Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 300
________________ ૨૬૩ (મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગાદિ) કર્મ બંધના કારણો વડે શુભાશુભ કર્મોનો કર્તા બને છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૩મા અ. ની પ્રથમ ગાથામાં સૂત્રકાર કહે છેઃ જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો ઉપાર્જન કરી સંસારમાં પરિભ્રમણ કરે છે.” જીવનો દરેક જન્મતેના પૂર્વ જન્મની અપેક્ષાએ પુનર્જન્મ છે. સર્વદુઃખોનો અંત કરવાનો ઉપાય બતાવતાં શ્રી સુધર્મા સ્વામી કહે છે: ___१०सणेह मे एगगमणा, मग्गं बुध्देहिं देसियं। जमायरंतो भिक्खू, दुक्रवाणंतकरे भवे ।। અર્થ: હે ભવ્ય જીવો! સર્વજ્ઞ ભગવાન દ્વારા ઉપદિષ્ટ અણગારમાર્ગને તમે એકાગ્ર ચિત્ત થઇને મારી પાસેથી સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષુદુઃખોનો અંત કરે છે. સંયમ એ સંવર સાધના છે. માનવભવ સાધનાનો સુવર્ણકાળ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' નાર૮મા અ. ની ૩૦ મી ગાથામાં ચારિત્ર ગુણની મહત્તા દર્શાવેલ છે: *णादंसणिस्सणाणं, णाणेण विणा ण हुंति चरणगुणा । अगुणिस्स णत्थि मोक्रवो, णत्थि अमोक्रवस्स णिव्वाणं ।।३०।। અર્થઃ સમ્યગદર્શન વિના જીવને સમ્યગજ્ઞાન નથી. સમ્યગજ્ઞાન વિના ચારિત્ર ગુણ પ્રગટે નહીં. સમ્યગચારિત્ર વિના જીવને કર્મથી મુકિત ન મળે. કર્મથી મુકિત વિના નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. સમ્યગદર્શન પૂર્વકનું ચારિત્ર અતિ ઉત્તમ છે, જે સમસ્ત કર્મોને ઉમૂલન કરી મુકતદશાના અનંત આનંદ આપે છે. - રોહિણેયકુમાર સંયમનો અનુરાગી બન્યો; તેનું મુખ્ય કારણ જિનેશ્વર ભગવંતની ચતુર્ગતિના પરિભમ્રણરૂપ દેશના છે. નિમિત્ત અને ઉપાદાનથી કાર્ય પૂર્ણ થાય છે. રાસનાયકને જો પગમાં કાંટો ન વાગ્યો હોત તો જિનવચન કાને પડયા ન હોત ભલે જિનવચન તેણે ઓધ સંજ્ઞા એ. સાંભળ્યા પરંતુ વારંવાર ભૂલવાની મથામણ કરતાં તે શબ્દો શીલાલેખ બની ગયા. અર્થાધારણાજ્ઞાન તેની સ્મૃતિપટપર ઝીલાયું જે અવસર આવતાં ઉહાપોહ થતાં ફરી સ્મૃતિરૂપે ઉદ્ભવ્યું. દેશનારૂપી નિમિત્ત સામગ્રીને ઉપાદાન એવો આત્મા અંતરપટ પર ઝીલે છે ત્યારે આત્મપરિણતિનું ઘડતર થાય છે. એકલા ઉપાદાન કે એકલા નિમિત્તથી કંઇ ન ઉપજે. જેમકે ઉપાદાના કારણભૂત આત્મામાં યોગ્યતા હોય પરંતુ તેને નિમિત્તભૂત શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પણ આત્મવિકાસ અટકે છે. ઉપાદાન અને નિમિત્તની સાથે પુરુષાર્થ, કર્મની લઘુતા, ભવ્યત્વ, નિયતિ ઇત્યાદિ પાંચે સમવાય કારણની મુખ્યતા અને ગૌણતાથી કાર્ય સંપન્ન બને છે. રોહિણેયકુમારના જીવનમાં પાંચ સમવાય ઉતારીએ. પાંચ સમવાયઃ સમવાય એટલે સુમેળ. આધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નતિ, પ્રગતિ કરવા માટે પાંચ સમવાય. કારણરૂપ બની રહે છે. જૈનદર્શન અનુસાર કાર્યના મૂળમાં પાંચ કારણ રહેલા છે, જે પાંચ સમવાયરૂપે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386