________________ ૩૩૮ રહે છે અને સાધક અવસ્થાથી પાછા ફરતા નથી તેને સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ કહેવાય છે. તે શુકલધ્યાનનો ત્રીજો પાયો છે. ૪) સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ તેરમા ગુણસ્થાનકવર્તી સયોગી કેવળી સૂક્ષ્મ કાયયોગનો નિરોધ થવાથી. ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં યોગની પ્રવૃત્તિનો સર્વથા અભાવ હોવાથી અયોગી એવો આત્મા અક્રિય અને અપ્રતિપાતિ થઇ જાય છે. તે અવસ્થામાં સાધક આ શુકલધ્યાનનો ચોથો પાયો ધ્યાતા અઘાતી કર્મોની શેષ રહેલી ૮૫ પ્રકૃતિઓની પ્રતિ સમય અસંખ્યાત ગુણિત ક્રમથી નિર્જરા કરતાં અંતિમ સમયે કર્મલપથી સર્વથા મુક્ત થઈ પાંચ હસ્તાક્ષર ઉચ્ચારણ કાળ માત્ર રહી શીધ્ર જ ભવ વ્યાધિનો ક્ષય કરી સિદ્ધ : પરમાત્મા બની સિદ્ધાલયમાં બિરાજે છે. આ શુકલધ્યાનથી યોગક્રિયા સમુચ્છિન્ન એટલે વિનષ્ટ થઇ જાય છે. ત્યાંથી પતન થતું નથી તેથી તેનું નામ ‘સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ' સાર્થક છે. શુકલધ્યાનનો પ્રથમ પાયો ૮,૯,૧૦ મા ગુણસ્થાનકે હોય છે. સંજવલન કષાય રૂપ પવનની હાજરી હોવાના કારણે ધ્યાનરૂપી દિપકની જયોત સવિચાર (હલતી) છે. શુકલધ્યાન બીજો પયો ૧૧,૧૨ માં ગુણસ્થાનકે હોય છે. કષાયરૂપી પવનના અભાવે ધ્યાનની જયોત સ્થિર (અવિચારી) બની જાય છે. શુકલધ્યાનનો ત્રીજો પાયો તેરમા ગુણસ્થાનકના અંતિમ અંતર્મુહૂર્તમાં યોગનિરોધ સમયે હોય. છે. શુકલધ્યાનનો ચોથો પાયો ૧૪મા ગુણસ્થાનકે હોય છે. પ્રથમ બે ભેદમાં શ્રુતનું અવલંબન હોય છે જયારે પછીના બે ભેદોમાં શ્રુતના અવલંબનની આવશ્યકતા નથી, મનની સ્થિરતા એ છઘસ્થનું ધ્યાન છે. તે અંતર્મુહૂર્ત માત્ર રહે છે. યોગનો નિરોધ એ કેવળીનું ધ્યાન છે. ધ્યાન વિના કોઇ આત્માની મુકિત નથી. શુકલધ્યાનનાચારલક્ષણઃ ૧) અવ્યથ: પરિષહ ઉપસર્ગથી પીડિત થવા છતાં પણ વિચલિત ન થવું. ૨) અસમ્માહઃ દેવકૃત માયાથી પણ મોહિત ન થવું, પદાર્થવિષયક સૂક્ષ્મ મૂઢતાનો અભાવ થવો. ૩) વિવેકઃ સર્વ સંયોગથી આત્માને ભિન્ન માનવો, શરીર અને આત્માને ભિન્ન અનુભવવા. ૪) વ્યુત્સર્ગઃ શરીર અને ઉપધિથી મમત્વનો ત્યાગ કરી પૂર્ણ નિઃસંગ થવું. શુકલધ્યાનના ચાર આલંબનઃ ૧) ક્ષમા (વંતી) ૨) નિર્લોભતા (મુત્તી) ૩) સરળતા (Mવે) ૪) મૃદુતા (મદ્દવે). આ પ્રમાણે ચાર ધ્યાનનું સ્વરૂપ યથાર્થપણે જાણીને, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુકત બની ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં સ્થિત થવું તે જ અત્યંતર ધ્યાન તપ છે. ધર્મધ્યાનથી આત્માની બહિર્મુખી ચિત્તવૃત્તિ અંતર્મુખી બને છે. શુકલધ્યાનથી આત્મા આત્મભાવોમાં સ્થિત થાય છે. ધ્યાનથી કર્મબંધ અટકી જાય છે અને પૂર્વકૃત કર્મોની નિર્જરા થાય છે. આ રીતે ધ્યાન તપ દ્વારા આત્મા કર્મક્ષયની સાધનામાં સફળ થઇ મુક્તિ પ્રાપ્ત કરે છે. રોહિણેયમુનિ સિદ્ધપદનું અર્થાત્ રૂપાતીત (ધર્મધ્યાન) ધ્યાન ધરતા હતા. સિદ્ધનું સ્વરૂપ શ્રી ઔપપાતિક સૂત્ર વિભાગ - ૨, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૨, શ્રી આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386