Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 367
________________ 330 , વ છે. (૩) શીત પરિષહ: અતિશય ઠંડીની વેદના એ શીત પરિષહ છે. શીત કાળમાં મર્યાદિત વસ્ત્રો રાખી ઠંડીની પીડાને સહન કરે પણ અગ્નિ આદિની ઈચ્છાન કરે તે શીત પરિષહ જય છે. (૪) ઉષ્ણ પરિષહ: અતિશય તાપની વેદના એ ઉષ્ણ પરિષહ છે. ઉનાળામાં સૂર્યના ધોમધખતા તાપથી વ્યાકુળ બની, મુનિ ઠંડક આદિ સુખના સ્થાનની ઈચ્છા ન કરે. વળી, પાણીથી સ્નાન, પંખાનો ઉપયોગ પણ ન ઈચ્છે એ ઉષ્ણપરિષહ જય છે. (૫) દંશમશક પરિષહ: ડાંસ, મચ્છર, માંકડ આદિના ઉપદ્રવથી થતી વેદના એ દંશમશક પરિષહ છે. ઉપદ્રવવાળા સ્થાનને છોડી અન્ય સ્થાને ન જાય તેમજ દેહપીડકજીવો પ્રત્યે દ્વેષ ભાવ ન લાવે, એ દંશમશક પરિષહજય છે. (૬) અચલ પરિષહ: શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ-અલ્પ મૂલ્યવાળાં, મર્યાદિત વસ્ત્રો ધારણ કરવાં એ અચેલ પરિષહ છે.જિનકલ્પી મુનિ અચેલક હોય છે, તેમાં લજ્જા ન રાખે એ અચેલ પરિષહજય છે. (૦) અરતિ પરિષહ . અસુવિધાને કારણે સંયમ પાલનમાં અરતિ-અણગમો થાય તે અરતિપરિષહ છે. શુભ ભાવનાથી, ચિત્તને સ્વસ્થ કરી સંયમમાં ઉધમ કરવો એ અરતિ પરિષહ જય છે. (૮) સ્ત્રી પરિષહ: સ્ત્રી સ્વ સમક્ષ હાસ્યાદિ ચેષ્ટા કરે છે કે ભોગ-પ્રાર્થનાદિ કરે તે સ્ત્રી પરિષહ છે. સ્ત્રીની ચેષ્ટા સમક્ષ ધ્યાન ન આપે, સ્ત્રીના સંસર્ગથી દૂર રહી મન અને ઈન્દ્રિયોનું નિયંત્રણ કરે તે સ્ત્રી પરિષહ જય છે. સિંહ ગુફાવાસી મુનિનું સ્ત્રી પરિષહથી પતન થયું જ્યારે સુદર્શન શ્રેષ્ઠીએ આ પરિષહપર વિજય મેળવ્યો. (૯) ચર્ચા પરિષહ: ચર્ચા = વિહાર, વિહારમાં પથ્થર, કાંટા આદિ પ્રતિકૂળતા આવે એ ચર્ચા પરિષહ છે. મુનિએ એક સ્થાને નિયતવાસન કરતાં ગ્રામાનુગ્રામ વિહાર કરવો તે ચર્યાપરિષહ જય છે. (૧૦) નિષધાપરિષહ: નિષધાના બે અર્થ છે. (૧) ઉપાશ્રય (૨) બેસવું. અનભ્યસ્ત, અપરિચિત સ્મશાન, ઉધાન, ગુફા, શૂન્ય ઘર, ખંડેર કે ઊંચી નીચી જમીનવાળી જગ્યામાં, સ્ત્રી-પશુ-નપુંસકરહિત સ્થાનોમાં અમુક સમય સુધી આસન લગાવી અડગ રહેવું, ઉપસર્ગ થાય તો ભયભીત ન થતાં સમભાવપૂર્વક, નીડરતાથી સહન કરવું એ નિષધાપરિષહ જય છે. (૧૧) શય્યા પરિષહઃ અનુકૂળ કે પ્રતિકૂળ શય્યાની પ્રાપ્તિ એ શય્યા પરિષહ છે. અનુકૂળ શય્યા મળતાં હર્ષ ન પામવો અને પ્રતિકૂળ શય્યા મળતાં ખેદનપામવો એ શય્યાપરિષહ જય છે. (૧૨) આક્રોશ પરિષહઃ - કોઈ અજ્ઞાની - દ્વેષી આક્રોષ- તિરસ્કાર કરે તે આક્રોશ પરિષહ છે. આક્રોશયુક્ત, કઠોર, નિંદારૂપ, અસભ્ય વચનને સાંભળવા છતાં ચિત્તને પ્રસન્ન રાખી સહન કરવું તે આક્રોશ પરિષહ જય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386