________________
૨૨૦
સંશય જાણી કહ્યું, “તને પુનર્જન્મ સંબંધી શંકા છે ખરું? તું આત્મા અને દેહને એક માને છે પણ એવું નથી. બન્ને સ્વતંત્ર દ્રવ્ય છે. આ સંસારને ક્રિયાન્વિત કરનાર મુખ્ય બે તત્ત્વ છે. એક જડ અને બી ચેતન. બન્ને વચ્ચે વિજાતીય પદાર્થો જેવો સંબંધ છે.” વાયુભૂતિ મૌન બન્યા.
આર્ય વ્યકતજીને પ્રભુ મહાવીરે કહ્યું, “જગત સત્ છે કે અસત્ તેની શંકા છે ખરું? સાંભળો! જગત સત્ પણ છે અને અસત્ પણ છે. પંચભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) સ્વરૂપ જગત સત છે અને ક્ષણિક જગત અસત છે.”
ત્યાર પછી સુધર્માસ્વામી અને પંડિતજી આવ્યા. પ્રભુ મહાવીરે કહ્યું, “હે સુધર્મા!તારી એવી માન્યતા છે કે જે યોનિમાં જીવ મરે છે તેમાં જ પુનઃ જન્મે છે, પણ એવું નથી. જીવની ગતિ કર્માધીન છે. કર્મ પ્રમાણે તેનો જન્મ તે ગતિમાં થાય છે. હે મંડિતજી! તને બંધ અને મોક્ષ સંબંધી સંશય છે ખરું? સાંભળ! સંસારીને બંધ અને મોક્ષ બને છે. કર્મમુક્ત જીવને ફકત મોક્ષ જ હોય.”
ત્યાર પછી સાતમા મૌર્યપુત્ર અને આઠમા અંકપિતાજી પંડિતો આવ્યા. પ્રભુ મહાવીરે તેમને કહ્યું, “તેમને દેવલોક અને નરક સંબંધી શંકા છે ખરું? આ વિશ્વમાં સુખ અને દુઃખ બને છે તેથી તેને ભોગવવાનાં સ્થાન પણ છે. સુખ ભોગવવાનું સ્થાન દેવલોક છે, તો દુઃખ ભોગવવાનું સ્થાન નરક છે. આ બન્ને સ્થાન આ પૃથ્વીથી ભિન્ન- અલગ છે.”
નવમા પંડિત અચલભ્રાતા, દશમા પંડિત મેતાર્ય, અગિયારમા પંડિત પ્રભાસ જેમને અનુક્રમે પુણ્ય અને પાપ પૃથક નથી, પુનર્જન્મ અને નિર્વાણ નથી એવી શંકા હતી. એ શંકાનું પ્રભુ મહાવીરે સમાધાન કર્યું.
ભગવાન મહાવીરની આંખોમાં વહેતી મૈત્રીની પિયૂષધારામાં સર્વ બ્રાહ્મણો પોતાના પરિવાર સાથે ઓતપ્રોત થઇ ગયા. પ્રભુએ તેમને કે તેમના વેદને અસત્ય ન કહેતાં વેદની પંકિતઓના અર્થની કરેલી ગેરસમજ દૂર કરી, તે પંક્તિઓનું યોગ્ય અર્થઘટન કરી બતાવ્યું.
શ્રીમાજચંદ્રજીએ “મૂળમાર્ગરહસ્ય’ સ્તવનની ૬ઠ્ઠી કડીમાં કહ્યું છે:
“છે દેહાદિથી ભિન્ન આભારે, ઉપયોગી સદા અવિનાશ;
એમ જાણે સદગુરઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.”(સ્વાધ્યાય સંચય પૃ.૩૦)
જિનેશ્વર ભગવંત પ્રત્યેના સમર્પણભાવ, વિનય, બહુમાન વગેરેથી તે ૧૧ બ્રાહમણોને જ્ઞાનનો અત્યંત ક્ષયોપશમ થયો. જન્મ, વિચાર અને આચારથી બ્રાહ્મણ હોવા છતાં માત્ર અંતર્મુહૂર્ત (૪૮ મિનિટથી પણ ઓછા) કાળમાં તેમણે પરમાત્માના પ્રભાવથી દ્વાદશાંગી (બાર અંગ સૂત્રો)ની રચના કરી. પરમાત્માએ ૧૧ બ્રાહ્મણોને ગણઘરપદે નિયુક્ત કર્યા.
ભગવાન મહાવીર સ્વામીએ સામેની વ્યકિતને પોતાના બનાવવાના કે તેને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન ન કરતાં તેને સત્ય સમજણ આપી. અગિયારે પંડિતોએ પોતાના કુલ ૪૪૦૦ શિષ્યો સાથે સ્યાદ્વાદ દષ્ટિના આત્મિયતાપૂર્વકના સમાધાનથી પરમાત્માના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. જિનેશ્વર ભગવંતની દેશનાના પ્રભાવની તાકાત કેવી અજબ ગજબની છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org