Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

Previous | Next

Page 330
________________ ૨૯૨ પરિશિષ્ટ વિભાગ - ૨ રોહિણેય રાસમાં આવતી વિશિષ્ટ કથાઓ ૧) મલિભગવતીની કથા (શ્રી જ્ઞાતાધર્મ કથા, અ.૮) | મહાવિદેહ ક્ષેત્રની સલિલાવતી વિજયમાં વીતશોકાનગરી હતી. ત્યાં બલ રાજા રાજ્ય કરતાં હતા. તેમને ધારિણી આદિ એક હજાર રાણીઓ હતી. ધારિણી રાણીએ ગર્ભકાળમાં સિંહનું સ્વપ્ન જોયું તેથી પુત્રનું નામ મહાબલ રાખ્યું. યુવાનવયે રાજકુમાર મહાબલે ૫૦૦ કન્યા સાથે લગ્ન કર્યા. મહાબલરાજાના અચલ, ધરણ, પુરણ, વસુ, વૈશ્રમણ અને અભિચંદ્ર નામના છ મિત્ર હતા. તેઓ બાળપણથી જ એક બીજા સાથે ગાઢ મૈત્રી ધરાવતાં હતા. તેઓ એકબીજાને પૂછીને જ કાર્ય કરતા. તેમણે નક્કી કર્યું કે, પ્રત્યેક પ્રસંગ, સુખ-દુઃખ, ધાર્મિક અનુષ્ઠાનો, પ્રવ્રજ્યામાં સાથે જ રહેશું.' ઘણા સમય સુધી શાસન કર્યા પછી ધર્મઘોષમુનિના ઉપદેશથી મહાબલકુમાર પ્રતિબોધ પામ્યા. તેમની સાથે છ મિત્રોએ દીક્ષા લીધી. સાતે મુનિરાજ અગિયાર અંગસૂત્રના જ્ઞાતા બન્યા. તેમણે નિર્ણય કર્યો કે, “આપણે એક સરખી તપસ્યા કરશું. સર્વએ અનેકતપસ્યાઓ સાથે કરી. એકવાર મહાબલ મુનિએ વિચાર કર્યો કે, “જો બધા સરખી તપશ્ચર્યા કરશું તો બધાને સરખું જ ફળ મળશે. હું બધામાં વિશિષ્ટ છું, તેથી મારે આગળ પણ વિશિષ્ટ જ બનવું છે.” આવા વિચારથી પ્રેરાઈ મહાબલમુનિએ શેષ સાધુઓથી છુપાઈને કપટપૂર્વક અધિક તપ કર્યું. કપટ ભાવના કારણે મહાબલમુનિએ સ્ત્રીવેદ મોહનીય કર્મ બાંધ્યું. વળી, વીસ સ્થાનક તપની આરાધના કરતાં મહાબલ મુનિએ તીર્થકર નામકર્મ બાવ્યું. અંતિમ સમયે અનશન કરી જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મહાબલનો આત્મા મિથિલાનગરીના કુંભ રાજાની પદ્માવતી રાણીની કુક્ષિએ મલ્લિ રાજકુમારીના રૂપમાં જનમ્યાં. છમિત્રો પણ જુદા જુદા દેશના રાજા બન્યા. છએ રાજાઓ મલ્લિ કુંવરીના રૂપ પર મોહિત થયા. મલ્લિ કુંવરીએ અશુચિ ભાવનાથી તેમને પ્રતિબોધ્યા. મલ્લિ કુંવરી તે ભવમાં તીર્થકર બન્યા. ૨) હરિકેશી મુનિની કથા (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૧૨) મથુરા નરેશ શંખ રાજા પ્રવ્રજિત થયાં. તેઓ વિહાર કરી હસ્તિનાપુર નગરમાં પધાર્યા. ભિક્ષા માટે નગરમાં જતાં એક સૂનકાર માર્ગ જોઇ બહાર ઉભેલા સોમદત્ત પુરોહિતને માર્ગ પૂછયો. તે માર્ગ તપેલા લોઢા સમાન અત્યંત ઉષ્ણ રહેતાં હોવા છતાં મુનિના દ્વેષી સોમદત્ત બ્રાહ્મણે જાણી જોઉને શંખમુનિને તે જ માર્ગે જવાનો નિર્દેશ કર્યો. . લબ્ધિ સંપન્ન મુનિના પ્રભાવથી ઉષ્ણ માર્ગ શીતલ બન્યો. સોમદત્ત બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો. તેણે મુનિથી પ્રભાવિત થઇ ક્ષમા અને યાચના માંગી. શંખમુનિએ ધર્મોપદેશ આપ્યો બ્રાહ્મણ દીક્ષિત થયો પરંતુ જાતિમદ અને રૂપમદ કરતો રહ્યો. તે મરીને દેવ બન્યો. દેવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી હરિકેશ ગોત્રીય ચાંડાલના અધિપતિ બલકોટ્ટને ત્યાં પુત્રપણે જનમ્યો. તેનું નામ બળ રાખવામાં આવ્યું પૂર્વ ભવમાં કરેલાં જાતિમદ અને રૂપમદને કારણે વર્તમાન ભવમાં તે કુબડો, કુરૂપ અને બેડોળ બન્યો લોકો તેની ધૃણા કરવા લાગ્યા. વળી, સ્વભાવે ક્રોધી અને લડાયક હોવાથી તેના કોઇ મિત્ર ન હતા. એકવાર તેણે જોયું કે કાળા ભયંકર વિષધર સર્પને લોકોએ દુષ્ટ સમજી મારી નાખ્યા, જયારે નિર્વિષ સર્પને લોકોએ વિષરહિત સમજી છોડી મૂકયો. હરિકેશબલે આ ઘટના પરથી ચિંતન કર્યું કે, પ્રાણીઓ પોતાના ગુણ વડે પ્રીતિપાત્ર અને દોષના કારણે દ્વેષપાત્ર બને છે. જે હૃદોષરહિત થઇશ તો સૌને પ્રિય બનીશ.” આ પ્રમાણે વિચારતાં તેને ઉહાપોહ થતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. પૂર્વ જન્મમાં કરેલા જાતિમદ અને કુળમદનાં પાપોનાં ચિત્રો નજર સમક્ષ તરવરવા લાગ્યાં. તે જ સમયે વૈરાગ્ય થતાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. મુનિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386