________________
૨૪૨
ઉમૂલન સૂચવે છે. આત્મામાં નિરંકુશરૂપે રહેલા દોષોને દબાવવા, નિયંત્રણ કરી નામશેષ કરવા. મિઃ અર્થ મર્યાદાનો સૂચક છે. ધર્મ સત્તાની સીમાની અંદર રહેવાની અને વિધિ તથા પૂર્વાપર સ્થિતિ કેળવવાની કોઈ આત્માને અપેક્ષા ન હોય તો દુષ્કૃત્યની શુદ્ધિ ન થાય. “દુ નો અર્થ એ છે કે દુષ્કૃત્યને આચરનાર આત્માની દુર્ગછા કરું છું. “વ” મારાથી કરાયેલા તે પાપોને; “કહેતાં ઉપશાંત કરું છું. સર્વ જીવો પ્રત્યે ક્ષમા, મૃદુતા, નિર્લોભતા, પાપનો તિરસ્કાર વગેરે ભાવો ધારણ કરું છું.
સંક્ષેપમાં “મિચ્છામુદુક્કડ' દુષ્કૃત્યના કુસંસ્કારોને ઉખેડી નાખી આત્માને વિશુદ્ધ બનાવવાની પ્રક્રિયા છે.
રોહિણેયકુમારે સર્વ જીવો સાથે ક્ષમાપના કરી. તે પોતાની માતા પાસે દીક્ષાની અનુમતિ લેવા આવ્યો. તેણે પોતાની અનંત ઉપકારી જનનીના ચરણસ્પર્શ કરી સંયમની અનુજ્ઞા માંગી. પોતાનો. એકનો એક લાડકવાયો, શૂરવીર અને ચતુર પુત્ર દીક્ષા લેવા તૈયાર થયો છે તેવું જાણી માતૃહૃદય ચીરાઈ પડયું. લોહમતી હચમચી ઉઠી. તે સ્નેહવશ આક્રંદ કરવા લાગી. પુત્ર વિયોગના માનસિક મહાદુઃખથી તેનું શરીર ધ્રુજવા લાગ્યું. તે નિસ્તેજ બની ગઈ.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૧માં રાણી મૃગાવતીના પુત્ર બલશ્રી' (મૃગાપુત્ર)ને સાધુનાં દર્શન થતાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેને સમજાયું કેઃ
સુરલોકનરલોકનાગલોક, ઈન તીનોમેં સુખ નાંહિ;
યા સુખ હરિકેચરનમેં, યા સંતન કી માંહિ.” અર્થ: ત્રણે લોકનું સુખપરમાત્માના ચરણોમાં અથવા સદ્ગુરુની સમીપે રહેવામાં છે.
તેણે માતા પિતા પાસે આવી પંચ મહાવ્રતરૂપ સંયમ ધર્મથી સંસારરૂપ મહાસાગર તરવાની ઈચ્છા પ્રદર્શિત કરી, તેમ રોહિણેયકુમારે જિનવચન રૂપ રસાયણથી પ્રબુદ્ધ બની માતા પાસે ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની અનુજ્ઞા માંગી.
જેમ મૃગાપુત્રના માતા-પિતા પુત્ર મોહના કારણે દીક્ષાની આજ્ઞા આપવા તૈયાર ન થયા, તેમા પોતાની વૃદ્ધાવસ્થાની લાકડી સમાન એકના એક પુત્રને માતા લોહમતી દીક્ષાની મંજૂરી આપવા તૈયાર ન થઈ. જે બીજને વૃક્ષરૂપે હોરતું જોયું છે, એ વૃક્ષ રાતોરાત અન્યત્ર ચાલ્યું જાય, તો શું થાય?
જેમ મૃગાપુત્રને તેના માતા-પિતા શ્રમણધર્મની કઠોરતાનું વર્ણન કરે છે, તેમ લોહમતી (રોહિણી) પોતાના પુત્રને શ્રમણ ધર્મનાં આકરાં કષ્ટો અને દુઃખોનું વર્ણન કરી ઢંઢોળતાં કહે છે કે,
હે પુત્ર! સંયમ જીવન લોઢાના ચણા ચાવવા બરોબર છે. તું હજી નાનકડો બાળ છે. વત્સ! તું સુકુમાર છે. તારાથી સાધુજીવનની કઠોર ચર્ચા શી રીતે પળાશે? તલવારની ધાર સમાન વિષમ પથ પર તું ઉઘાડા પગે શી રીતે ચાલી શકીશ? તારું સુકોમળ શરીર આકરા વ્રત-નિયમોને કઈ રીતે જીરવી શકશે?' આટલું બોલતાં બોલતાં માતૃહદય ચીરાઈ પડયું.
કડી - ૨૮૩ થી ૨૮૫માં રોહિણેયકુમાર માતાને તેનો સુંદર અને સચોટ પ્રત્યુત્તર આપે છે. માતા અને પુત્રનો સંવાદખૂબ રસપ્રદ છે. માતા ભયના પ્રલોભન આપી સંયમથી વિમુખ કરવા ઈચ્છે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org