________________
૨૦૫
કવિએ દ્રવ્યલિંગને અપ્રમાણ કહ્યું છે, તેમ ઉપાધ્યાય યશોવિજયજીએ પણ લિંગને અપ્રમાણ કહ્યું છે.
“કોઈ કહે અર્પેલિંગે તરસ્યું, જૈન લિંગ છે વારુ;
તે મિથ્યા, નવિ ગુણ વિણ તરઈ, ભુજ વિણ ન તરેતારૂપે.”(૧/૧૮) અર્થ આઘો, મુહપત્તીથી તરી જઈશું એવું કહેનારા દ્રવ્યલિંગી (સાધુવેશ કે ઉપકરણાદિ)થી ન તરાય, જેમ હાથ વિના તરવૈયો નદી ન તરી શકે.
જૈનદર્શનમાં વેશની મુખ્યતા કરતાં અંતર પરિણતિની વધુ મહત્તા છે. નવ તત્ત્વમાં મોક્ષ તત્વની અંદર પંદર ભેદે સિદ્ધ થવાની વાત કહી છે. તેમાં અન્યૂલિંગ, સ્વલિંગ અને ગૃહસ્થલિંગે સિદ્ધ થઈ શકે તેવું જણાવેલ છે.
કર્મમુક્ત જીવોમાં કર્મરૂપી બીજ બળી ગયા હોવાથી જન્મરૂપ અંકુરોની ઉત્પત્તિ નથી. જન્મ ન હોવાથી શરીર પણ નથી, અશરીરીને દ્રવ્યવેદ નથી. ચારિત્ર મોહનીય વેદનો અભાવ હોવાથી સર્વ સિદ્ધ ભગવંતો એક સમાન જ હોય પરંતુ છેલ્લા જે દેહથી તેઓ સર્વ કર્મોથી મુક્ત થઈ લોકાગ્રે પહોંચે છે તે અપેક્ષાએ પંદર ભેદે સિદ્ધ થાય છે. સિદ્ધના પંદરભેદ (શ્રી નંદીસૂત્રના સૂત્ર-૨૧,પૃ.૨૦૩ અને શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧, સૂત્ર-૧૧,પૃ.૯૬૦) ૧)તીર્થ સિદ્ધા : તીર્થકરો દ્વારા તીર્થની સ્થાપના થયા પછી જે મોક્ષે જાય તે.
દા.ત. ગણધર. ૨) અતીર્થ સિદ્ધ : તીર્થકરો તીર્થનું પ્રવર્તન કરે તે પહેલાં જ મોક્ષે જાય તે.
દા.ત. મરૂદેવી માતા. ૩) તીર્થકર સિદ્ધાઃ તીર્થકરની પદવી પામીને જે મોક્ષે જાય છે.
દા.ત. બદષભદેવ આદિ તીર્થકરો. ૪) અતીર્થકર સિદ્ધા : તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળીપણે મોક્ષે જાય તે.
દા.ત. કપિલ કેવળી. ૫) ગૃહસ્થલિંગ સિદ્ધા : ગૃહસ્થના વેશમાં જ કર્મનો ક્ષય થતાં મોક્ષે જાય છે.
દા.ત. ભરત ચક્રવર્તી. ૬) અન્યૂલિંગ સિદ્ધા : સંન્યાસી, યોગી, તાપસના વેશમાં મોક્ષે જાય છે.
દા.ત. વલ્કલચરી મુનિ. ૦) સ્વલિંગ સિદ્ધાઃ જૈન શ્રમણના વેશમાં મોક્ષે જાય છે.
દા.ત. જંબુ સ્વામી, ગૌતમ સ્વામી આદિ. ૮) સ્ત્રીલિંગ સિદ્ધ ઃ સ્ત્રીલિંગે મોક્ષે જાય છે. દા.ત. ચંદનબાળા, બ્રાહ્મી, સુંદરી આદિ. ૯) પુરૂષલિંગ સિદ્ધા : પુરૂષલિંગે સિદ્ધ થાય છે. દા.ત.તીર્થકર, ગણધર ઈત્યાદિ. ૧૦) નપુંસકલિંગ સિદ્ધા : નપુંસકલિંગે સિદ્ધ થાય છે. દા.ત. ગાંગેય અણગાર. ૧૧) પ્રત્યેક બુદ્ધ સિદ્ધા : કોઈ પદાર્થ દેખી પ્રતિબોધ પામે. જેમકે સંધ્યાના રંગ, વૃદ્ધત્વ, મેઘધનુષ
દા.ત. કરકંડુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org