Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti
View full book text
________________
૩૦૪
આ વ્રતના પાલનથી રાજાના મંત્રીની પુત્રી તથા વંકચૂલે ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યું, જ્યારે આ વ્રતનું ઉલ્લંઘન કરી મહાશતક શ્રાવકની પત્ની રેવતી છઠ્ઠી નરકગઈ. (૮) અનર્થદંડ વિરમણ વ્રતઃ
નિયમિત ક્ષેત્રમાં પ્રયોજનભૂત કાર્ય વિના વ્યર્થ આરંભ-સમારંભનો ત્યાગ.
રણઘંટા વેશ્યા અને વણિકનું દષ્ટાંત આ વ્રત માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત વીરસેન અને કુસુમશ્રી આ વ્રત પાળી સુખી થયા. (૯) સામાયિક વ્રતઃ
બે ઘડી અથવા નિયમાનુસાર કાયાને સ્થિર કરી, વચનથી મૌન રહી, સાવધ યોગનો ત્યાગ કરી, સમભાવમાં રહી આત્મજ્ઞાન-ધ્યાનનો અભ્યાસ કરવો. સામાયિકથી દરેક ક્ષણે બે રોડ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય છે.
પુણિયા શ્રાવકની સામાયિકલોક વિખ્યાત છે. ધનમિત્ર વિધિપૂર્વક સામાયિક વ્રતનું પાલન કરી તે જ ભવે મોક્ષમાં ગયો. ચંડકૌશિકનાપૂર્વભવના સાધુની સમતા ખંડિત થતાં સર્પયોનિમાં પ્રવેશ્યા. .", (૧૦) દિશાવગાસિક વ્રત:
છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલી દિશાઓની મર્યાદાને તથા અન્ય વ્રતોમાં લીધેલી મર્યાદાને વધુ સંક્ષિપ્તા કરી દયા પાળવી, સંવર કરવો અને ચૌદ નિયમો ધારણ કરવા. શ્રી “સંબોધ પ્રકરણ' ગ્રંથમાં ચૌદ નિયમો બતાવ્યા છે. ૧) સચિત્ત પૃથ્વીકાય આદિસચિત્તની મર્યાદા. ૨) દ્રવ્યઃખાન-પાન સંબંધી દ્રવ્યની મર્યાદા. ૩) વિગઈ ઘી, તેલ આદિ વિગઈની મર્યાદા. ૪) પન્ની : પગરખાંની મર્યાદા. ૫) તાંબુલ મુખવાસની મર્યાદા. ૬) વસ્ત્ર પહેરવા, ઓઢવાના વસ્ત્રોની મર્યાદા. ૯) કુસુમ ફૂલ, પુષ્પ, અત્તર આદિની મર્યાદા. ૮) શયન સૂવાની પથારી, પલંગ, શેતરંજીની મર્યાદા. ૯) વાહન : મોટર, સ્કૂટર, સાયકલ, વિમાન આદિ વાહનની મર્યાદા. ૧૦) વિલેપન : કેસર, ચંદન, સાબુ, તેલ, આંજણ આદિની મર્યાદા. ૧૧) બંભ બ્રહ્મચર્યની (કુશીલ) મર્યાદા. (૪થું વ્રત) ૧૨)દિશાઃ પૂર્વ આદિ છ દિશામાં ગમનાગમનની મર્યાદા. (૬äવ્રત) ૧૩) સ્નાન:સ્નાનની સંખ્યા અને પાણીની મર્યાદા. ૧૪) ભત્તેસુઃખાવાપીવાની બધી વસ્તુઓની મર્યાદા.
આ ચૌદ બોલમાં ૧૧ અને ૧૨ સિવાયના અન્ય બોલો સાતમા વ્રતનો સંક્ષેપ છે.
દીપકની જ્યોત જ્યાં સુધી રહે ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવાનો નિયમ કરનાર રાજા ચંદ્રાવતસક' આયુષ્યનો ક્ષય થયે દેવ બળ્યા. આ વ્રતના અતિચારોનું નિવારણ કરી ધનદ શેઠ મોક્ષે ગયા. (૧૧) પૌષધોપવાસ વ્રત:
આહાર, વ્યાપાર આદિ સર્વ સાવધ યોગોનો ત્યાગ કરી એક દિવસ-રાત્રિ સુધી ઉપાશ્રયમાં રહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386