________________
૨૫૦
પ્રાપ્તિ કર્યા પછી વેશધારી સાધુની પણ જાહેરમાં નિંદા કરી નથી. તેમના સમ્યક્ત્વની પરીક્ષા કરવા આવેલા દેવે સગર્ભા સાધ્વી તેમજ માછલાં પકડતા સાધુનો વેશ ઘારણ કર્યો. વેશ ઉત્તમ હતો પણ કાર્ય હલકી કોટિનું હતું, છતાં શ્રેણિક રાજાના ચિત્તમાં તેમને જોઇને લેશ માત્ર ખેદ કે ધૃણા ન થઈ! “આ. જગતના જીવો કર્મવશ છે તેથી એવું પણ બની શકે છતાં આ વાત ખાનગી જ રહેવી જોઇએ.” ગુપ્તપણે વિપરીત પરિસ્થિતિ સાચવવાથી લોકોનો ધર્મ અને ધર્મગુરુ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે છે. આવી વિવેક દષ્ટિ સમકિતી આત્મા સિવાય કોને હોય?
વર્તમાન કાળે સમાચાર પત્રો અને માસિકોમાં ખુલ્લેઆમ સાધુ વર્ગની થતી નિંદા અને યુવાન વર્ગની ધર્મથી વિમુખતા ઉભી કરનારા ભાંગફોડિયા લોકોએ આ પ્રસંગ પરથી પ્રેરણા લેવા જેવી
દ્વારકાધીશ શ્રીકૃષ્ણને સંયમ ધર્મ પ્રત્યે અદ્ભુત ભક્તિ અને અનન્ય અનુરાગ હતો. તેઓ પોતાની પુત્રીઓને યોગ્ય વય થતાં પૂછતાં, “દીકરી તારેરાણી થવું છે કે દાસી?” જે દીકરી રાણી થવા માંગે તેને ભગવાન નેમનાથની શિષ્યા થવા મોકલતા. એમના હદયમાં એવી ભાવના હતી કે મારી દીકરીઓ પરમાત્માનો પંથ ગ્રહણ કરી મોક્ષ સુખની અધિકારી બને, સંસારમાં કર્મસત્તાની દાસી નહીં!
કવિ ષભદાસકૃત શ્રી અભયકુમાર રાસની ચોપાઇ-૧૫માં મહામંત્રી અભયકુમારનો સર્વવિરતિધરો પ્રત્યેનો અનન્ય પ્રેમ પ્રગટ થયો છે.
એક કઠિયારો (ભિખારી) સંસારથી વિરકત બની સર્વવિરતિ ધર્મનો માલિક બન્યો. તેની પૂર્વ અવસ્થાથી પરિચિત લોકોએ તેનો ઉપહાસ કરતાં કહ્યું, “લક્ષ્મીદેવીની અપ્રસન્નતાના કારણે સંસારનો ત્યાગ કરી સાધુ ધર્મનો ભેખ સ્વીકાર્યો છે.” લોકોની ટીખળ અને અવજ્ઞા થતાં મુનિ અપ્રીતિને કારણે તે સ્થાન છોડી વિહાર કરવા તૈયાર થયા ત્યારે અભયકુમારે સુધર્માસ્વામીને રોકયા. અભયકુમારે પડહ વગડાવી પ્રજાજનોને કહ્યું, “જે પૃથ્વીકાય આદિ પાંચ કાયનો ત્યાગ કરશે તે પાંચ અમૂલ્ય રત્નો મેળવી શકશે. પાંચને ન છોડી શકનાર ફક્ત એક વસ્તુને છોડશે તે એક રત્ન પ્રાપ્ત કરી શકશે.” સ્થાવર કાચ વિના સંસારીનો જીવન નિર્વાહ અસંભવ હોવાથી એક પણ વ્યકિત તૈયાર ન થયો ત્યારે મહામંત્રી અભયકુમારે ચાતુર્યપૂર્વક છ કાયના રક્ષક, કંચન અને કામિનીના ત્યાગી, નિઃ સ્પૃહી સંતોનો ઉપહાસ કે અવર્ણવાદ બોલનારનગરજનોનું હદયપરિવર્તન કર્યું.
આ અભયકુમારને જૈનધર્મના સંતો પ્રત્યે જેટલો અનુરાગ હતો તેટલો જ સંચમ પ્રત્યે પણ અનુરાગ હતો. તેમના હદયમાં સર્વવિતિધર બનવાના ભાવ અવિરામપણે ઉછળી રહ્યાં હતાં તેથી જ મહારાજા શ્રેણિકના મુખેથી “જા ચાલ્યો જા' શબ્દો સાંભળી નિમિત્ત મળતાં જ અણગાર બનવા ચાલી નીકળ્યા. તેમને મગધ દેશનું આધિપત્ય સ્વીકારી રાજા બનવામાં બિલકુલ રસ ન હતો પરંતુ સંયમ રમણીને વરવામાં બેહદ ખુશી હતી.
શ્રી કૃષ્ણ મહારાજા, શ્રી શ્રેણિક મહારાજા અને બુદ્ધિનિધાન મહામાત્યા અભયકુમાર લાયક સમકિતના સ્વામી હતા. સમકિતી આત્માને સર્વવિરતધર્મ અને વિરતિધર પ્રત્યે હૃદયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org