________________
૩૦૦
રસે ભક્તિ કરી રાવણે તીર્થંકરનામ કર્મ બાંધ્યું. (૯) મુદ્રાદિક : મુદ્રા = અભિનય (Action) જૈન દર્શનમાં ચૈત્યવંદન વિધિમાં, પ્રતિક્રમણવિધિમાં, યોગવિધિમાં વિવિધ મુદ્રાઓનું વિધાન છે. - યોગમુદ્રા બે હાથ જોડી, હાથની કોણી પેટને અડાડી. જોડાયેલા હાથની દશે આંગળીઓને એક પછી એક ચપોચપ ગોઠવો. હથેળીનો આકાર કોશના ડોડા (બીડાયેલા કમળ જેવો બને તે યોગમુદ્રા છે. ઈરિયાવહિય, ચૈત્યવંદન, નમોઘુર્ણ આદિ સૂત્રો આ મુદ્રામાં બોલવાં.
મુક્તાશુક્તિ મુદ્રા : બે હાથ જોડી, દશે આંગળીઓનાં ટેરવાં સામસામે અડે તે રીતે ગોઠવવાં. બને હથેળીમાં અંદરથી પોલાણ રહે તેવી રીતે બહારથી ઉપસાવતાં મોતીની છીપ જેવો આકાર બનશે તે. મુક્તાશુક્તિમુદ્રા છે. જાવંતિ, જાવંત, જયવીયરાચ આદિ સૂત્રો આ મુદ્રા વડે બોલવાં.
જિન મુદ્રાઃ (કાયોત્સર્ગ મુદ્રા) સીધા ઊભા રહો. બે પગના તળિયા વચ્ચે ચાર આંગળ જેટલું અંતર રાખો.. પાછળની બાજુ ચાર આંગળથી ઓછું અંતર રાખો. બંન્ને હાથ સીધા લટકતા છોડી દો.
હાથના પંજા ઢીંચણ તરફ રાખો અને દષ્ટિને નાસિકા પર સ્થાપિત કરો. આ જિન મુદ્રા છે. નવકાર અથવા લોગસ્સનો કાઉસગ્ગ આ મુદ્રામાં ઊભા રહી કરવો. (૧૦) પ્રણિધાન શિકઃ અનુષ્ઠાનમાં મન, વચન અને કાયાના યોગને એકાગ્ર બનાવવું તે પ્રણિધાન છે. મનને ક્રિયાવિધિમાં જોડવું તે પ્રણિધાન છે. સૂત્રોચ્ચાર કરવો હોય અને પાપ વચનનો ત્યાગ કરવો તે વચનનું પ્રણિધાન છે. જે મુદ્રામાં ક્રિયા કરવાની હોય તે જ મુદ્રામાં શરીરને ગોઠવવું તે કાય પ્રણિધાન છે, તેથી પાપચેષ્ટાનો પરિત્યાગ થાય છે.
ઉપરોક્ત દશબાબતોનું પરિપાલન જિનાલયમાં પ્રવેશતાં શ્રાવક કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org