________________
૨૪૬
અધર્મ કરનાર દુર્ગતિ પ્રાપ્ત કરે છે. ચાર ગતિમાંથી ભયંકર દુઃખ અને પરવશતાના કારણે નરક અને તિર્યંચ આ બે ગતિને દુર્ગતિગણેલી છે.
શ્રી ઠાણાંગ સૂત્ર'ના ચોથા સ્થાને, ઉદ્દેશક-ચાર, સૂ.૧૧૩-૧૧૪માં ચાર ગતિમાંથી નરક અને તિર્યંચગતિમાં પ્રવેશવાનાં ચાર-ચાર કારણો દર્શાવેલ છે.
ચાર કારણે જીવ નરકગતિમાં પ્રયાણ કરે છે. (૧) મહા આરંભ - અમર્યાદિત હિંસા (૨) મહાપરિગ્રહ - અમર્યાદિત સંગ્રહ (૩) પંચેનિદ્રય જીવોનો વધ (૪) કુણિમ આહાર - માંસ ભક્ષણ, ઈત્યાદિ. સંક્ષેપમાં અમર્યાદિત હિંસા નરકગતિનું પ્રવેશદ્વાર છે.
શ્રી ઠાણાંગ સૂત્ર'ના સ્થાન-૪/ઉ.૪/સૂ.-૧૧૪માં તિર્યંચગતિને યોગ્ય કારણો દર્શાવેલ છે.
ચાર કારણોથી જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. (૧) માયાચારથી, માનસિક કુટિલતા, કપટથી (૨) અતિમાયા દ્વારા બીજાને ઠગવાથી (૩) અલીક વચન-અસત્ય વચનથી (૪) ફૂટતુલાઓછું-વધુ તોળવાથી, માપવાથી. માયા, પ્રપંચ, વિશ્વાસઘાત, ઠગાઈ વગેરેથી તિર્યંચ (પશુ) યોનિમાં જીવ પ્રવેશે છે.
ચોરીના વ્યવસાયમાં ઠગાઈ, વંચના, પ્રપંચ અને વિશ્વાસઘાત રહેલાં છે. આવો વ્યવસાય કરવાથી જીવાત્મા સાથે દુર્ગતિ લપેટાઈ જાય છે. ચોરીનો ગુનો સાબિત થતાં ચોરને ફાંસી જેવી આકરી સજા થાય છે. દોરો કાપેલી પતંગ જેમ નીચે પડે છે, તેમ ગુનેગાર આ ભવમાં પોતાના દ્રવ્યપ્રાણો નષ્ટ કરી દુર્ગતિની ખાઈમાં ધકેલાય છે.
ધર્માચરણમાં સાવધાન થઈ વર્તનાર જીવ પોતાના દ્રવ્ય અને ભાવપ્રાણોને બચાવી પરમ ગતિ પ્રાપ્ત કરે છે.
દુહા : ૧૮ દૂરગતિ ચોરી વણજવી, નીત્ય અન્યાની વાત; .
વીર વચન સુણિ કુણ કરઇ, બાહાય પરાણ જ ઘાત અર્થઃ ચોરીના ધંધાથી દુર્ગતિ મળે છે. તેમાં હંમેશા અન્યાય કરવો પડે છે. વીર વચન સાંભળીને આવો પોતાના બાહ્યપ્રાણોનો ઘાત થાય તેવો ધંધો કોણ કરે?
...૨૮૦. ચોપાઇ : ૬ અધર્મનો ત્યાગ કરવાની ખેવના જે નર હણઇ અત્યંતરપ્રાણ, તે તો પાપી મુઢ અજાણ; તેહ થકી ભારે નર તેહ, બાહારિ પરાણ હણઇ નર જેહ અત્યંતર પ્રાણ હણઇ નઇ મુઝ, અવર દૂખ તેહનઇ નહી જુઉં; બાહારિ પરાણ પાપી જે હરઇ, સકલ કુટંબ નઇ દૂખીઉં કરઇ તેણઇ કારણિ નવિ ચોરી કરું, વીર હાથિ સંયમ આદરૂં; એણી વાતિ ભૂઝનઇ નહી લાજ, નાવી નંદ કુલઇ યમરાજ માહારા વડેરા હુઆ જેહ, ચોરી પાપ કરતા તેહ; તેણઇ તસ કરતિ નવિ વીસ્તરી, મુકઇ અપજસ નોહઇ ફરી
•.. ૨૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org