________________
૨૯૮
અક્ષતપૂજા: હે વીતરાગ પરમાત્મા! આપની સમક્ષ શુદ્ધ, અખંડ અક્ષતનો નંદાવર્ત(સ્વસ્તિક) આલેખીને અક્ષત(અવિનાશી) એવું સિદ્ધશિલાનું પરમધામ મને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું. અક્ષત જેમ વાવ્યા છતાં ફરી ઉગતા નથી તેમ મારે પણ પુનઃ સંસારમાં આવાગમન કરવું નથી. - આ પૂજા અક્ષપદ= મોક્ષનું પ્રતીક છે.
નૈવેધપૂજા : હે ભવભંજન! જન્મ મરણની શૃંખલામાં બંધાયેલા મને પરભવ જતાં અનંતવાર અણાહારી રહેવાની ફરજ કર્મસત્તાએ પાડેલી, પરંતુ તે ફરજ પૂર્ણ થતાં જ સીધી જન્મની સજા શરૂ થતી. હવે સંસારમાં પરિભ્રમણ કરાવતી આહારસંજ્ઞાને ત્યજવા માટે આણાહારી પદ મેળવવા માટે આપના ચરણે આ નૈવેદ્ય ધરું છું. જેના પ્રભાવે આહારસંજ્ઞાનો નાશ થાય અને અણાહારી(મોક્ષ) પદસંપ્રાપ્ત થાઓ, એવી વિનંતી કરું છું.
આ પૂજા આત્મસ્વરૂપ ભાવની પ્રાપ્તિના પ્રતીકરૂપ છે. છે ફળપૂજા હે કરુણાસાગર! વૃક્ષનું અંતિમ સંપાદન ફળ હોય છે, તેમ આપની ફળપૂજાના પ્રભાવે મને પણ મારીપૂજાના અંતિમ ફળ સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત થાઓ.
આ પૂજા ચરમ ફળ રૂપ સિદ્ધસ્વરૂપનું પ્રતીક છે.
આ ઉપરાંત ચામરપૂજા, દર્પણપૂજા અને વસ્ત્રપૂજા પણ છે. ચામરપૂજાઃ પરમાત્માની સમક્ષ ચામર વીંઝતા વિચારવું કે, “હે રાજેશ્વર! આ ચામર આપના ચરણમાં નમીને ફરી ઉંચો જાય છે, તેમ આપના ચરણોમાં લળીલળીને નમન કરનારો હું પણ અવશ્ય ઉર્ધ્વગતિ પામીશ.' જ દર્પણપૂજા પરમાત્માની સન્મુખ દર્પણ ધરતાં વિચારવું કે, “હે સ્વચ્છ દર્શન! હું જ્યારે અરીસામાં નજર કરું છું ત્યારે જેવો છું તેવો દેખાવું છું. પ્રભુઆપ પણ નિર્મળ અને સ્વચ્છ અરીસા જેવા છો. જ્યારે હું આપની સામે જોઈ મારી ભીતર જોઉં છું ત્યારે લાગે છે કે મારો આત્મા સર્વત્ર કર્મના કર્દમથી ખરડાયેલો છે. હે પ્રભુ દર્પણ ધરીને મારું દર્પ-અભિમાન હવે તમને અર્પણ કરું છું. તમે આ દર્પણમાં દેખાવો છો તેવા જ મારા દિલ દર્પણમાં હર હંમેશ દેખાતા રહેજે.' જ વસ્ત્રપૂજા વસ્ત્રપૂજા કરવા માટે બે વસ્ત્રો લઈ પરમાત્માનામસ્તકે મૂકવાં અથવા ખભાપર ઓઢાડવાં.
પરમાત્માના જન્મથી માંડીને નિવાર્ણ સુધીનો કુલ પાંચ અવસ્થાઓનો વિચાર આ ત્રિક દ્વારા કરવાનો છે. અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ થયા પછી ભાવપૂજા(ચૈત્યવંદન) શરૂ કર્યા પૂર્વે આ અવસ્થા ત્રિકનું ભાવન કરવાનું છે. (૫) અવસ્થા શિકઃ
कल्याणकानि पंचापि स्मर्तव्यान्यर्चण क्षणे ।
__पंचैवाभिगमा धार्या विध्यनुल्लंध्य पूजनम् ।। અર્થ: પૂજા સમયે પાંચ કલ્યાણકનું સ્મરણ કરવું, પાંચ અભિગમ ધારણ કરવા,પૂજાની વિધિનું ઉલ્લંઘન કરવું નહીં.
| જિનેશ્વર ભગવંતના પાંચ કલ્યાણક છે. (૧) ચ્યવન કલ્યાણક (૨) જન્મ કલ્યાણક (૩) દીક્ષા કલ્યાણક (૪) કેવળજ્ઞાન કલ્યાણક(૫) નિર્વાણ કલ્યાણક.
ચ્યવન કલ્યાણકને યાદ કરી ભાવના ભાવવી કે, “હે પ્રભુ! તમે દેવલોકના વિમાનમાંથી ચ્યવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org