Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 332
________________ ૨૯૫ બની ધર્મમાં સ્થિર થવા તેમજ સત્કર્મ કરવા ઘણી રીતે રાજાને સમજાવ્યા. બ્રહ્મદત્ત ચક્રવર્તી ત્યાગ માર્ગના શુભ પરિણામને જાણવા છતાં એક પગલુંપણ ઉપાડી શકયા નહીં. ચિત્ત મુનિ ચારે ગતિનો છેદ કરી નિર્વાણ પામ્યા જયારે બ્રહ્મદત્ત ચક્રવર્તી અનુત્તર દુર્ગતિ (સાતમી નરક)માં ગયા. વિષયના અપરિત્યાગથી જીવો જિનધર્મ હારી જાય છે. ૪) વિનયરત્ન નિની કથા (શ્રી પરિશિષ્ટ પર્વ, સર્ગ-૬ અને કવિત્રઢષભદાસ કૃત શ્રેણિક રાસ' ચો.૧૯) ઉદાયી રાજાએ કોઇ એક દેશના રાજા ઉપર ચઢાઇ કરી. તે રાજાનું મૃત્યુ ઉદાયી રાજાના હાથે થયું તેથી તે રાજાના પુત્રએ પિતાનું વેર વાળવા ચંડuધોતન રાજાની મદદ લીધી. ચંડwધોતન રાજાને પણ ઉદાયી રાજા સાથે વૈર હોવાથી પેલા દુષ્ટ વ્યકિતને કહ્યું કે, “તું ઉદાચી રાજાનો શિરચ્છેદ કરી લાવ, હું તને તારં રાજયપાછું આપીશ.” ઉદાયી રાજા ધર્મિષ્ઠ હતો. તેના આવાસમાં સાધુ ભગવંતો રોકટોક વિના આવાગમન કરી શકતા હતા. આવું જણી તે દુષ્ટ વ્યકિતએ રાજાને મારવાના ઇરાદાથી દીક્ષા લીધી હતી. ગુરુનો ઉત્કૃષ્ટ વિનય કર્યો તેથી ‘વિનયરત્ન' નામ પડયું. દરરોજ બે વાર ઓઘાનું પડિલેહણ કરતાં ૫૦૦ સાધુઓની વચ્ચે ઓઘામાં છૂપાયેલી છરી કોઇ ન દેખે તેની પૂરેપૂરી કાળજી લીધી. બાર બાર વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. જેમ જળમાં રહેવા છતાં માછલી પોતાની દુર્ગધ છોડતી નથી, તેમ દુષ્ટ વિનયરત્ન સાધુએ પોતાની પાપ બુદ્ધિ કોઇ રીતે પરિહારી નહીં. પ્રતિદિન હર ઘડી તે ફક્ત ઉદાયી રાજાને મારવાનું જ ધ્યાન ધરતો રહ્યો. એકવાર ચાતુર્માસમાં સત્યઘોષ મુનિ પોતાના વિશ્વાસુ શિષ્ય વિનયરન મુનિ સાથે ઉદાયી રાજાની પૌષધશાળામાં રહ્યા. તે દિવસે ઉદાયી રાજાએ પર્વતિથિ હોવાથી પૌષધવ્રતના પ્રત્યાખ્યાન આદર્યા. ગુરુ ભગવંતના મુખેથી ધર્મકથા શ્રવણ કરી, સ્વાધ્યાય, સત્સંગમાં દિવસ વ્યતીત કર્યો. ઉદાયી રાજાએ રાત્રીના સમયે સંથારો બીછાવ્યો. ચાર શરણ ગ્રહણ કરી રાજા નિદ્રાધીન થયા. પાપી મુનિએ રજોહરણમાં રાખેલી લોખંડની તીક્ષ્ણ ધારવાળી કટારી વડે રાજાનો શિરચ્છેદ કર્યો. ૫) સુલતકુમાર (જુઓ: રાસ રસાળ, પૃ. ૨૪) સુલતકુમાર રાજગૃહી નગરીના કાલસૌરિક કસાઇનો પુત્ર હતો. અભયકુમારે તેને સંસ્કારી અને ધાર્મિક બનાવવા તેની સાથે મિત્રતા કરી. સજ્જન મિત્રની ભાઈબંધીથી તે અહિંસક બન્યો. તેવા સમયમાં કાલસૌરિક કસાઇ અસાધ્ય રોગોથી ઘેરાયો. તેનું મૃત્યુ થયું. તે નરકમાં પડયો. સુલસ પાપના વિચારથી કંપી ઉઠયો. તેણે પિતાનો પાપકારી વ્યવસાય બંધ કર્યો તેથી પરિવારજનોને ન ગમ્યું. તેમણે તે વ્યવસાય ચાલુ રાખવા ખૂબ દબાણ કર્યું. સુલસે તેમને ઘણી રીતે સમજાવ્યા પરંતુ તેઓ ન સમજયા. અંતે તેણે એક તીર્ણ કટારી વડે પોતાની જાંધ પર પ્રહાર કર્યો. તે અતિશય પીડા થવાથી જાંઘ પકડી નીચે બેસી ગયો. તેણે ખોટી બૂમાબૂમ કરી મૂકી. કોઇ મારું દર્દ વહેંચી લો.’ પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું, “મૂર્ખ! દઈ કદી વહેંચી શકાય?“ સુલસે તકનો લાભ લઇ કહ્યું, “જેમ દર્દન વહેંચી શકાય તેમ કર્મ પણ ન વહેંચી શકાય. સ્વકૃત કર્મોનું ફળ વ્યકિતએ સ્વયં ભાગવવું પડે છે. તેમાં કોઇ ભાગીદાર થતું નથી તેથી હું હિંસક વ્યાપારની પરંપરાનો ત્યાગ કરું છું.”વિવેકી તુલસે દુષ્કૃત્યોનો ત્યાગ કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386