________________
૨૮૦
છે. (શ્રી ભગવતી આરાધના)
સમ્યગદર્શન, સમ્યગજ્ઞાનથી આત્મા અને દેહની પૃથતા સમજી ચારિત્ર અને તપને આરાધનારૂપ સમાધિમરણ એ આત્મહત્યા નથી પણ મહાન કર્મ નિર્જરાનું સાધન છે. સંથારાની વિધિઃ (પુણ્યપ્રકાશ સ્તવનમાં દશપ્રકારની આરાધના છે.)
રોહિણેય મુનિએ પરમતત્ત્વને મેળવવા અનશન કરવા પૂર્વે દશપ્રકારની આરાધના કરી.
(૧) તેમણે સૌ પ્રથમ સ્વીકૃત વ્રતોમાં લાગેલા દોષોની પ્રતિક્રમણ દ્વારા આલોચના કરી શુદ્ધિ મેળવી. (૨) ત્યાર પછી પુનઃ મહાવ્રતો ભણ્યા. (૩) સર્વ જીવો સાથે ક્ષમાપના કરી મૈત્રીભાવ સ્થાપિત કર્યો. (૪) અઢાર પાપસ્થાનકોનો પરિહાર કર્યો. (૫) અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણું સ્વીકાર્યું. (૬) દુષ્કૃત્યોની નિંદા કરી (0) સુકૃત્યોની અનુમોદના કરી. (૮) શુદ્ધ ભાવના ભાવ (૯) ગુરુવંદન કરી ગુરુમુખેથી અનશનના પ્રત્યાખ્યાન કર્યા. (૧૦) નવકારમંત્રનું સ્મરણ કર્યું.
રોહિણેય મુનિએ જીવનની ઢળતી સંધ્યાએ હૈયાના ઉલ્લાસપૂર્વક કર્મસત્તા સામે ઝઝૂમવા પાદપોપગમન અનશનના પ્રત્યાખ્યાન કર્યા. તેઓ શરીરના હલનચલન વિના નિચેષ્ટ, અચલ બની ડાભના સંથારાપર સૂતા. તેમણે પડખું પણ ફેરવ્યું નહીં કે અંગોપાંગપણ હલાવ્યા નહીં.
તપસ્વી રોહિણેય મુનિ સમાધિમરણના પ્રભાવે મૃત્યુ પામી દેવલોક*(સવાર્થસિદ્ધ વિમાન)માં દેવપણે ઉત્પન્ન થયા.
દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરી રોહિણેય મુનિનો આત્મા ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં માનવ ભવમાં અવતરશે. મનુષ્ય જન્મમાં પુનઃ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરશે.
આઠ પ્રકારની માટીના લેપથી લેપાયેલું તુંબડું પાણીના તળીયે રહે છે પરંતુ જેમ માટીનો લે. દૂર થતાં તુંબડું સહજ પાણીની ઉપર તરે છે, તેમ વિશુદ્ધ તપ અને નિરતિચાર સંયમની ઉત્કૃષ્ટ સાધન વડે આઠે કર્મોનું ઉમૂલન કરી જીવ હલકો બની ચૌદ રાજલોકના મથાળે સિદ્ધિ નામના સ્થાનમાં પહોંચશે. ત્યાં મુકત બની આદિ અનંતકાળ સુધી રહેશે. કુમારિકા સ્ત્રીને પ્રથમ સંયોગે થતા આનંદની જેમ રોહિણેય મુનિનો આત્મા સિદ્ધાલયમાં જઇ પરમ બ્રહ્મનો આનંદ અનુભવશે. તે સુખ ઉપમાતીત અનુપમેય અને અચિંત્ય છે.
આપ આપ મેં સ્થિત હુયે, તારર્થે અગ્નિ ઉધોગ;
સેવત આપહિ આપકું, હું પરમાતમ હોત.”(સમાધિશતક-૮૪)
જિનનું સ્વરૂપ માનવમાં ખુદમાં અંતર્લિંત છે. “આપ પદ' આપમાં જ છુપાયેલું છે. આપ જે ‘આપ’ની જ સેવા કરે તો એ પડદો ઉંચકાઇ જાયને આપ પદ'ખૂલ્લું થઇ જાય.
અગ્નિનો પ્રકાશ તરણી - કાષ્ઠમાં છુપાયેલો છે. બે કાષ્ઠ અથડાય એટલી જ વાર છુપાયેલો એ અગ્નિ ખુલ્લો થઇ જાય છે.
આત્મા પોતે જ પરમાત્મા' છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્ર વાં (મોહરાજાને પરાસ્ત કરી) જીવાત્મા પોતાનું નિજ સ્વરૂપ (પરમાત્મા) પ્રાપ્ત કરે છે.
* સંસ્કૃત હસ્તપ્રત, કડી-૪૦૦ અનુસાર રોહિણેય મુનિ સવાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારીપણે અવતર્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org