________________
૩૧૮
6) પ્રાણીઓનો ઉપઘાત (નાશ) કરવો. ૮) હંમેશાં મનમાં કષાયયુક્ત રહેવું. ૯) પ્રગટમાં ક્રોધ કરવો. ૧૦) પીઠપાછળ નિંદા કરવી. ૧૧) વારંવાર નિશ્ચયથારી ભાષા બોલવી. ૧૨) નિત્ય નવાં અધિકરણ-લેશ વગેરે ઉત્પન્ન કરવાં. ૧૩) શાંત પડી ગયેલા કલહને પુનઃ ઉત્તેજીત કરવા. ૧૪) સચિત્ત રજ સહિત હાથ આદિથી ભિક્ષા ગ્રહણ કરવી. ૧૫) અકાળમાં સ્વાર્થ કરવો અને કાળમાં સ્વાધ્યાય ન કરવો. ૧૬) કલહ-કલેશ કરવો. ૧૦) એકપ્રહાર વીતી ગયા પછી વિકાલમાં જોરથી બોલવું. ૧૮) કષાય ભાવોથી બોલબોલ કરવું. ૧૯) સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખાધા કરવું. ૨૦) એષણા સમિતિનું પાલન ન કરવું, અનએષણીય આહારાદિ ગ્રહણ કરવા.
સંયમમાં લાગતા ઉત્તર ગુણોના દોષોને ‘અસમાધિ સ્થાન' કહે છે, આ દોષોના સેવનથી સંયમમાં હાનિ, વિરાધના થાય છે. આ દોષોનો ત્યાગ કરી સાધુજીવનચર્યા કરે છે.
શ્રીમદ્દાજચંદ્રજી અપૂર્વ અવસર' કાવ્યમા ગા-પમાં સાધુજીવન ચર્યાના સંદર્ભમાં કહે છે?
સંયમના હેતુથી યોગ પ્રવર્તના,
સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો.” અર્થ : મન, વચન અને કાયાના પ્રત્યેક યોગોનું પ્રવર્તન માત્ર સંયમના અર્થે જ થાય છે, સંયમ પણ સ્વરૂપલક્ષી જ હોય અને સ્વરૂપલક્ષિતા જિનેશ્વર દેવોની આજ્ઞા અનુસાર જ હોય છે.
સાધુને નિગ્રંથ કહેવાય છે. રાગ-દ્વેષાદિ ગ્રંથિ રહિત તથા ગ્રંથિનો નાશ કરવા જે પુરુષાર્થ શીલ હોય તેને 'નિર્ચથ' કહેવાય છે, બાહ્ય અને આત્યંતર પરિગ્રહ રહિત સાધુ, શ્રમણ, અણગાર કહેવાય છે. સાધુના સત્તાવીસ ગુણોઃ
(૧ થી ૫) પાંચ મહાવ્રતો પાળે, (૬ થી ૧૦) પાંચ ઈન્દ્રિયના વિષયોથી નિવર્તે, (૧૧ થી ૧૪) ચાર પ્રકારના કષાયથી નિવર્તે, ૧૫) મન નિયંત્રણ, ૧૬) વચન નિયંત્રણ, ૧૦) કાચ નિયંત્રણ ૧૮) ભાવ સત્ય, ૧૯) કરણ સત્ય, ૨૦) જીગ સત્ય, ૨૧) નાણ સંપન્નતા, ૨૨) દંસણ સંપન્નતા, ૨૩) ચરિત્ત સંપન્નતા, ૨૪) ખેતી (ક્ષમાવંત), ૨૫) સંવેગ (સદા વૈરાગ્યવંત), ૨૬) વેદનીય સમ અહિયાસણયાએ વેદનાને સહન કરનારા), ૨૦) મરણાંતિય સમ અહિયાસણયાએ (મરણના દુઃખને સહન કરનારા).
આમ, સાધુસત્તાવીસ ગુણોના ધારક હોય છે. શ્રી સમવાયાંગસૂત્રના ૨૭મા સમવાયમાં આ પ્રમાણે છે. દિગંબર સંપ્રદાય મુનિરાજનાં ૨૮મૂળગુણો બતાવે છે.
૧) પાંચ મહાવ્રત, ૨) પાંચ સમિતિ, ૩) પાંચ ઈન્દ્રિયોનો વિષય નિગ્રહ, ૫) છ આવશ્યક, ૦) અન્વગુણ કેશ લોચન, વસ્ત્ર ત્યાગ, અસ્નાન, ભૂમિશયન, અદંતધોવન, ઊભા ઊભા ભોજન, દિવસમાં એકવાર અલ્પ આહાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org