Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 333
________________ ૨૯૬ પરિશિષ્ટ વિભાગ-૩ જિનાલમાં પ્રવેશતાં દશ બાબતોનું પરિપાલના (૧) નિશીહિ ત્રિકઃ નિશીહિ = નિષેધ કરવો, રોકવું, અટકવું. ત્રણ નિશીહિ દ્વારા ત્રણ જગ્યાએ વિવિધ કાર્યોનો ત્યાગ કરવાનો છે. જે પહેલી નિશીહિ (સંસારના સમસ્ત પાપકાર્યોનો ત્યાગ કરવા માટે) જિનાલયના મુખ્ય દ્વાર પાસે બોલાવી. બીજી નિસાહિઃ જિનાલયના (ચોપડા જોવા, નામું લખવું, સલાટ,પૂજારી આદિને કાર્યાન્વિત કરવા, પાટપાટલા ઠેકાણે મૂકવા, આદિ) કાર્યો શ્રાવકે કાળજીપૂર્વક પૂર્ણ કર્યા પછી સંસારના કાર્યોના ત્યાગ માટે ગર્ભદ્વાર પાસે પહોંચી બીજી નિસાહિબોલવી. ત્રીજી નિસાહિઃ અષ્ટપ્રકારી પૂજા કર્યા બાદ ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં પહેલાં (દ્રવ્યપૂજાના વિચારના ત્યાગ માટે) તેમજ ભાવપૂજામાં પ્રવેશવાનિસીહિ શબ્દ બોલવો. (૨)પ્રદક્ષિણા ત્રિક:પ્ર= ઉત્કૃષ્ટભાવપૂર્વક; દક્ષિણા = પરમાત્માની જમણી બાજુએથી શરૂ કરાય છે. આપણા ડાબા હાથથી પ્રદક્ષિણા શરૂ કરી જમણા હાથે પૂર્ણ થાય એ રીતે ગોળ ફરતાં પરમાત્માને પ્રદક્ષિણા કરવી. લોક વ્યવહારમાં હંમેશા જમણા હાથે લખવાનો રિવાજ છે. રૂપિયાની લેવડ-દેવડ, દસ્તાવેજી કાગળ-પત્રોની આપ-લે અને હસ્તમેળાપ જમણે હાથે થાય છે. પુરુષો જ્યોતિષીને જમણો હાથ જ બતાવે છે. કોઈને સલામ ભરવામાં, જમવામાં, આવકાર આપવામાં, વિદાય આપવામાં જમણા હાથનો જ ઉપયોગ થાય છે, તેથી દેવાધિદેવને પણ જમણે હાથે રાખીને પ્રદક્ષિણા દેવાય છે. ત્રણ પ્રદક્ષિણાના હેતુ જ ચાર ગતિનું પરિભ્રમણ ટાળવા માટે પરમાત્માની ચારે બાજુપ્રદક્ષિણા થાય છે. • • જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વરૂપ રત્નત્રયીને પામવા માટે પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા કરવામાં આવે છે. “ઈલિકા ભ્રમરી ન્યાયે'પરમાત્માનું ગુંજન કરતાં આપણા આત્માને પરમાત્મા સ્વરૂપ બનાવવાનો છે. ત્રણપ્રદક્ષિણા ભવભ્રમણ ટાળનારી છે. તેનાથી સો વર્ષના ઉપવાસનું ફળ મેળવાય છે. (૩) પ્રણામ શિકઃ પ્ર= ભાવપૂર્વક; ણામ = નમવું. ભાવપૂર્વક પરમાત્માને નમવું તે “પ્રણામ’ છે. પ્રણામ કરવાથી નમ્રતાનો ભાવ પાંગરે છે, અભિમાન દૂર થાય છે. અંજલિબદ્ધ પ્રણામ દેવાધિદેવને જોઈ બે હાથ જોડી, કપાળે લગાડી, મસ્તક નમાવવું 'નમો જિણાણં' પદ કહી નમસ્કાર કરવા. અર્થાવત પ્રણામ અર્ધ = અડધું; અવનત = નમેલું. દેવાધિદેવને કમ્મરમાંથી અડધું શરીર નમાવી, બે હાથ જોડી, પ્રણામ કરવા. પંચાંગ પ્રણિપાત પ્રણામ ઃ શરીરનાં પાંચ અંગો નમાવી, જમીનને અડાડીને કરતા પ્રણામને પંચાંગપ્રણિપાત કહેવાય છે. (૪) જિનપૂજા મૂર્તિપૂજા એ નિશ્ચિત રૂપથી આર્યેત્તર પૂજા છે. જિનપૂજા એ પૂજકમાંથી પૂજ્ય બનવાનો ઉપાયો છે. જિન સમાન બનવાની પવિત્ર ક્રિયા છે. સમ્યગદર્શન પ્રાપ્તિનું સોપાન છે. ચતુર્ગતિના દ્વાર બંધ કરવાનું તાળું છે. શ્રી વર્ધમાન સૂરિરચિત “ધર્મરત્નકરંડક'માં બીજો પૂજાવિધિ અધિકાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386