________________
૩૧૫
પરિશિષ્ટ વિભાગ-૬
શ્રમણાચાર
પાંચ મહાવતઃ (દસ વૈકાલિક સૂત્ર અ.૪, સૂ.૮ થી ૧૨)
મહાવ્રત પાંચ છે. સર્વ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સર્વ મૃષાવાદ વિરમણ વ્રત, સર્વ અદત્તાદાન વિરમણ વ્રત, સર્વમૈથુન વિરમણ વ્રત, સર્વપરિગ્રહણ વિરમણ વ્રત. (શ્રી દશવૈકાલિક સૂત્રના અ.૪, સૂ. ૧૩માં છઠ્ઠા વ્રત તરીકે રાત્રિભોજન વિરમણ વ્રતને દર્શાવ્યું છે.)
સાધુના આ પાંચ મહાવ્રત એ મૂળગુણ છે. સાધુ આ પાંચ મહાવ્રત(મૂળગુણ)નું સંપૂર્ણપાલન કરે છે જ્યારે શ્રાવક પોતાની શક્તિ અનુસાર અંશતઃ પાલન કરે છે. સાધુના વ્રત મુક્તાફળ(મોતી) સમાન અખંડિત. છે. તેઓ સાવધ યોગનાં ત્રિકરણ અને વિયોગે એમ નવ કોટિએ પ્રત્યાખ્યાન કરી પાંચ મહાવ્રત પાળે છે. મુનિપણું એ સંવરની ઉત્કૃષ્ટતા છે. પાંચસમિતિ અને ત્રણ ગુતિઃ (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૨૪. અને શ્રી સમવાયાંગ સૂત્ર ૮/૧.) સમિતિ:
સમિતિ એટલે સર્વજ્ઞના વચન અનુસાર આત્માની વિવેકપૂર્વક, સખ્ય પ્રવૃત્તિ. તેના પાંચ પ્રકાર છે. (૧) ઈર્ષા સમિતિ (૨) ભાષા સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન સમિતિ (૫) ઉત્સર્ગસમિતિ. (૧) ઈર્ષા સમિતિ કોઈ પણ પ્રાણીને ક્લેશ (દુઃખી ન થાય તે રીતે સાવધાનીપૂર્વક, નજરને નીચી રાખી ચાર હાથ ભૂમિનું અવલોકન કરી ચાલવું. ઉપયોગપૂર્વક ઉઠવું - બેસવું, સૂવું-જાગવું. જીવહિંસા ન થાય એ રીતે શરીરની ઉક્ત ક્રિયાઓ કરવી તે ઈચસમિતિ છે. 1. અયવંતા મુનિ ઈરિયાસમિતિનું પાલન કરતાં કેવળજ્ઞાની બન્યા. (૨) ભાષા સમિતિઃ હિત, મિત, સત્ય અને શંકા વિનાની ભાષા બોલવી. વિકથાનો ત્યાગ કરવો. સાવધા વાણીનો પ્રયોગ ન કરવો. સાવધાનીપૂર્વક ભાષણ-સંભાષણ કરવું.
મેતાર્યમુનિ ભાષાસમિતિના પાલનથી ભગવાન બન્યા. (૩) એષણા સમિતિ સંયમ યાત્રામાં આવશ્યક ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર આદિ નિર્દોષ રીતે ગ્રહણ કરી, સાવધાનીપૂર્વક અનાસકતભાવે તેનો ઉપયોગ કરવો.
- ઢંઢણમુનિએ અલબ્ધિથી મળેલા લાડવાનો ચૂરો કરતાં કરતાં ઘાતી કર્મનો ચૂરો કર્યો. (૪) આદાન સમિતિ : વસ્ત્ર, પાત્ર, ઉપકરણ આદિને ઉપયોગપૂર્વક જોઈ, તપાસીને યત્નાપૂર્વક લેવી અને મૂકવી.
ગજસુકુમાર મુનિએ જીવદયાના લક્ષ્ય ખેરના અંગારા નીચે ન પડે તે હેતુથી અસહ્ય વેદના વચ્ચે પણ આદાન સમિતિનું પાલન કર્યું (૫) ઉત્સર્ગ સમિતિ : જીવરહિત (અચિત્ત) સ્થાનમાં ઉપયોગપૂર્વક નિરીક્ષણ કરીને મળ-મૂત્ર આદિ અનુપયોગી વસ્તુઓનું વિસર્જન કરવું. - ધર્મરુચિ અણગારે ઉત્સર્ગસમિતિનું પાલન કરતાં ઉચ્ચ દેવલોકમેળવ્યું.
જીવનોપયોગી ક્રિયાઓ સાવધાનીપૂર્વક, યત્નાપૂર્વક, શાસ્ત્રના નિયમપૂર્વક કરવાથી ચારિત્રનું ઘડતર ઉત્તમ પ્રકારે થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org