Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 366
________________ ૩૨૯ અર્ધ (અસાધારણ) બળ હોય છે. તે નિદ્રાનો વિયોગ હોય ત્યારે પણ તે મનુષ્યમાં બીજા પુરુષોથી ત્રણ ગણું કે ચાર ગણું બળ હોય છે. આ નિદ્રાનરકગામી જીવને જ હોય છે.” શ્રી ભગવતી સૂત્ર’ શ૧૨, ઉ.૨, સૂ.૧૧ માં વીરપ્રભુની શય્યાતરી અને મૃગાવતી શ્રાવિકાની નણંદ જયંતી શ્રાવિકાએ પ્રભુને પ્રશ્ન કર્યો કે, “હે ભગવંતા સુવું સારુ કે જાગવું સારું ?' પ્રભુએ ઉત્તર આપ્યો, “અધર્મીજનો અધર્મમાં રાચેસાચે છે તેથી તેઓ સૂતા જ સારા છે જયારે ધમ જીવો આત્માને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડે છે તેથી તેઓ જાગતા જ સારા છે.” રોહિણેય મુનિએ કર્મનો સંકેલો કરવા અપ્રમત્ત બની સાધના શરૂ કરી. સતત કર્મ નિર્જરાનું નિદિધ્યાસન આત્મા અને કર્મના જંગમાં આત્માને વિજયી બનાવે છે. રોહિણેય મુનિની વિશુદ્ધિ તરફની ગતિ વેગવંતી બની. તેમણે પરિષહો અને ઉપસર્ગો પર વિજય મેળવ્યો. પરિષહ: પરિ + ષહ = પરિષહ. પરિ = ચારે બાજુથી; ષહ = સહન કરવું. કષ્ટ, દુઃખ, સમતાભાવે, આત્મલક્ષે સહન કરવાં પરંતુ સંયમમાર્ગથી ચલિત ન થવું. મોક્ષમાર્ગમાં સ્થિર થવા અને કર્મનિર્જરા અર્થે સખ્યપ્રકારે સહન કરવું તે પરિષહ છે. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્ય'માં પરિષહની વ્યાખ્યા કરતાં કહ્યું છે. . परिसोढव्याजइणा मग्गा विच्चुइ विणिज्जराहेऊ। जुत्तो परीसहा ते नुहादओ होंति बाविसं ।।३००४।। અર્થ: મોક્ષમાર્ગમાં સ્થિર રહેવા અથવા વિશેષ નિર્જરા હેતુ જે વિશેષ સહન કરવા યોગ્ય છે તેને પરિષહ કહેવાય છે. તે પરિષહ સુધા, પિપાસા વગેરે બાવીસ છે. “શ્રી તત્ત્વાથધિગમ સૂત્ર'માં વાચક ઉમાસ્વાતિજી પણ તેવું જ કહે છે. | મા વ્યવનનિર્નાર્થરિસોઢવ્યા પૂરીષ8:/૬૮// અર્થઃ સમ્યગદર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરિષહ છે. “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ના બીજા અધ્યયનમાં બાવીસ પરિષહોનું વિસ્તૃત વર્ણન છે. (૧) સુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક (૬) અચેલ (૦) અરતિ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નિષધા (૧૧) શય્યા (૧૨) આક્રોશ (૧૩) વધ (૧૪) યાચના (૧૫) અલાભ (૧૬) રોગ (૧૦) તૃણ સ્પર્શ (૧૮) મલ (૧૯) સત્કારપુરસ્કાર (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન (૨૨) દર્શન. (૧) ક્ષુધા પરિષહ: અતિશય ભૂખની વેદના એ સુધા પરિષહ છે. સુધાને સમભાવે સહન કરવી. જો સહન ન થાય તો સંયમી શ્રમણ ગોચરી લાવી સુધા શાંત કરે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિર્દોષ આહાર ગ્રહણ કરે અને ન મળે તો દોષિત આહારતો ન જ ગ્રહણ કરે. મનને મક્કમ બનાવી સુધાને સહન કરે તે ક્ષુધા જય છે. (૨) પિપાસા પરિષહ : અતિશય તૃષાની વેદના તે પિપાસા પરિષહ છે. તરસને સમભાવે સહન કરે પરંતુ અચિત્ત, અકલ્પનીય જળ ગ્રહણ ન કરે. મુખ અત્યંત સુકાતું હોય છતાં પ્રસન્નતાથી સહન કરે તે પિપાસા પરિષહ જય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386