Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 340
________________ 303 ૧૨) નિલંછન કર્મ: ખસી કરવાનો વ્યાપાર. ૧૩) દધ્વમિદાવણિયા કર્મ: જંગલ ઈત્યાદિ જગ્યાએ દાવાનળ સળગાવવા. ૧૪) સરદહત લાગપરિસોસણયા કર્મ સરોવર, કૂવા, તળાવ આદિને ઉલેચવા, સૂકાવવા. ૧૫) અસતીજન પોસણયા વેશ્યા, ગુલામ આદિનું પોષણ કરવું. કૂતરાં આદિ હિંસક પશુઓ પાળવા. આ પંદર પ્રકારના વ્યાપારો કરવાથી બહુલ કર્મોની આવક આવે છે તેથી શ્રાવકો માટે આ કાર્યો અકલ્પનીય છે. વ્યાપારની સાથે આહાર સંયમ તરફ જૈન ધર્મ સૂચન કરે છે. આહાર સંયમ : શ્રાવક આહાર-સંયમને મહત્ત્વપૂર્ણ સ્થાન આપે છે. આહાર માત્ર ઉદરભરણ જ નથી પરંતુ સંસ્કાર અને સ્વાધ્યવર્ધક પણ છે. એમાં તન-મન બંનેની માવજતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહિંસક આહારચર્યામાં જીવદયા મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શ્રાવક અહિંસક અને સાત્વિક ભોજન કરે કારણકે રાજસિક ભોજન દુષ્પાચ્ય અને અહંકારવર્ધક છે. તામસિક ભોજન વિકારોનું મૂળ છે. અભઠ્યપદાર્થના પાંચ પ્રકાર છે: ૧) જેના સેવનથી બેઈંન્દ્રિય સુધીના જીવોની હિંસા થાય તે માંસાહાર. ૨) જેના સેવનથી અનંતકાય જીવોની ઘાત થાય તે કંદમૂળ વગેરે. આ સાધારણ વનસ્પતિ' કહેવાય છે. જેમાં એક શરીરમાં અનંત જીવો વનસ્પતિરૂપે રહે છે. ૩) વાસી પદાર્થો, સડેલા, બગડેલા પદાર્થો જેમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે. જેમકે સડેલાં-ગળેલાં ફળો, જૂનો વાસી લોટ, બેસન, અન્ય દળેલું અનાજ (શિયાળામાં ૦ દિવસથી વધુ સમયબાદ, ગરમીમાં પાંચ દિવસ અને ચોમાસામાં ૩ દિવસથી વધુ દિવસનું) તથા દહીં પણ માત્ર ૮કલાક સુધી ખાવાલાયક છે. ૪) સ્વાધ્યની દષ્ટિએ હાનિકારક આહારનો ત્યાગ. જેમકે ખાંસીના દર્દીએ ખટાશ, અશુદ્ધ, વાસી અનાજ ના ખાવું. ૫) મળમૂત્ર જેવા સેવન ન કરવા યોગ્ય પદાર્થનો ત્યાગ કરવો. યોગશાસ્ત્રમાં ૨૨ પ્રકારની અભક્ષ્ય ચીજોનું વર્ણન છે: . કરા, ઘોલવડા, રાત્રિભોજન, બહુબીજ, રીંગણ, સંધાન, વડ, પીપળ, ઉમર, કઠઉમર, પાકર, ફળ જે હોય અજાણ, કંદમૂળ, માટી, વિષ, માંસ, મધ, માખણ, મદિરાપાન, ફળ અતિ તુચ્છ, તુષાર, ચલિતરસ આ બાવીસ અભક્ષ્ય વસ્તુઓ છે. શાકાહારની સાથે સાથે ગાળેલું અને ઉકાળેલું પાણી પીવું, તાજું ભોજન ખાવું, રાત્રિ ભોજન ના કરવું એ પણ અહિંસક વૃત્તિનાં અંગ છે. જૈન ધર્મમાં શાકાહારને સર્વોપરી સ્થાન આપવામાં આવ્યું છે. - ' શાકાહારના પ્રચારથી અહિંસક વિચારધારાને ગતિશીલતા મળે છે. શાકાહારની પાછળ તત્ત્વાર્થસૂત્રનો વિખ્યાત સિદ્ધાંત છે-પરસ્પરોપગ્રહો નીવનાના-પરસ્પરના અનુગ્રહથી પ્રાણીઓનું જીવન છે. રાત્રિભોજન ત્યાગ, ગાળેલાં પાણી પીવાનો નિયમ, સૂર્યાસ્ત પછી ફક્ત ભોજન જ નહીં પરંતુ જળનો પણ ત્યાગ આવા નિયમોની પાછળ વિવેક ગુણનું તત્ત્વ છે. સંયમ અને સંતુલનની ભાવના છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવજંતુઓની સુરક્ષાનું ધ્યાન છે. તેમાં જીવદયા, શાંતિમય સહઅસ્તિત્ત્વ અને પ્રકૃતિએ આપેલી પારસ્પારિક નિર્ભરતાનાં જીવંત અને વ્યવહારિક પ્રતીક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386