Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 345
________________ ૩૦૮ ૧૫) સુપાત્ર સમ્યકૃત્વાદિ સુરક્ષિત રહી શકે તેવી પાત્રતા હોય છે. ૧૬) ઉત્તમ : મિથ્યાત્વ કરતાં અનંતગુણી વિશુદ્ધ પર્યાયનો ધારક હોવાથી ઉત્તમ છે. ૧૦) કિયાવાદી પુણ્ય-પાપનાં ફળ અને બંધ-મોક્ષને માનનારો હોય. ૧૮) આસ્તિક: જિનેશ્વરનાં વચનો પરપ્રતીતિ કરનારો હોય. ૧૯) આરાધક : જિનેશ્વરની આજ્ઞાનો માનનારો હોવાથી આરાધક છે. ૨૦) જૈનમાર્ગનો પ્રભાવક: મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ રાખનારો, ગુણવંતોના ગુણકીર્તન કરે, ધર્મની ઉન્નતિના કાર્યોમાં ઉદાર, વિવેકી અને સંપત્તિનો વ્યય કરનારો હોવાથી જૈન ધર્મનો પ્રભાવક છે.. ૨૧) અહંતનો શિષ્ય : જિનેશ્વરના જ્યેષ્ઠ શિષ્ય સાધુ છે. લઘુ શિષ્ય તે શ્રાવક છે, તેથી શ્રાવકપણ અરિહંતના શિષ્ય છે. ઉપરોક્ત ૨૧ ગુણ તથા ૨૧ લક્ષણ યુક્ત 'સુશ્રાવક' કહેવાય છે. શ્રાવકના ત્રણ મનોરથ (શ્રી સ્થાનાંગ સૂત્ર, સ્થાન ૩) (૧) જ્યારે હું બાહ્ય આભ્યાંતર પરિગ્રહો ત્યાગ કરી શ્રાવકપણું અંગીકાર કરીશ? (૨) ક્યારે હું ગૃહસ્થાવાસનો ત્યાગ કરી અણગારધર્મ અંગીકાર કરીશ? (૩) જ્યારે હું અંતકાળે આરાધનાપૂર્વક સમાધિમરણને પ્રાપ્ત કરીશ? આ ત્રણ મનોરથની ચિંતવના શ્રાવક નિશદિન કરે છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરનાં આનંદ આદિ ૧૦ શ્રાવકોનાં કથાનક છે. તેમાં શ્રાવક જીવનનું તાદશ ચિત્ર પ્રગટ થયું છે. ગૃહસ્થ જીવનની પ્રત્યેક ફરજો પૂર્ણ કરી ક્રમે ક્રમે સાંસારિક પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ, શ્રમણભૂત જીવન જીવી, અંતિમ સમયની આરાધના કરી તેઓ એકાવનારી બન્યા. સમકિતની સ્થિરતા “આત્મા છે' આદિ પદની સમજણથી આવે છે. સર્વ જીવોને ધર્મના માર્ગે દોરવા માટે અરિહંત પદની પ્રાપ્તિ છે. અરિહંત પદ વીસ સ્થાનકની આરાધનાથી અને ઉર્તકૃષ્ટ કરુણા ભાવથી પ્રાપ્ત થાય છે. વિશંતિ સ્થાનક અથવા વીસ સ્થાનકની આરાધના: અરિહંત પદ પ્રાપ્ત કરનાર જીવાત્મા તેના આગલા ત્રીજા ભવે વીસ સ્થાનકની આરાધના કરે છે. ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત'ના દસમા પર્વના, પ્રથમ સર્ગમાં ભગવાન મહાવીરની અંતિમ આરાધનાનું વર્ણન છે. આ આરાધનામાં સંયમ અને કરુણાભાવની પ્રધાનતા છે. તે ભાવ જ્યારે ચરમ સીમાએ પહોંચે છે. ત્યારે જ અરિહંત પદની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ત્વના સર્ભાવમાં તીર્થકર નામકર્મબંધાય છે. વીસસ્થાનકનાં વીસપદઃ ૧) અરિહંત પદઃ ધર્મતીર્થની સ્થાપના કરી સર્વ જીવોને ધર્મપમાડું, જગત કલ્યાણની અવિરત વિરાટ ભાવના અરિહંત પદની યોગ્યત અપાવે છે. • ૨) સિદ્ધ પદઃ વિશ્વના સમસ્ત જીવોને અને મને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય તે માટે તપ-સંયમની સાધના કરાવવામાં નિમિત્ત બનું.” ૩) પ્રવચન પદ સભ્યશ્રુત અને સમ્યક્રચારિત્ર પદની આરાધના કરવાથી આત્મશુદ્ધિ થતાં અરિહંતપદ મળે છે. ૪) આચાર્ય પદ ગણધર ભગવંતોની અનુપસ્થિતિમાં જગતના સર્વ જીવોને અક્ષય, અવ્યાબાદ સુખ પ્રાપ્ત કરાવનાર ધર્મતીર્થના રક્ષક આચાર્યની ભક્તિ કરું છું,’ એવી સાધક ઉત્કૃષ્ઠ ભાવના ભાવે છે, તેથી અરિહંતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386