________________
ર૬૫
જીવ ચારે ગતિઓમાં પરિભ્રમણ આરંભ કરે છે.
વ્યવહારરાશિમાં આવ્યા પછી કાળનો પરિપાક થતાં જીવ ચરમાવર્તકાળમાં પ્રવેશ છે. અચરમાવર્તકાળમાં મોક્ષ પ્રત્યેની અભિરુચિન થવામાં કાળના કારણનું અપરિપકવપણું મુખ્ય છે.
જે જીવ ચરમાવર્તકાળમાં પ્રવેશ્યો નથી અર્થાત્ તે જીવનો સંસારકાળ એક પુદ્ગલપરાવર્તનથી અધિક છે તેવા જીવને મોક્ષાભિલાષ પ્રગટે નહીં. ચરમાવર્તકાળ પરિપકવ કાળ છે. ચરમાવર્તકાળમાં જીવ શુકલપક્ષી બનતાં તેનો સંસારકાળ વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ રહે છે. જિનવાણી, સત્સંગાદિ અન્ય કારણોના સમાગમે જીવ સમ્યગદર્શન પામે છે.
સમ્યગદર્શન પ્રાપ્ત થયા બાદ કેવળજ્ઞાન અને મોક્ષ અર્ધપુદ્ગલ પરાવર્તનકાળમાં પ્રાપ્ત થાય છે પરંતુ સમ્યગદર્શન મેળવવામાં અનંત પુલપરાવર્તન જેટલો કાળ પસાર થઇ જાય છે. તેથી જ કહ્યું છે કે, “સમ્યગદર્શન પ્રાપ્ત થવું ખૂબ કઠિન છે.”
રોહિણેયકુમાર કાળ પરિપક્વતાને કારણે ચરમાવર્તકાળમાં પ્રવેશ્યો હતો. તે શુક્લપક્ષી બન્યો. તેને જિનદેવ, જિનવાણી પ્રત્યે અત્યંત અનુરાગ ઉદ્ભવ્યો હતો. (૨) સ્વભાવ:
વસ્તુની તથા પ્રકારની યોગ્યતાને સ્વભાવ કહે છે. પ્રત્યેક કાર્ય જીવ અને પુદ્ગલની યોગ્યતા પ્રમાણે થાય છે. ગોટલીમાંથી આંબાનું જ વૃક્ષ થાય, લીમડાનું નહીં. ગાય અને માછલી પાણીમાં તરે છે, પક્ષી આકાશમાં ઉડે છે. બળદને સમાન ખાધ પદાર્થ ખવડાવવા છતાં ગાયને દૂધરૂપે પરિણમે છે, બળદને નહીં. આકડાના દૂધમાંથી દહીં ન બને. આમ સ્વભાવમાં કોઇ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. શેરડીમાં મીઠાશ છે અને મરચામાં તિખાશ છે. ભવ્ય જીવો જ મોક્ષમાં જઇ શકે
મોક્ષમાં જવાની ઇચ્છા ભવ્ય જીવોને જ પ્રગટી શકે છે. તેવી યોગ્યતાવાળા જીવને ભવ્યત્વ સ્વભાવવાળો જીવ કહેવાય છે. જેને કયારેય મોક્ષની ઇચ્છા પ્રગટી શકે એવી યોગ્યતા નથી તે અભવ્યત્વ સ્વભાવવાળો જીવ કહેવાય છે. અભવ્યત્વ સ્વભાવવાળો જીવ કઠોર સાધના કરી નવ રૈવેયક સુધી જઇ શકે પણ મોક્ષમાં ન જઇ શકે. અભવ્ય જીવો મિથ્યાત્વ મોહનીયનો નાશ ન કરી શકે.
શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં અનાદિ પારિણામિક ભાવની ચર્ચા કરતાં કહ્યું છે કે, “જીવા કયારેય અજીવ ન બને અને અજીવ ક્યારેય જીવ ન બને તેવી જ રીતે ભવ્ય કદી અભવ્ય ન બને કારણકે ભવ્યત્વ- અભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવ છે, સ્વાભાવિક છે. તેને કર્મોનો ઉદય, ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ સાથે સંબંધ નથી.”
અવ્યવહારરાશિમાંથી વ્યવહારરાશિમાં જીવ કાળનો પરિપાક અને નિયતિભવિતવ્યતાના યોગે આવે છે, છતાં ભવ્યત્વ સ્વભાવને કારણે જ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરી શકે છે. વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ અભવ્ય જીવો અનંતાનંત પુદ્ગલ પરાવર્તન સુધી સંસારમાં રખડે છે, છતાં મોક્ષ મેળવી શકતાં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org