________________
૨૮૧
સમાધિશતક'માં આચાર્યપ્રવર કહે છે:
“સેવત પરમ પરમાતમા, લહેવિકા તસ રૂપ;
બતિયાં સેવત જયોતિકું, હોવત જયોતિ સ્વરૂપ.''||૮૩||.
સિદ્ધશિલાનાં સુખ જેના લલાટે લખાયાં છે, તે પરમાત્માને સેવે તો જ નિજ સ્વરૂપ પામી શકે છે. ભલે, તે જીવ અંધારે અથડાતો હોય પણ એના અંતરમાં ઝળહળ જયોતિ અપાર છુપાયેલી છે. પ્રભુસેવા (જિનાજ્ઞા પ્રત્યે શ્રદ્ધા અને આચરણ) એ જ્યોત પરનું મોહરૂપી આવરણ ફગાવી દે છે. જ્યોતને અડવા માત્રથી જ દિવેલને દિવેટવાળો દિવો જયોતિમય બની જાય છે.
આવા વિશિષ્ટ પુણ્યશાળી, ઉત્તમ પુરુષના ગુણકીર્તન કરતાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય છે. શિક્ષાપ્રેરણા (૧) પેટિયું રળવા રોહિણેય કુમારે ઝનૂની પ્રયત્ન કર્યા. તેનો બળાપો તેણે નગરમાં ઠાલવ્યો. અનુચિત આજ્ઞા, વચનનો ભંગ કે અવિચારી પગલા ભરવાથી રોહિણેયકુમાર ચોરી કરવા પ્રેરાયો. મહારાજા શ્રેણિકની રાજધાનીમાં અશાંતિ વધી. રાજાની ઇજજત પણ ઘટી. તેન પકડાયો ત્યાં સુધી રાજાનો જીવ તાળવે ચોંટેલો રહ્યો. આવેશ, ઉત્તેજના એ વેરઝેર અને કડવાશનાં વૃક્ષનાં ખાતરપાણી છે. (૨) પગમાં કાંટો ભોંકાયો અને જિનવચન કાનમાં પડ્યા તે પરથી તારણ નીકળે છે કે “જે થવાનું હોય તે થઇને જ રહે છે અન્યથા નિત્ય ચોરી કરનારો, પ્રભુના વેણ પ્રત્યે દ્વેષ ધરનારો રોહિણેયકુમાર જિનના વેણ કયાંથી સાંભળી શકે? વળી, તે સમયે પ્રભુએ દેવગતિ વિશે દેશના આપી તે પણ કેવું આશ્ચર્ય! સૌથી મોટું આશ્ચર્ય તો એ છે કે મહામંત્રી અભયકુમારે રચેલપ્રપંચ પણ દેવભવનો જ !.
સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીએ ભવિષ્યમાં થનારી ઘટનાથી પ્રતિબોધ પમાડવા જ રોહિણેયકુમાર જેવા ભવ્યાત્મા પર અપાર કરુણા વરસાવી, તેવી દેશના આપી હશે. (૩).કોઇ પણ વ્યકિતના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કે નિંદા કરવી તે સજજનતા નહિ પરંતુ દુર્જનતા છે. પ્રાયઃ દષ્ટિ બદલાતાં દિશા પણ બદલાય છે. ભૂતકાળની દષ્ટિથી જ વ્યકિતને જોતાં રહેવું એ માનવીની તુચ્છ અને મલિન વૃત્તિ છે. પાપીમાં પાપી પ્રાણી પણ પોતાનું જીવન પરિવર્તિત કરી શકે છે, ઈતિહાસ તેનો સાક્ષી છે. પ્રદેશ રાજા, અર્જુન માળી, પ્રભવ ચોર, વાલિયો લૂંટારો અને દસ્યુરાજ રોહિણેય ઇત્યાદિ તેનાં સચોટ ઉદાહરણો છે. (૪) સેંકડો માનવોની સંપત્તિ આંચકી લેનારા રોહિણેય ચોર પ્રત્યે ભગવાન મહાવીરે અંશમાત્ર ધૃણાનો વ્યવહાર ન કર્યો. અરે ! ચોરથી પરેશાન મહારાજા શ્રેણિક કે મહામંત્રી અભયકુમારે તેના પ્રત્યે સહેજ પણ અણગમો વ્યક્ત ન કર્યો. તેની સંયમની ભાવનાને ધુત્કારી ન કાઢતાં તેની પરિચર્યા કરી. મહારાજા શ્રેણિકે પોતાના પુત્ર મેઘકુમારનો જેવી રીતે દીક્ષા મહોત્સવ ઉજવ્યો તેવી જ રીતે રોહિણેયકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. 1. ભગવાને રોહિણેયકુમાર જેવા ચોરને શ્રમણ સંઘમાં સ્થાન આપ્યું, તેમાં જૈનધર્મની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org