________________
૨૨૨
जिणवयणसुइ सकन्ना अवगय संसार घोर पेयाला।
बालाण खमंतिजइजइत्ति किं इत्थ अच्छेरं ।।४३।। અર્થઃ જિનવચન સાંભળવામાં જેમના કાન અતિ ઉત્સુક બન્યા છે. તેવા જીવોને સંસારના ભયંકર સ્વરૂપનો વિચાર બરોબર સમજાઈ ગયો છે. આવા સાધકો બાલ જીવો તરફથી મળતા પરિષહો કેતકલીફોને સહજ ભાવે સહન કરે તેમાં શુ આશ્ચર્ય છે?
“હે દુવં મહી નં - આ વાક્ય આત્માર્થી સાધકનું પ્રાણતત્ત્વ છે. પરિષહોની વચ્ચે પણ આવો સાધક પોતાનું સત્વ ગુમાવતો નથી. કવિ તેના સંદર્ભમાં કાર્તિક શેઠનું દષ્ટાંત ટાંકે છે. શ્રી ભગવતી સૂત્રના ૧૮મા શતકમાં કાર્તિક શેઠનો અધિકાર છે.
હસ્તિનાપુર નગરમાં જિનોપાસકદધર્મી શ્રમણોપાસક કાર્તિક શેઠ રહેતા હતા. એકવાર નગરમાં એક દંભી તાપસ આવ્યો. તેની ખ્યાતિ સાંભળી સેંકડો લોકો દર્શન કરવા ગયા પરંતુ કાર્તિક શેઠ ત્યાં ન ગયા. કાર્તિક શેઠની અવિચલ ધાર્મિકતા તાપસને ન રુચિ. તેણે પ્રણ લીધું કે, શેઠને નમાવીને જ રહીશ.'
રાજાએ એકવાર તાપસને પારણા માટે આમંત્રણ આપ્યું. મોકો જોઈને તેણે રાજાને કહ્યું, જો કાર્તિક શેઠ તેની પીઠ પર થાળી રાખી, નીચે નમી ભોજન કરાવે તો હું જમીશ.” કાર્તિક શેઠને રાજમહેલમાં બોલાવવામાં આવ્યા. રાજાજ્ઞાથી વિવશ શેઠને તે પ્રમાણે કરવું પડયું. ગરમ ખીરની તપેલી અને થાળીમાં ઠારેલી ગરમ ખીર કાર્તિક શેઠની પીઠ ઉપર મૂકતાં મોટો ફોલ્લો થઈ ગયો પરંતુ શેઠ મૌન રહ્યા. તેમણે મનોમન વિચાર્યું કે, આવા ઘોર અપરાધનો ઘૂંટડો પીધા પહેલાં મેં આ સંસાર ત્યાગી સંયમ કેમ ન સ્વીકાર્યો ?' આ પ્રસંગ બન્યા પછી થોડા જ સમયમાં વીસમા તીર્થકર મુનિસુવ્રતસ્વામી નગરમાં પધાર્યા. તેમના દર્શન કરવા કાર્તિક શેઠ ગયા. પરમાત્માની અમૃત સમાન શીતલ વાણી સાંભળી શેઠવૈરાગ્ય વાસિત થયા. તેમણે એક હજાર આઠ વણિકો સાથે ચાર મહાવ્રત સ્વીકાર્યા. તેઓ આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં શકેન્દ્ર બન્યા. જ્યારે તાપસ શકેન્દ્ર દેવનો ઐરાવત હાથી બન્યો. કાળાંતર કાર્તિક શેઠનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી ઉચ્ચ સંયમ પાલન કરી શિવપદપામશે.
જિનવાણી મૃત્યુલોકના નરદેવના સર્વોચ્ચ સુખો પ્રદાન કરાવે છે. તેના સંદર્ભમાં કવિ ભરતા ચક્રવર્તીનું દષ્ટાંત ટાંકે છે.
ભરતચકવર્તી ભગવાન ઋષભદેવના પુત્ર હતા. ભગવાન બહષભદેવનો આત્મા પૂર્વના આઠમા ભાવમાં જીવાનંદ વૈધ હતો. તેમના બીજા પાંચ મિત્રો હતા. છ મિત્રોએ ગુણાકર નામના સાધુ જેઓ કૃમિ રોગથી પીડાતા હતા તેમની નિઃસ્પૃહભાવે સેવા કરી હતી.
મહાત્માની ચિકિત્સા માટે જીવાનંદ વૈધે લક્ષપાક તેલ, ગોશીષ ચંદન આપ્યા અને મિત્રો બજારમાંથી ખરીદીને રત્નકંબલ લાવ્યા. મહાત્માની અનુમતિ લઇ મુનિના શરીરે લક્ષપાકતેલનું મર્દન કર્યું. કૃમિઓ ચામડી ઉપર બહાર આવી. કૃમિ મૂકવા ગાયનું મડદું લાવ્યા, જેથી કૃમિ જીવતી રહી શકે. શીતલ રત્નકંબલ ઓઢાડવાથી કૃમિઓ રત્નકંબલમાં આવી ગઇ. ત્યાર પછી ગોશીષ ચંદનનું વિલેપના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org