Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 365
________________ ૩૨૮ વાનગીઓ બની હતી. તેનો સ્વાદ દાઢમાં છે. અથવા કોઇના જન્મદિવસની મહેફિલમાં ગયા ત્યાં જમવામાં કોઇ સ્વાદ જ ન હતો વગેરે. ૫) મૃદ્ધીકથા શ્રોતાના ચિત્તને મૃદુ બનાવે તે “મૃદ્ધીકથા' છે. જેમકે, “હે પુત્ર! હે વત્સ!અમને આમ નિરાધાર મૂકી તુપ્રવ્રજિત થઇશ?'' જેમાં પુત્રના હદયમાં કરુણા ઉત્પન્ન કરાવે તેવા ભાવ હોય છે.' ૬) દર્શનભેદિનીકથાઃ જેમાં અન્ય દર્શનીઓના ધર્મ, તહેવાર, ક્રિયાકાંડની પ્રશંસા કરવામાં આવે છે તે ‘દર્શનભેદિની કથા છે. જેમકે, બુદ્ધનું શાસન કઠોર તપ ઇત્યાદિને અવગણે છે તે યોગ્ય છે. વળી બુદ્ધ ધર્મ સૂક્ષ્મ અર્થ જણાવનારું હોવાથી સાંભળતા યોગ્ય છે. સ્વામીનારાયણના ઉપવાસમાં ફરાળ ખાઇ જલસા કરવાના હોય છે તેથી તેવા ઉપવાસ યોગ્ય છે ઇત્યાદિ. ૦) ચારિત્રભેદિનીકથાઃ જેમાં વ્રત ગ્રહણ કરેલા અથવા વ્રત લેવાને તત્પર થયેલા પુરુષના ચારિત્ર સંબંધી વિચારનો ભેદ કરવામાં આવે છે તે ચારિત્રભેદિનીકથા' છે. જેમકે વર્તમાન અવસર્પિણી કાળના પાંચમા દુષમ' નામના આરામાં કેવળી ભગવંત નથી. તેમના વિના ચારિત્રની શુદ્ધતા કે અશુદ્ધતા કોણ જાણી શકે? તેથી આ કાળમાં ચારિત્ર ગ્રહણ કરવું નકામું છે. વળી, બહુ પ્રમાદવાળા આ કાળમાં શું ચારિત્ર લઈને શું માત્ર દેહને પીડિત કરવો? ગિરિના શિખર પરથી પડવું સહેલું છે પરંતુ ચારિત્ર પાળવું અત્યંત દુષ્કર છે. આજે યથાખ્યાત ચારિત્ર તો વિચ્છેદગયું છે માટે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવો એ જ શ્રેષ્ઠ છે.” વિકથાનો સમાવેશ શાસ્ત્રકારોએ પ્રમાદમાં કર્યો છે. मज्जं विसयकसाया, निद्दा विकहायपंचमी भणिया । एएपंच पमाया, जीवं पाङति संसारे।। અર્થ: મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથાએ પાંચ પ્રમાદ છે. આ પાંચ પ્રમાદ જીવાત્માને સંસારમાં પાડે છે. તેથી પૂર્વાચાર્યો કહે છે; જે રાત દિવસો જાય કરતાં સદ્દધર્મની આરાધના, તેહી જ સફળ જાણ ચેતન રાખ ન તેમાં મના; રત્નો કરોડો આપતાં પણ જે ક્ષણ ગયેલી ના મળે, ઉપદેશપ્રભુ મહાવીરનો સંભારજે તું ક્ષણે ક્ષણે.” વિકથાથી આત્મા કર્મોથી દંડાય છે તેથી રોહિણેય મુનિએ સંયમ પર્યાયમાં વિકથાનો ત્યાગ કરી ધર્મ કથા કરી. તેમણે સંયમ જીવનમાં બાધક નિદ્રા નામના પ્રમાદનો પણ ત્યાગ કર્યો. નિદ્રા નિદ્રા= ઊંઘ. દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા આવે છે. તે પાંચ પ્રકારની છે. (૧) નિદ્રા સુખેથી જાગૃત થવાય તેવી નિદ્રા. જેમકે ખખડાટથતાં જ ઉઠી જવાય તેવી અન્ય નિદ્રા. (૨) નિદ્રા-નિદ્રા દુખેથી જાગૃત થાય તેવી નિદ્રા. જેમકે ઢંઢોળીને ઉઠાડો ત્યારે ઉઠે તેવી નિદ્રા. (૩) પ્રચલા બેઠાં બેઠાં કે ઉભા ઉભા આવે તેવી નિદ્રા. (૪) પ્રચલા-પ્રચલા ઘોડા, બળદ વગેરેની જેમ ચાલતાં ચાલતાં આવે તેવી નિદ્રા. (૫) થીણદ્ધિ અથવા સ્થાનદ્ધિ વાસુદેવથી અર્ધાબળવાળી નિદ્રા. એ જિતકલ્પની વૃત્તિમાં કહ્યું છે, “સ્થાનદ્ધિ નિદ્રાનો જેને ઉદય થાય છે તે અતિ સંકિલષ્ટ પરિણામથી દિવસે જોયેલા અર્થને રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ઉઠીને પૂર્ણ કરે છે. તે સમયે તેના શરીરમાં વાસુદેવથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386