________________
૨૦૨
...૩૧૦,
અને ભાવ) વિશે કહેતા.
રોહિણેયમુનિએ ગમા-અણગમા (રાગ-દ્વેષ)નો ત્યાગ કર્યો હતો. તેઓ બાર પ્રકારની ભાવના (અનિત્યાદિ) નિત્ય ભાવતા હતા. તેઓ (જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી) કિતત્ત્વમાં દઢતા રાખતા હતા. વળી, તેમણે ચાર પ્રકારના કષાય (ક્રોધ, માન, માયા, લોભ) નો પરિહાર કર્યો હતો. ...૩૧૧.
રોહિણેયમુનિ હાસ્ય, વિનોદ(મશ્કરી), ઈર્ષાથી અળગા રહ્યા. તેમણે આઠ પ્રકારના મદને, છોડ્યા. તેઓ ચાર પ્રકારની વિકથા (સ્ત્રીકથા આદિ) થી છેટા રહેતા. તેમણે મુક્તિનો પંથ સાધ્યો હતો.
...૩૧૨. દીક્ષા બાદ રોહિણેયમુનિએ નિદ્રા ઓછી કરી, અત્યભાષી બન્યા. રસ્તે ચાલતાં કોઈની સાથે વાત કરવાનું બંધ કર્યું. પોતાના દેહની સપ્ત ધાતુઓ (અસ્થિ, મજ્જા, માંસ, મેદ, લોહી, વીર્ય વગેરે સાત ધાતુઓ શરીરમાં હોય)ને વીર જિનેશ્વરનાં વચનોથી રંગી દીધી હતી.
તેમણે સત્તર ભેદે સંયમ સ્વીકાર્યો, તેમજ બાવીસ પરિષહોને સમતાભાવે સહન કર્યા કાઉસગ્ગના દોષોનો તેમણે ત્યાગ કર્યો. કાઉસગ્ગના ઓગણીસ દોષ શ્રી જિનેશ્વર ભગવંતે કહ્યા છે.
...૩૧૪. તેઓ સાધુના છત્રીસ (૩૬) ગુણોથી યુક્ત હતા. તેઓ સિદ્ધપદનું ધ્યાન ધરતા હતા. તેઓ સ્ત્રીઓથી સદા દૂર જ રહેતા હતા. તેઓ અન્યની વાતો કદી કાને ન ધરતાં. વળી, નિંદા, ચાડીચુગલી કે સાંસારિક વાતોથી દૂર જ રહેતા હતા.
...૩૧૫. તેમણે દીક્ષા પછી ચોથ ભક્ત (એક ઉપવાસ), છઠ્ઠ (બે ઉપવાસ), અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) તપની તપશ્ચર્યા કરી. આ ઉપરાંત દસ, બાર વગેરે તથા (પાસખમણ) ૧૫ ઉપવાસ ખૂબ કર્યા. વળી, તેઓ એક માસક્ષમણ (૩૦ ઉપવાસ) તપશ્ચર્યામનમાં નિર્ધારિત કરતા.
...૩૧૬. બે માસક્ષમણના પ્રત્યાખ્યાન કરતા અને ત્રણ માસ સુધી તપશ્ચર્યા ચાલુ રાખતા. તેમણે ઉત્તમ ચૌમાસી તપ કર્યું, તેમજ પાંચ મહિનાની તપશ્ચર્યા પણ ખાસ કરી.
..૩૧૦. રોહિણેયમુનિએ છમાસિક ઉપવાસ કર્યા. તેમણે બીજી પણ ઘણી તપશ્ચર્યાઓ અનેક વખત કરી, કર્મોનાં મૂળ (પડળો) નો છેદ કર્યો. તેમણે દેહનું મમત્વ છોડ્યું હોવાથી દેહની સારવાર ત્યજી દીધી.
...૩૧૮. તેમણે લોહી અને માંસને સૂકવી નાંખ્યાં (કાયાને કૃશ બનાવી). તેમણે ક્રોધ, વાસનાકામભોગો અને તૃષ્ણા ઈચ્છાઓને સંપૂર્ણપણે જીતી લીધી. તેમણે ઈન્દ્રિયો પર પોતાનો કાબૂ જમાવ્યો. (એક દિવસ) ભગવાન મહાવીર સ્વામીને ચરણે વંદન કરવા ગયા.
તેમણે (વિનયપૂર્વક પ્રભુની આજ્ઞા માંગતેં કહ્યું, “ભગવન્! જો આપ આજ્ઞા આપો તો હું અનશન કરવા ઈચ્છું છું.” ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તર આપ્યો. “દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો'' પ્રભુનાં વચનો સાંભળી ચારે ગતિના દુઃખોનું નિવારણ કરવા તેઓ (વૈભારગિરિ). પર્વત પર ચઢ્યા.
૩૨૦
...૩૧૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org