________________
૩૦૧
પરિશિષ્ટ વિભાગ - ૪
શ્રાવકાચાર
પ્રચંડ પુણ્યરાશિથી મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. કર્મ ક્ષય કરવા માટે મનુષ્યભવ ઉત્તમ સાધન છે. STન્માણન મોલ્થિ -જ્યાં સુધી કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી મોક્ષ ન મળે. કર્મ ક્ષય માટે ચાર બોલ આવશ્યક છે. (૧) ઉત્તમ ગુણોનું પ્રગટીકરણ (૨) સમ્યગદર્શન (૩) દેશવિરતિ (૪) સર્વવિરતિ.
ઉત્તમગુણોનું પ્રગટીકરણ એ માર્ગાનુસારીપણું છે. ક્રમિક વૃદ્ધિ અને કષાયોની ઉપશાંતતાથી ગ્રંથિભેદ થતાં સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શનની સુરક્ષા હેતુ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર આવશ્યક છે. કિંમતી વસ્તુને તિજોરી કે કબાટમાં મૂકવામાં આવે છે, તેમ સમ્યગદર્શનારૂપી રત્નને સાચવવા દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર રૂપી તિજોરીની આવશ્યકતા છે.
શ્રાવક માટે કલિયુગનાં કલ્પવૃક્ષ સમાન ચાર ધર્મ છે. દાન, તપ, શીલ, અને ભાવધર્મ. આ ચાર પ્રકારના ધર્મનું વિવેચન પરિશિષ્ટ-દમાં છે. સાચો શ્રાવક ઉપરોક્ત ચાર પ્રકારના ધર્મનું યથાશક્તિ અવશ્ય પાલન કરે છે. શ્રાવકનાં બાર વતઃ (શ્રી ઉપાશક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં બાર વ્રતોનું વર્ણન છે.)
જેમ તળાવમાં પાણીની આવક રોકવા તેમાં રહેલા નાળાં બંધ કરી દેવાં પડે છે, તેમ આત્મરૂપી. તળાવમાં પાપરૂપી પાણી આવતું રોકવા ઈચ્છાઓનો વિરોધ કરવો પડે છે. ઈચ્છાઓનો નિરોધ અર્થાત્ પાપકર્મથી વિરમવું તે વ્રત છે. શ્રાવકના વ્રતોને અણુવ્રત (નાનાં વ્રત) કહેવાય છે. કારણકે તે અમુક છૂટછાટવાળા હોય છે. શ્રાવકનાં બાર વ્રત છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. ૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ (અહિંસાવત) ત્રસ જીવોને વિના અપરાધે, મારવાની બુદ્ધિએ મારવાના. પ્રત્યાખ્યાન તે સ્થૂલ હિંસાથી વિરમવું છે. ગૃહસ્થોને સ્થાવર હિંસાથી નિવૃત્ત થવું દુષ્કર છે કારણકે સાંસારિક કાર્યોમાં તેમજ જીવન નિર્વાહમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવોની હિંસા વારંવાર શ્રાવક દ્વારા થાય છે.
- મેઘરથ રાજાએ શરણે આવેલા કબૂતરને બચાવવા પોતાના શરીરનો ત્યાગ કર્યો, જ્યારે કાલસૌકરિક કસાઈ અને લોહખુર ચોરે હિંસાનું આચરણ કરી જીવન વ્યર્થ ગુમાવ્યું. ૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (સત્યવત) અન્યને ઠગવા કે વિશ્વાસઘાત ઉપજે તેવા વચનો ન કહેવા. વળી રાજ્ય તરફથી શિક્ષા થાય તેવું જૂઠું પણ ન બોલવું. ઈષ્ટ, પ્રિય, હિતકારી અને મર્યાદિત વચનો બોલવા તે સત્ય . (મૃષાવચનથી વિરમવું) વ્રત છે.
કમળ શેઠ સત્ય બોલી સુખી થયા જ્યારે નંદ વણિક અસત્ય બોલવાથી દુઃખી થયા. વસુ રાજા અસત્ય બોલવાથી સિંહાસન પરથી નીચે પડી નરકગયા. ૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ઃ (અચૌર્ચ અણુવત)ઃ જેના પર આપણો અધિકાર નથી તેવી વસ્તુ લેવી નહીં, વિશ્વાસઘાત કરી, ધાકધમકી આપીને, વધ કરીને, ખોટા દસ્તાવેજ કરી બીજાની સંપત્તિ પડાવી લેવી. નહીંતે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે.
અચૌર્ય વ્રતનું પાલન કરી ધનદત્ત શેઠ દેવલોકમાં ગયા. રોહિણેયકુમારના પૂર્વજોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org