________________
૧૧૦
...૧૨૫
..૧૩૨
આવી નરખતો શ્રેણીક રાઈ, દીઠો તવ રોહણ સાહઈ; નૃપ કહઈ સુત ચુકઈ તેડ્યો, એ તો રોહણીઉ સેઠયો મંત્રી કહઈ એ સહી ચોરો, હવડાં બાંધું લેઈ દોરો; સાત ભોમી એક અવાસો, ત્યાહા રચના કીધી ખાસો
....૧૨૬ માહા રત્ન અમુલ્ય આણી, કરઈ દેવ ભુવન ઈંધાણી; દેવંગના સરખી નારી, કીધી ત્યાહા ચામરધારી ગાંદ્રવ કલા નાટિક થાઈ, વિણા વાહાતી અપછરા ગાઈ; રોહણીઉ જમવા બઈમારયો, કરી ભગત્યનઈ કોઠિ ઠારયો ચંદ્રહાસ તે મદીરા પાઈ, ત્યારઈ તસકર પરવશ થાઈ; કહઈ મુઝ નઈ નીદ્રા આવઈ, મંત્રીસ્વર ઢોલ ઢલાવઈ સૂતો ઉડ્યો નર ત્યારઈ, જાગ્યો ઉતરી મદિરા યારઈ; દેવલોક સરીખું દેખાઈ, વીમાનમાહા નાટિક પેખઈ
....૧૩૦ દીઠી અપછરા સુંદર સારી, ચમક્યો તવ રીદઈ મઝારી; ચામર વીજઈ નારી પ્યારો, બોલઈ મુખ જઈજઈકારો
....૧૩૧ જઈ જઈ ભંદા જઈ જઈ નંદા, કરો સ્વામી તુમ આનંદા; માંગલીક વચન બહુ બોલઈ, સ્વામી નહી કુણ તુમ તોલઈ સ્વામી પૂરો વીમાનઈં વાસો, અમ્યો કયંકર છું તુમ દાસો; સુખ વલસો અપછરા સાથંઈ, ઈંદ્ર અંદ્રાણીની ભાતંઈ ચંતઈ (ચિંતઈ) રોહણીઉ તતખેવો, ટલી માનવ થયો ચુ દેવો; *
પૂછઈ અપછરા નઈ તેહો, તો કસ્યુઅ કરો છો એહો અર્થ: રોહિણેયકુમાર નિત્ય રાજગૃહી નગરીમાં ધાડ પાડી શોર મચાવતો હતો તેથી મહામંત્રીને અતિ આશ્ચર્ય થયું. તેમને એક દિવસ વિચાર આવ્યો કે, હું તેને જિનાલયમાં પકડીશ. ૧૧૦
બીજે દિવસે અભયકુમાર જિનાલયમાં જિનપૂજા કરવા ગયા. ત્યાં તેમણે આજુબાજુ રોહિણેયકુમારને શોધ્યો પરંતુ ક્યાંય ન દેખાયો. ત્યાં તો થોડી વારમાં તે જિનાલયમાં પ્રવેશ્યો. ...૧૧૮
અભયકુમાર પૂજા માટે જિનાલયમાં આવ્યા. તેમણે વિચાર્યું, ‘ખરેખર! આ રોહિણેયકુમાર તો નહીં હોયને?' (કારણકે દેરાસરની વિધિ નથી સાચવતો એટલે કે, તેણે જિનદેવને ત્રણ પ્રદક્ષિણા પણ ન આપી. તેણે કળશને બદલે ઘડો ભરીને પ્રક્ષાલ કર્યું. આવી અવિધિ જોવાથી ખ્યાલ આવી ગયો કે આ કપટી રોહિણેયકુમાર જ છે.
..૧૧૯ જિનેશ્વરના અંગલુછણા હળવે હાથે કરવાને બદલે ઘસરડાં પડે, તેમ જોર જોરથી કરે છે. અંગે અંગપૂજા કરવાના બદલે મસ્તકે કેશર વગેરેનું કચોળું છોળે છે. વળી ભાવપૂજામાં ચૈત્યવંદના કરવાનું હોય તે કરતો નથી. આવું જોઈમહામંત્રી અભયકુમાર તેની પાસે આવ્યા. ...૧૨૦
રોહિણેયકુમાર અભયકુમાર પાસે આવ્યા છતાં તે તરફ દુર્લક્ષ્ય કરી તે જોરજોરથી જિનની
•...૧૩૩
....૧૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org