Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 331
________________ ૨૯૪ હરિકેશી બલે કર્મ ક્ષય કરવા ઉગ્ર તપશ્ચર્યા આદરી. સંયમ અને તપથી ખેંચાઇને એક યક્ષ તેમની સેવા કરવા લાગ્યો. આ યક્ષ ઉત્કૃષ્ટ ફોધજયી સંયમીની સેવા કરવાનો અવસર મળતાં અત્યંત ખુશ હતો. એકવાર કૌશલિક રાજાની પુત્રી ભદ્રા સખીઓ સાથે યક્ષની પૂજા કરવા ઉધાનમાં આવી. ત્યાં અચાનક રાજકુમારીની નજર મુનિ પર પડી. મલીન વસ્ત્ર, ગંદા શરીર અને કુરૂપને જોઇ ધૃણાપૂર્વકમુનિ પર ઘૂંકી. યક્ષ આ જોઇ ક્રોધિત થયો. તે રાજકુમારીના શરીરમાં પ્રવેશ્યો. તેનું રૂપવિકૃત કર્યું. રાજાને ખબર પડી. તેમણે યક્ષની માફી માંગી. રાજકુમારીને યક્ષના કહેવાથી હરિકેશી મુનિ પાસે પત્નીના રૂપમાં સ્વીકાર કરવા લાગ્યા. મુનિઓ તો કંચન કામિનીના ત્યાગી હોય. તેમણે રાજકુમારીનો અસ્વીકાર કર્યો, ત્યારે પુરોહિત રુદ્રદેવ સાથે તેના વિવાહ કર્યા. હરિકેશીમુનિ જાતિથી ચાંડાલ હોવા છતાં તેમનાં કાર્યો મહાન હતાં. ૩) બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૧૩, ચિત્ત સંભૂતીય). ચિત્ત અને સંભૂતિ બન્ને સહોદર ભાઇઓની પાંચ પાંચ ભવની પ્રીત હતી પરંતુ છઠ્ઠા ભવમાં પૂર્વકૃત એક ભાઇની સંયમની આરાધના અને બીજા ભાઇની સંયમની વિરાધનાના કારણે જુદા જુદા સ્થાન અને કુળ પ્રાપ્ત થયા.. સંભૂતિ મુનિએ અંતિમ સમયે અનશન કર્યો. તેમના અનશનના સમાચાર સનતકુમાર ચક્રવર્તીને મળ્યા. તેઓ પોતાની પટરાણી સાથે મુનિના દર્શન કરવા આવ્યા. ચક્રવર્તીની સ્ત્રી રંભા જેવી સ્વરૂપવાન, લાવણ્યયુક્ત હતી તે ભાવાવેશમાં મુનિના ચરણોમાં ઝૂકી પડી. તેના સુકોમળ, સુસ્નિગ્ધ, સુગંધિત કેશ રાશિનો સ્પર્શ સંભૂતિ મુનિના ચરણમાં થયો. સ્પર્શ માત્રથી અત્યંત શીતલ, મધુર, સુખદ અનુભવ થતાં સંભૂતિ મુનિએ વિચાર્યું, “શું આવી સુખદ અદ્ધિ હોય છે? કેટલાં સુખી અને સંતુષ્ટ જીવો છે આ બન્ને !' મનોમન નિદાન કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યાં જ્ઞાનબળે ચિત્ત મુનિએ જાણ્યું. ચિત્ત મુનિએ તરત જ ત્યાંથી ચાલ્યા જવા માટે ચક્રવર્તીને ઈશારો કર્યો. સંભૂતિ મુનિને સમજાવતાં કહ્યું, “ભાઇ! અમૂલ્ય સંયમને માત્ર કોડિઓના તુચ્છ દામે શામાટે વહેંચી રહ્યા છો? પશ્ચાતાપ કરી મિચ્છામિડુકકર્ડ આપી દો.” ચિત્ત મુનિના વચનોની સંભૂતિ મુનિ પર કોઇ અસર ન થઇ. અંતે તેમણે નિદાન કર્યું કે, “જો મારા તપ અને સંયમનું કોઇ ફળ હોય તો મને ભવિષ્યમાં ચક્રવર્તીપણું મળે.' સંભૂતિ મુનિએ ઉત્કૃષ્ટ સંયમરૂપી કેસરને ગારામાં મેળવી જીવન નષ્ટ કરી નાખ્યું. ત્યાંથી અનશન વ્રત પૂર્ણ કરી બન્ને સૌધર્મદેવલોકમાં દેવ બન્યા. બન્ને આત્માઓ દાસ, મૃગ, હંસ, ચાંડાલ અને દેવ એમ પાંચ ભવો સુધી સાથે રહ્યા. છઠ્ઠા ભવમાં ચિત્ત મુનિનો આત્મા પુરમિતાલ નગરમાં ધનસાર શેઠનો પુત્ર થયો. સંભૂતિ મુનિનો આત્મા નિદાનના કારણે કાંડિલ્યપુર નગરમાં બ્રહ્મરાજાની પત્ની ચલણીને ત્યાં બ્રહ્મદત્ત નામના પુત્ર રૂપે જનમ્યો. જે આગળ જતાં ચક્રવર્તી બન્યો. એકવાર બ્રહ્મદત્ત ચક્રવર્તીને નાટક જોતાં ઉહાપોહ થતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. પાંચ ભવ સુધી પોતે પોતાના ભાઈ સાથે હતા પરંતુ છઠ્ઠા ભવમાં ભાઈથી જુદા પડી ગયા. ભાઇની શોધમાં તેમણે એક શ્લોકની કડી બનાવી વિવિધ સ્થળે પ્રસારિત કરાવી. જે કોઇ આ શ્લોકની બીજી કડી, પૂર્તિ કરે તેને અડઘુરાજ્ય આપવાની ઉદ્ઘોષણા કરી. એક ખેડૂત પ્રથમ ચરણ બોલતો હતો. ત્યારે ધ્યાનસ્થ મુનિ (ધનસાર શેઠનો પુત્ર) એ તે સાંભળી બીજા ચરણની પૂર્તિ કરી. દાસ હિરણને હંસલો, ચૌથામાં ચાંડાલ, પાંચ ભવ ભેળાકિયા, છઠ્ઠો દીયો ટાલ.” ખેડૂત શ્લોક લઇ રાજા પાસે ગયો. રાજા સ્નેહવશ મૂર્શિત થતાં સેવકોએ ખેડૂતને દુષ્ટ સમજી પીટ્યો. કિસાને ગભરાઈને કહ્યું કે, “આ શ્લોક મેં નહીં પરંતુ ઉધાનમાં રહેલા મુનિએ બનાવ્યો છે.” બ્રહ્મદત્ત ચક્રવર્તી મુનિને મળ્યા. મુનિએ નિદાનના કારણે છઠ્ઠા ભવમાં એકબીજાથી જુદા થવાનું કારણ સમજાવ્યું. મુનિએ કામભોગોથી વિરકત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386