________________
૧૯૮
સમ્યક્ત્વ વિનાની ક્રિયાનું અધ્યાત્મની દષ્ટિએ કોઈ મૂલ્ય નથી. “અધ્યાત્મસાર’માં યશોવિજયજી મ. આગળ કહે છે:
कनीनिकेव नेत्रस्य कुसुमस्येव सौरभम्।
सम्यक्त्व मुच्यतें सारःसर्वेषां धर्म कर्मणात्।।५।। અર્થ: જેમ નેત્રનો સાર કીકી (કનીનિકા) છે, પુષ્પનો સાર સૌરભ છે તેમ સર્વ ધર્મનો સાર સમ્યકત્વ છે.
બોધિ (સમ્યફ શ્રદ્ધા) એ રત્નપ્રદીપ છે. પ્રદીપના અભાવમાં અંધકાર હોય છે, તેમ સમ્મર શ્રદ્ધાના અભાવમાં રત્નદીપ વિનાનું જ્ઞાન, ચારિત્ર કે તપ આત્માના મૂળ સ્વરૂપને પ્રગટાવી ન શકે મુક્તિના અર્થીને રત્નપ્રદીપ વિના એક ક્ષણ પણ રહેવું જોખમકારક છે.
બોધિનો મહિમા અચિંત્ય છે, તેથી શ્રીમદ્જી અપૂર્વ અવસર કાવ્ય'માં કહે છે:
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિતે પણ શ્રી ભગવાન છે; તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે, અનુભવ ગોચરમાત્ર રહ્યું તે જ્ઞાન જો.” .૨૦
જેમ ઘીનું વર્ણન વાણીથી ન થઈ શકે તેમ આત્માનુભૂતિ (સમ્યક્ શ્રદ્ધા-બોધિ)નું કથન અનુભવ વિના ન કહી શકાય. લાખો અને કરોડોમાંથી કોઈ વિરલા જ તેનો અનુભવ કરી શકે છે,
“વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ.”
આ પ્રમાણે જેટલા પણ શમ, દમ, બોધ, વ્રત, તપ આદિને સફળ બનાવનાર સમ્યગદર્શન છે. તે પ્રાપ્ત થવુંમહા દુર્લભ છે. આત્માનુભૂતિનું સુખ અતુલનીય છે. વૈરાગ્ય કલ્પલતા'માં કહ્યું છેઃ
सुरासुराणं निलितानि यानि सुखानि भूयो गुणकारभाज्जि।
સમધમાનાં સમતાસુચ, તાજો માગોપનસંપત્તિ પરિરૂ૪|| અર્થ: સર્વ દેવો, સર્વ અસુરોના સુખો એકત્રિત કરવામાં આવે અને તે સુખોનો અનેક વાર ગુણાકાર કરવામાં આવે તો પણ તે સુખ સમાધિ સુખને અનુભવતા મહાત્માઓના સુખના એક અંશ જેટલું પણ નથી.
આત્માનુભૂતિનું સુખ અનુભવગમ્ય છે. તે વાણીનો વિષય નથી.
“નાગર સુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ કુમારી રે;
અનુભવ વિણ ત્યમ ધ્યાનતણું, તેમ નારી રે.”
જેમ કુંવારી કન્યા પતિ સુખને જાણતી નથી, તેમ પામર માનવી આત્માનુભૂતિના સુખને જાણતો નથી,
આ સમ્યગદર્શનનો દીપક પ્રગટાવનાર સુગુરુ છે. જિનવચનરૂપી મિશાલથી મોહ અંધારુ, કર્મોનો પડછાયો અને દુઃખોનું અસ્તિત્વ ટકી શકતું નથી. જિનવચનનું ચિંતન-મનન અને નીદિધ્યાસન બોધપામવાનો તરણોપાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org