Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 356
________________ ૩૧૯ બ્રહાચર્ચની નવ ગુતિઃ (શ્રી ઠાણાંગસૂત્ર, સ્થાન-૯,સૂ. ૩) બ્રહાચર્યની નવ ગુપ્તિ એ ખેતરની વાડ સમાન છે.બ્રહ્મચર્ય સંયમ જીવનનો પ્રાણ છે. (૧)વસતિઃ બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસકરહિત સ્થાનમાં શયન, આસન કરવું. તેણે દૈવી, માનુષી ચિત્રો હોય તેવા સ્થાનોમાં વસવાટ ન કરવો કારણકે અગ્નિ પાસે રહેલો દારૂગોળો તરત જ સળગી ઉઠે છે, તેમ વિકારી ચિત્રોથી અંતરમાં અબ્રાનો વિકાર પ્રગટે છે. (૨) સ્ત્રીકથાઃ બ્રહ્મચારીએ એકાંતમાં સ્ત્રી સાથે વાર્તાલાપ ન કરવો. કેમકે જેમ લીંબુ અને આમલીને જોવા માત્રથી મુખમાં પાણી છૂટે છે, તેમ સ્ત્રી સાથે હાસ્ય, વિનોદ, ઠઠ્ઠામશ્કરી કરતાં મનમાં વિકારો ઉદ્ભવે છે. (૩) આસન બ્રહ્મચારીએ સ્ત્રીના આસન પર અંતર્મુહૂર્તવ્યતીત થયા પહેલાં બેસવું નહીં તેમજ સ્ત્રી સાથે એક આસને પણ ન બેસવું કેમકે જેમ અગ્નિ પાસે મૂકેલું ઘી પીગળવા માંડે છે, તેમ સ્ત્રી સહવાસથી કામાગ્નિ પ્રગટે (૪) અંગદર્શન: બ્રહ્મચારીએ સ્ત્રીનાં શરીરનાં અંગો મયરસથી અને ચકિત નયને નિહાળવા નહીં તેમજ મનોરમ અંગોપાંગનું સ્મરણ પણ ન કરવું કેમકે જેમ શશી દર્શનથી સાગરમાં આપોઆપ ભરતી આવે છે, તેમ સ્ત્રી દર્શન, સ્મરણથી વિષયોની ખણજ વધે છે. (૫) કુડયંતર : બ્રહ્મચારીએ ભીંતની પાછળ ઉભા રહી સ્ત્રી-પુરુષનો પ્રેમાલાપ સાંભળવો નહીં કેમકે જેમ મેઘગર્જનાથી મયુરનૃત્ય કરે છે, તેમ અન્યનો પ્રેમાલાપ પોતાને કામાંધ બનાવે છે. (૬) પૂર્વકીડાનું સ્મરણ : બ્રહ્મચારીએ પૂર્વે ભોગવેલાં કામભોગોનું સ્મરણ કરવું નહીં કારણકે જેમ ઇંધનથી અગ્નિ પ્રજવલિત થાય છે, તેમ કામભોગોના સ્મરણરૂપ ઇંધનથી કામાગ્નિ પ્રજવલિત બને છે. (૦) અતિ સ્નિગ્ધ આહાર : બ્રહ્મચારીએ અતિ પૌષ્ટિક આહાર ન કરવો કારણકે અતિ સ્નિગ્ધ આહાર વિકારવર્ધક હોય છે. તેનાથી વીર્ય ધાતુપુષ્ટ બને છે. વીર્યવર્ધક આહારથી વેદોદય જાગૃત થાય છે. (૮) અતિ આહાર બ્રહ્મચારીએ અધિક માત્રામાં આહાર-પાણી કરવાં નહીં તેમજ સ્ત્રીનાં મનોજ્ઞ રૂપ, શબ્દ અને કીર્તિ પ્રશંસાનું અનુસરણ કરવું નહીં કારણકે જેમ ચંદ્રની ચાંદનીથી સમુદ્રમાં ભરતી આવે છે, તેમ સ્ત્રીના કામ વિકારજન્ય શબ્દ ઇત્યાદિથી અબ્રા વકરે છે. (૯) શરીરવિભૂષા બ્રહમચારીએ શૃંગાર, વિભૂષા કે સુશોભનની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઇએ કારણકે જેમ ગરીબની પાસે રહેલું રત્ન ચોરાઈ જાય છે, તેમ અતિ શૃંગાર આદિવડે અન્ય વ્યકિતઓ દ્વારા બ્રહાચર્ય લૂંટાઇ જાય છે. બ્રહાયર્ચની સુરક્ષાથી પાંચે ઇન્દ્રિયો નિયંત્રિત થાય છે. ઇન્દ્રિય વિષયોમાં આસકત સાધક બ્રહ્મચર્યને ગુમાવી બેસે છે. સ્વામીનારાયણ સંપ્રદાયના આદિપુરુષ સ્ત્રી જાતિ ભણી દષ્ટિ કરતાં મોહ ઉત્પન્ન થવાનો સંભવા હોવાથી તેની તરફદષ્ટિપાત ન કરવાનું સૂચન કર્યું છે. જેમ બ્રહ્મચર્યની સુરક્ષા હેતુ શાસ્ત્રકારો નવ પ્રકારની બ્રહાચર્યની ગુપ્તિ બતાવે છે, તેમ વૈરાગ્યા અને આત્માહિતૈષી વિષયોની સુદઢતા માટે બાર ભાવનાઓનું ચિંતન જરૂરી છે. બારભાવના: (૧) અનિત્ય ભાવનાઃ શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિ સર્વસંબંધો વિનાશી છે. જીવનો મૂળ સ્વભાવ અવિનાશી છે એમ ચિંતવવું તે અવિનાશી ભાવના છે. ભરત ચક્રવર્તીએ અરીસા ભવનમાં અનિત્ય ભાવના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386